<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 10th October 2024

સરગમ દ્વારા જાહેર જનતા માટે રવિવારથી પાંચ દિવસ પંચામળત સાંસ્કૃતિક મહોત્‍સવ યોજાશે

ડી.ઍચ.કોલેજના મેદાનમાં સરગમી રાસોત્‍સવ, સંગીત સંધ્‍યા, હસાયરો, લોકડાયરો , અને મ્‍યુઝીકલ નાઈટ યોજાશે : જાહેર આમત્રણ

 રાજકોટ : યાજ્ઞિક રોડ ઉપર ધર્મેન્‍દ્રસિંહજી કોલેજ (ડી.ઍચ. કોલેજ) નાં ગ્રાઉન્‍ડમાં  સરગમ કલબ અને સરગમ લેડીઝ કલબ દ્વારા રાજકોટની કલા પ્રેમી જનતા માટે વિનામૂલ્‍યે ઍક ઍક થી ચડિયાતા સાંસ્‍કળતિક કાર્યકમો યોજવામાં આવ્‍યા છે. આ પંચામળત સાંસ્‍કળતિક મહોત્‍સવ અંતર્ગત રાસોત્‍સવ, સંગીત સંધ્‍યા, હસાયરો, લોકડાયરો, અને મ્‍યુઝીકલ નાઈટ જેવા કાર્યક્રમો યોજાશે અને તેમાં જાણીતા કલાકારો રાજકોટ ની પ્રજાનું મનોરંજન કરશે

આ કાર્યક્રમોની વિગતો આપતા સરગમ કલબના પ્રમુખ ગુણવંતભાઈ ડેલાવાળા અને મૌલેશભાઈ પટેલ ઍ કホાં છે કે, નવરાત્રી પૂરી થાય ઍટલે તરત જ તા. ૧૩ થી વિવિધ કાર્યક્રમો યોજાશે.

  રાસોત્‍સવ : તા.૧૩ના ૮ વાગ્‍યે સરગમ કલબ અને મારવાડી ઍજ્‍યુકેશનના સંયુકત ઉપક્રમે રાસોત્‍સવમાં સરગમ પરિવારના સભ્‍યો જેન્‍ટ્‍સ ક્‍લબ, સરગમ કપલ ક્‍લબ, સરગમ સીનીયર સિટીઝન ક્‍લબ, સરગમ લેડીઝ ક્‍લબ, ઇવનિંગ પોસ્‍ટ ના સભ્‍યો જોડાશે. આ રાસોત્‍સવ નિહાળવા માટે જાહેર જનતાને આમંત્રણ આપવામાં આવ્‍યું છે.

  સંગીત સંધ્‍યા  : સરગમ કલબ, પુજારા ટેલીકોમ અને ડી.ઍમ.ઍલ ગ્રુપના સંયુક્‍ત ઉપક્રમે તા. ૧૪ને  ને સોમવારે વાગ્‍યે સંગીત સંધ્‍યા યોજાશે. આ કાર્યક્રમમાં મુખતાર શાહ (અમદાવાદ), નાનુ ગુજર (મુંબઈ), સંગીતા મેલેકર ( મુંબઈ ), પ્રિયંકા બાસુ (અમદાવાદ), મોહસીન શેખ ( અમદાવાદ) તથા સાથી કલાકારો જુના નવા ગીતોની મહેફિલ જમાવશે. મેલોડી કલર્સનાં મન્‍સુરભાઈ ત્રિવેદી પ્રસ્‍તુત ઓરકેસ્‍ટ્રા  અને કી બોર્ડમાં તુષારભાઈ ગોસાઈ પ્રસ્‍તુત કરશે સાથે મ્‍યુઝીકલ ટીમ પણ જમાવટ કરશે.

  હસાયરો : સરગમ કલબ, ઍચ.પી. રાજગુરુ તેમ જ કેર ફોર હોમના સંયુક્‍ત ઉપક્રમે તા. ૧૫ ને મંગળવારે રાત્રે ૮  વાગ્‍યે હસાયરો યોજાશે. આ હસાયરામાં સાંઈરામ દવે (રાજકોટ), ધીરુભાઈ સરવૈયા (ખીરસરા), મનસુખભાઈ વસોયા (મોટી ખીલોરી) વગેરે હાસ્‍યરસ પીરસશે.

  લોકડાયરો :  સરગમ કલબ અને જે.પી. સ્‍ટ્રકચરર્સ પ્રા.લી. અને બાન લેબના સંયુક્‍ત ઉપક્રમે તા. ૧૬ ને બુધવારે રાત્રે ૮  વાગ્‍યે લોકડાયરો યોજાશે. આ લોકડાયરામાં માયાભાઈ આહીર, ધીરુભાઈ સરવૈયા, અભેસિંહ રાઠોડ, ઓસ્‍માન મીર, રાજભા ગઢવી, બીહારીભાઈ ગઢવી, અપેક્ષાબેન પંડયા પોતાની કલા પીરસશે.

 મ્‍યુઝીકલ પ્રા.લી. અને સન ફોર્જ -પ્રા.લી. નાં સંયુક્‍ત ઉપક્રમે તા. ૧૭/ ને ગુરૂવારે રાત્રે ૮  વાગ્‍યે  મ્‍યુઝીકલ નાઈટમાં બોલીવુડના પ્‍લેબેક સિંગર દેવયાની બેર્ન્‍દ્રે , બંકીમ પાઠક, ગોવિંદ મિશ્રા, અલીફિયા શેટ્ટી (મુંબઈ) મોહસીનખાન વગેરે જાહેર જનતાને ગીત સંગીતનાં મહાસાગરમાં લઇ જશે.

 આ તમામ કાર્યક્રમો જાહેર જનતા માટે વિનામૂલ્‍યે  હોય જાહેર જનતાએ ડી.ઍચ.કોલેજના મેદાનમાં  પહોચી જવા ગુણવંતભાઈ ડેલાવાળા, મૌલેશભાઈ પટેલ, હરેશભાઈ લાખાણી, યોગેશભાઈ પુજારા, સ્‍મિતભાઈ પટેલ, પ્રભુદાસભાઈ પારેખ, ડો. ચંદાબેન શાહ, નીલુબેન મહેતા, કેતનભાઈ મારવાડી, જીતુભાઈ ચંદારાણાં, રાહીલભાઈ પુજારા, ચિરાગભાઈ લાખાણી, દર્શનભાઈ લાખાણી, હેતલભાઈ રાજ્‍યગુરુ, ઍમ.જે.સોલંકી, જગદીશભાઈ ડોબરિયા, અશોકભાઈ ડોબરિયા, નટુભાઈ ઉકાણી ઍ અપીલ કરેલ છે. 

(4:07 PM IST)