તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Thursday, 10th October 2024
લોકપ્રિય છપાખરા ગાઇને ક્રિષ્નાંજનસિંહ ચુડાસમાએ સૌને મંત્રમુગ્ધ કરી દીધા
અકિલા-લોહાણા મહાજન રાસોત્સવમાં : ‘વીરરથ' પ્રસ્તુતીમાં હલ્દીઘાટીના યુધ્ધનું આબેહૂબ મૌલિક વર્ણક કર્યુઃ ‘કળયુગનો કનૈયો' અને ‘ચા' નું છપાખરૂં પણ રજૂ કર્યુ. : ‘ક્રિષ્નાંજન કી કહાની' શીર્ષક હેઠળ ઇન્સ્ટાગ્રામમાં ધૂમ મચી રહી છે

રાજકોટ, તા. ૧૦ : રાજકોટ લોહાણા મહાજન આયોજીત ‘અકિલા-લોહાણા મહાજન રાસોત્સવ-ર૦ર૪'માં ભારે જમાવટ થઇ છે ત્યારે ગઇકાલે ક્રિષ્નાંજનસિંહ શીવરામસિંહ ચુડાસમાએ લોકપ્રિય છપાખરા, ‘વીરરથ', ‘કળયુગનો કનૈયો' અને ‘ચા' પ્રસ્તુત કરીને હાજર રહેલા હજ્જારો રઘુવંશીઓને રીતસર મંત્રમુગ્ધ કરી દીધા હતા.
‘વીરરથ'માં ક્રિષ્નાંજનસિંહ ચુડાસમાએ મહારાણા પ્રતાપ અને મુગલો વચ્ચે થયેલા હલ્દીઘાટીના યુધ્ધનું આબેહુબ વર્ણન પ્રસ્તુત કર્યુ હતું. ત્યારબાદ પબ્લીક ડીમાન્ડને માન આપીને ‘કળયુગનો કનૈયો' અને ‘ચા'નું છપાખરું પણ ગાયું હતું અને સૌને જોમ-જુસ્સામાં લાવી દીધા હતા. ‘ક્રિષ્નાંજન કી કહાની' શીર્ષક હેઠળ ઇન્સ્ટાગ્રામમાં પણ ધૂમ મચી રહી છે.
ક્રિષ્નાંજનસિંહ ચુડાસમાના પિતાશ્રી શિવરામસિંહ ચુડાસમા પણ કાર્યદક્ષણ એકેડેમીશ્યન અને યુવાનોમાં જાણીતા-માનીતા એન્કર તરીકે નામના ધરાવે છે. ‘અકિલા-લોહાણા મહાજન રાસોત્સવ-ર૦ર૪'માં પણ શિવરામ રામસિંહ ચુડાસમાએ યુવાધનમાં ભારે આકર્ષણ જણાવ્યું છે.
(4:15 PM IST)










