તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Thursday, 10th October 2024
સોનમ - નવનાત રાસોત્સવઃ શક્તિ અને ભક્તિના સંગમ સાથે ખેલૈયાઓની જમાવટ

રાજકોટઃ જૈન વિઝન અને વિશ્વવણી સામાજિક સંગઠન આયોજિત સોનમ- નવનાત રસોત્સવ હવે તેના અંતિમ પડાવ તરફ છે. સાતમા નોરતે તો ખેલૈયાઓનો ઉત્સાહ અનેકગણો વધ્યો હતો.
જૈન અગ્રણી સેવાભાવી જીતુભાઈ બેનાણી, નિતિનભાઈ કામદાર (જુલિયાના ગ્રુપ), રાજુભાઈ દોશી (રાજુ એંજિનિયર્સ), જીતુભાઈ મારવાડી,ડે. કમિશ્નર (રા.મ્યુ. કોર્પો.) હર્ષદભાઈ પટેલ, ડે. કલેકટર ચેતનભાઈ ગાંધી, મેયર નયનાબેન પેઢડીયા, ભાજપ મહિલા મોરચા ના પ્રમુખ કિરણબેન માકડિયા, કોર્પોરેટર જયશ્રીબેન ચાવડા, જેડી'સ આઈકેરના જશમીન ધોળકિયા, પૂર્વ ટાઉન પ્લાનર બકુલભાઈ રૂપાણી, દશા સોરઠીયા વણિક સમાજના પ્રમુખ જયેશભાઈ ધ્રુવ અને ઉપપ્રમુખ જીતેન્દ્રભાઈ આણંદપરા, જીરાવાલા પાર્શ્વનાથ પ્રમુખ દિલીપભાઈ દેસાઈ, જીતુભાઈ ભટ્ટ કોંગ્રેસ અગ્રણી, જાણીતા તબીબ ડો. અમિતભાઈ હપાણી, ડો. એમ. વી. વેંકરિયા, ડો. અજયભાઈ મહેતા, સુનીલભાઈ વોરા સમર્પણ ચેરીટેબલ ટ્રસ્ટ, ભાગ્યેસભાઈ વોરા ફ્રીડમ ગ્રુપ દિપકભાઈ શાહ, (દુબઈ ) આશિષભાઇ વાળા (શોશિયલ રિપોર્ટ )સોનલબેન તથા હિતેશભાઈ શાહ વગેરે ઉપસ્થિત રહ્યા હતા. આ રાસોત્સવમાં દેવ ગાંધી, ધ્રુવ ખીલોસિયા, જય મોદી, દેવાંશ સંઘવી, ભૌમિક શાહ, વ્યોની શાહ, મીર ગોડા, ઋતિકા ખિલોસિયા, પંક્તિ લાઠીયા, માહી દોશી, જિનાલી કુરિયા માનસી મહેતા, તન્વી દોશી, મૈત્રી સંઘવી અને શ્વેતા શાહ વગેરેને વેલ ડ્રેસ અને પ્રિન્સેસના ઇનામો આપવામાં આવ્યા હતા. વેદાંત હોસ્પિટલના ડો.પારસ શાહ અને તેમની ટીમ સેવા આપી રહી છે.
આ ગરબાને સફળ બનાવવા માટે ટીમ જૈન વિઝનનાં સંયોજક મિલન કોઠારી અને વિશ્વ વણિક સામાજિક સંગઠનનાં પ્રોજેક્ટ ચેરમેન સી.એમ.શેઠ જયેશ શાહ, સુનીલ શાહ, ભરત દોશી, અજીત જૈન, ગીરીશ મહેતા, મિતુલ વસા, સુનીલ કોઠારી, અખિલ શાહ, હેમલ મહેતા, નીલ મહેતા, રાજીવ ઘેલાણી, તુષાર પતીરા, નીતિન મહેતા, યોગેન દોશી, પરેશ દફતરી, નરેશ મહેતા, ધ્રુમીલ પારેખ, દીપક કોઠારી, પ્રતિક શાહ, કેતન દોશી, નીરવ મહેતા, હિમાંશુ પારેખ, જસ્મીન ધોળકિયા, હિતેશ દેસાઈ, આશિષ શાહ, આશિષ દોશી, નીલેશ તુરખીયા, યોગેશ શાહ, અમિત કોરડીયા, નિર્મલ શાહ, ધવલ મહેતા, મહેશ મણીયાર, ડો. દેવેન કોઠારી, પરાગ મહેતા, સંજય મહેતા, કેતન વખારિયા, જતીન કોઠારી, જય મહેતા, સુધીર પટેલ, દેવાંગ ખજુરીયા, મેહુલ કામદાર, ભરત વખારિયા, મુકેશ ધોળકિયા, ભાગ્યેશ વોરા, સુનીલ વોરા, અતુલભાઈ કોઠારી, જયેશભાઈ ધ્રુવ, અરવિંદભાઈ પાટડીયા,ભાયાભાઈ સાહોલીયા, અશ્વિનભાઈ પટેલ, લલિતભાઈ કુરાણી, કેતન મેસ્વાણી, નીતિનભાઈ માંડલિયા, વિશ્વાસભાઈ મહેતા, રોહન ધ્રુવ, અરવિંદભાઈ શેઠ, દીપકભાઈ કરચલીયા, રાજુ લોઢીયા, હસમુખભાઈ ધંધુકિયા, રસિકભાઈ પાનસુરીયા, કિશોરભાઈ વસાણી વગેરે જહેમત ઉઠાવી રહ્યા છે. (૨૨.૩૦)
સુરભી રાસોત્સવમાં સંગીતના તાલે ખેલૈયાઓ ખીલ્યાઃ જબરી જમાવટ
૧૬ વર્ષથી શ્રેષ્ઠ આયોજન કરવા બદલ સુરભીના કમિટીના સભ્યો દ્વારા વિજયભાઇ વાળા અને વિશુભાઇ વાળાનું સન્માન
રાજકોટ : સુરભી રાસોત્સવમાં સાંસદ પરસોતમભાઇ રૂપાલા, રાજકોટ જિલ્લા પંચાયત પ્રમુખ, મનિષ ભટ્ટ, ડો. નિદત બારોટ, સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતાં. ખેલૈયાઓને મનભરીને રાસોત્સવ માણ્યો હતો. નવરાત્રિ એટલે સૌરાષ્ટ્રભરનો સૌથી મોટો લોકઉત્સવ! આ ઉત્સવમાં માઇ ભક્તિની સાથે શરીર-મનને સ્વસ્થ કરતા રાસની પણ રંગત જામે છે. ત્યારે રાજકોટમાં છેલ્લા ૧૬ વર્ષથી રેસકોર્ષના મેદાનમાં ચાલતા સુરભી રાસોત્સવની સફળતાના બે પાયાના પથ્થર એટલે વિજયભાઈ વાળા અને વિશુભાઈ વાળા જેમના વિશે કહીએ એટલું ઓછું પડે. ત્યારે સમગ્ર સુરભીના કમિટી સભ્યો દ્વારા આ બન્ને વ્યકતિનું સાતમા નોરતે વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. સમગ્ર સુરભી પરિવાર અને ખેલૈયાએ ૧૬ વર્ષથી સર્વશ્રેષ્ઠ આયોજન કરવા બદલ વિજયભાઈ વાળા અને વિશુભાઈ વાળાનું ખેલૈયાઓએ હાથ ઉંચા કરી અનુમોદના આપી હતી. સુરભીની યાદે આયોજકો સાથે ખેલૈયાઓની આંખો પણ ભીની કરી દીધી હતી. ભાવુક થતા સુરભી રાસોત્સવના ચેરમેન એવા વિજયભાઈ વાળાએ જણાવ્યુ હતું કે, સુરભી પરિવાર એ જ મારુ પરિવાર તમામનું સ્વાગત છે. મારી પાસે બોલવા માટે શબ્દો નથી પણ છેલ્લા ૧૬ વર્ષમાં હું જે કઇ કમાણો છું એ તમામ ખેલૈયાઓ અને ટીમની અપરંપાર લાગણી જ છે. મને કહેતા ગર્વ થાય છે કે, સુરભી રાસોત્સવમાં દીકરા કરતા દીકરીઓની સંખ્યા વધારે છે. તેમના માં-બાપ પણ પુરા વિશ્વાસથી અહીં રમવા મોકલે છે. હું તમામનો આભારી છું. સાતમા નોરતે જાણે સમગ્ર સુરભી પરિસર સુરભી રાસોત્સવની યાદમાં આયોજકો સાથે ખેલૈયાઓની આંખો પણ ભીની કરી નાખી હતી. (પ-ર૮)
(4:25 PM IST)










