<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 10th October 2024

૧૫૦ ફુટ રીંગ રોડ ઉપર આવેલ સ્‍વપ્નલોક સોસાયટીમાં નવરાત્રીની

રંગેચંગે ઉજવણીઃ વિવિધ પ્રકારના ગરબા-રાસની પ્રસ્‍તુતી

અત્રેના ૧૫૦ ફુટ રીંગ રોડ ઉપર રામાપીર ચોકડી નજીક આવેલ સ્‍વપ્નલોક રેસીડેન્‍સી ખાતે નવરાત્રી મહોત્‍સવનું દિવ્‍ય આયોજન કરવામાં આવેલ છે. બાળાઓ અને બહેનો દ્વારા વિવિધ પ્રકારના જેમ કે તલવાર રાસ, શ્રીકળષ્‍ણ રાસ, અઠીંગો રાસ વગેરેની પ્રસ્‍તુતી કરવામાં આવી રહી છે. રોજેરોજ અવનવા ગરબાઓ રજુ કરી બાળાઓ અદભુત કલાનું પ્રદર્શન કરી રહી છે. આ મહોત્‍સવમાં હેતલબેન શુકલાએ કોરીયોગ્રાફરની સેવા આપેલ છે. જયારે એસોસીએશનના પ્રમુખ સમીરભાઈ શુકલા અને ઉપપ્રમુખ નાનજીભાઈ ભોરણીયાના માર્ગદર્શન હેઠળ નવરાત્રી કમીટીના સભ્‍યો અમીતભાઈ તેજુરા, મહેશભાઈ શાહ, ભરતભાઈ વેકરીયા, જીતુભાઈ માણેક, વિશાલ વિઠલાણી અને રાજુભાઈ વિષ્‍નુ આ મહોત્‍સવ માટે જહેમત ઉઠાવી રહયા છે. સંપુર્ણ પારીવારીક માહોલમાં યોજાઈ રહેલા નવરાત્રી મહોત્‍સવમાં ગીત સંગીત અને ગરબાનો ત્રીવેણી સંગમ જોવા મળી રહયો છે. રોજેરોજ માતાજીની આરતી તે પછી ગરબા અને અંતે બાળાઓને પ્રસાદનું વિતરણ કરવામાં આવે છે. બાળાઓને આકર્ષક લ્‍હાણી પણ વિવિધ દાતાઓ તરફથી આપવામાં આવી રહી છે. (પ-ર૭)

(4:25 PM IST)