તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Thursday, 10th October 2024
એ હાલો ગરબે રમવા... અકિલા-રઘુવંશી બીટસમાં ખેલૈયાઓ થીરક્યા
આજે સાંજે ૫:૩૦ થી ૮:૩૦ દિવ્યાંગ બાળકો માટે ગરબા ઉત્સવઃ ડેઇલી પાસ લેનારા માટે ખાસ લક્કી ડ્રો

રાજકોટઃ સાધુ વાસવાણી રોડ સ્થિત અકિલા-રઘુવંશી બીટસમાં ખેલૈયાઓ રાસોત્સવની જમાવટ કરી રહ્યા છે.
સેતુ વર્ક શોપ એન્ડ હોબી સેન્ટરનાં નેહાબેન ઠાકર દ્વારા દિવ્યાંગ બાળકોનો એક દિવસીય ગરબા ઉત્સવ આજે સાંજે પ-૩૦ થી ૮કલાક સુધી ‘અકિલા- રઘુવંશી બીટસ'માં યોજાશે. રજીસ્ટ્રેશન માટે મો.નં. ૯૮ર૪પ ૭પપર૪ પર સંપર્ક કરવો.
‘વિરપુર જાવું કે સતાધાર જાવુ હાલ તને હાલ બધે રામ બતાવું જલારામ બતાવું' જેવા ગીત સાથે જીગ્નેશ સોની, નિતીન ગઢવી, દિપ્તી બાલાસરા, મેહુલ શીશાંગીયા, એન્કર કાજલ કિશોર સહિતના સીંગરો ખેલૈયાઓની સાથોસાથ ગ્રાઉન્ડ પર મન મૂકીને ગરબે રમ્યા હતા. ડેઈલી પાસ લેનાર માટે લકકી થશે. જેમાં વિજેતાઓને કાલીન્દી ટેકનોલોજી તરફથી ઈનામ આપવામાં આવશે. સાતમાં નોરતે અત્યંત રસાકસીભરી હરીફાઈ બાદ ગુ્રપ-એ માં પ્રિન્સ તરીકે મોહીલ ચંદારાણા, મિત રતનપરા, સહજ જોબનપુત્રા તથા પ્રિન્સેસ તરીકે શ્રેયા તન્ના, ઉમા તન્ના, મિત્રા કારીયા વિજેતા બન્યા હતાં. તથા વેલડ્રેસ તરીકે દેવ ગોંધીયા તથા પ્રિન્સેસમાં મારૂ વીરા તથા ગુ્રપ -બી માં પ્રિન્સ તરીકે પૃથ્વી જેઠવા, જૈવીક ચૌહાણ, ક્રિશ ગોસ્વામી તથા પ્રિન્સેસ તરીકે ભાવિકા ખોરાસીયા, આરતી સાતા, હાર્દિ રાજા વિજેતા બન્યા છે તથા વેલડ્રેસમાં કાશ્મીરા સોમૈયા તથા સી-ગુ્રપમાં પ્રિન્સ - પ્રિન્સેસ તરીકે ચંદારાણા વિમલ, કકકડ પુજા વિજેતા બન્યા હતાં.
આયોજકો મિતેશભાઈ રૂપારેલીયા, હિરેનભાઈ તન્ના, રાજેશભાઈ જટણીયા, પારસભાઈ ઉનડકટ, શરદભાઈ પોપટ, નૈનેશભાઈ દાવડા, સાગરભાઈ તન્ના, નિરવભાઈ પાંઉ, યશભાઈ રાઠોડ, રઘુરાજ રૂપારેલીયા, જયદેવભાઈ રૂપારેલીયા, લાલેશભાઈ ઘીયા, સાગરભાઈ કકકડ, ડો. મીલાપ ઠકકર (સદભાવના હોસ્પિટલ) સહિતની ટીમ દ્રારા રાસોત્સવનો પ્રારંભ કરાવ્યો હતો.
કલ્પેશભાઈ પલાણ, હસુભાઈ ભગદેવ, મનીષાબેન ભગદેવ, એમ.જી. વસાણી (પી.આઈ.), યશભાઈ રાઠોડ (વિકાસ સ્ટવ), અભિમન્યુસિંહ જાડેજા (ભવાની સીકયુરીટી), નવીનભાઈ કકકડ, ભદ્રાબેન કકકડ, ગીતાબેન ઠકરાર, અંજલીબેન કેસરીયા, નીશાબેન દવે, જીજ્ઞાબેન પજવાણી, ભકિતબેન ઉનડકટ, દિશાબેન દાવડા, પ્રવિણભાઈ ઠકરાર, સમીરભાઈ સોમૈયા, ચેતનાબેન લાખાણી, દીપાબેન મજેઠીયા, અર્જુનભાઈ કેસરીયા, નયનભાઈ પજવાણી, બીનાબેન મોલીયા, અજયભાઈ મોલીયા, જયંતભાઈ સેજપાલ, રત્નાબેન સેજપાલ સહિતના મહેમાનોએ રાસ નિહાળ્વા હતા.
વિશેષ માહિતી માટે (મો.૯૩ર૭૭ ૦૬૭૦૭,૮૭પ૮પ ૮પ૮૪૮, ૯પ૭૪૩ ૩૯૩૩૯) પર સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.
(4:29 PM IST)










