તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Thursday, 10th October 2024
રેરામાં ખોટી ફરિયાદ કરીને પ્રતિષ્ઠિત બાંધકામ જૂથને વગોવવાના પ્રયાસની આકરી ટીકા

રાજકોટ : આર. કે. ગ્રુપના જનસંપર્ક અધિકારીની એક યાદી જણાવે છે કે ગુજરાત સરકાર દ્વારા જયારે રેરાની એક ઓથોરિટી તરીકે રચના થઇ હતી ત્યારે એનો મુખ્ય હેતુ અજાણ્યા બિલ્ડરો સામે ગ્રાહકના હિતોની સુરક્ષાનો હતો. પરંતુ હવે એ જ રેરાનો ઉપયોગ કેટલાક પરિબળો દ્વારા ડેવલોપર્સ અને બિલ્ડરોને હેરાન કરવા માટે થાય છે અને ખોટી રજુઆતો દ્વારા અને આક્ષેપોનો પ્રચાર કરીને બજારમાં ગેરસમજ ફેલાવવાની પ્રવળત્તિ કરવામાં આવે છે. (૧) અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું છે કે આર.કે. ગ્રુપના આર.કે, પ્રાઈમ -૨ પ્રોજેક્ટ અંગે ખોટી રજુઆતો થઇ રહી છે તે અંગે સ્પષ્ટતા કરવાની કે આ કોર્પોરેટ હાઉસની તમામ મેઈન્ટેનન્સની રકમ આ જ પ્રોજેક્ટના એટલે કે આર. કે. પ્રાઇમ -૨ ઓફિસ ઓનર્સ એસોસિએશનના નામે બેંકમાં જમા છે અને તેના વ્યાજની આવકમાંથી સારી રીતે મેઈન્ટેનન્સ થાય છે. એ રકમ સાથે બિલ્ડરને કોઈ લેવા-દેવા નથી.. તેમ છતાં ડેવલપર્સ પોતાની પ્રતિષ્ઠા જાળવવા માટે વધારાનો વહીવટીય ખર્ચ પણ ભોગવે છે ઉપરાંત એ એસોસીએશનનો હિસાબ કિતાબ પણ પારદર્શક છે અને જાહેર છે. એમાં કંઈ ખોટું થતું નથી માટે કઈ ખાનગી નથી. સમગ્ર કોર્પોરેટ હાઉસમાં સિત્તેરથી વધુ ઓફિસ-શોરૂમ ધારકો સુખેથી પોતાના પ્રતિષ્ઠિત વ્યાપાર-વ્યવસાય ચલાવી રહ્યા છે. માત્ર અમુક પરિબળો અન્યના હાથા બનીને સમાજમાં ગ્રુપની અને કોર્પોરેટ હાઉસની ઈમેજ ખરડવાની કોશિશ કરી રહ્યા છે. આ ઈસમો સામે તા. ૨૦/૦૩/૨૦૨૩ના રોજ માલવિયાનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાયેલી છે. જેમાં આ ઇસમોએ લુખ્ખા તત્વોની અદા થી કોમન એમિનિટીઝને નુકસાન કર્યું છે અને જેના સીસીટીવી ફૂટેજ પોલીસને પણ સુપ્રત કરવામાં આવ્યા છે. આ તત્વો દ્વારા એ ફરિયાદ પાછી ખેચવા માટે ફરિયાદી પક્ષને દબાણ પણ કરવામાં આવે છે. જો આવા પરિબળો તેમના બદઈરાદામાં સફળ થશે તો રાજકોટમાં ગતિશીલ બાંધકામ ઉદ્યોગને ગંભીર નુકસાન થશે. આમાંના એક ઈસમ તો છેલ્લા ત્રણ વર્ષથી તેઓની ઓફિસનો કોઈ ઉપયોગ કરતા નથી. પヘમિ ગુજરાત વીજ કંપનીના લાઇટ બિલોનો રેકર્ડ ખાતરી આપે છે કે તેમની ઓફિસ લગભગ બંધ હાલતમાં રહે છે એટલે કે તેઓ માત્ર પૂર્વગ્રહ યુક્ત ફરિયાદ કરે છે હકીકતમાં તેઓ અહીની કોમન એમિનિટીઝનો ઉપયોગ કરતાં જ નથી તો અગવડ-સગવડનો સવાલ જ ઉભો થતો નથી અને જેઓ નિયમિત પોતાના કામકાજ કરે છે તેઓ વર્તમાન વ્યવસ્થાતંત્રથી રાજી છે અને બધું જ સરસ-શાંતિપૂર્ણ ચાલે છે. જેઓ પોતાની ઓફિસ આવતા જ નથી તેઓ સગવડ અંગે ફરિયાદ કરે છે જે બતાવે છે કે તેઓ તેમની કોઈ સમસ્યા અંગે નહિ પણ નવી સમસ્યા ઉભી કરવા અંગે પ્રવળત થયેલા છે. કોઇપણ કોર્પોરેટ હાઉસમાં આવા તત્વો એના ઓફિસ ધારકોની મિલકતની રીસેલ વેલ્યુને પણ નુકસાન કરતા હોવાનું યાદીના અંતમાં જણાવાયું છે.
(4:34 PM IST)










