<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 11th October 2024

રેલનગરમાં પૂર્વ વિસ્‍તારમાં મામલતદાર તથા સતત બીજા દિવસે કાર્યવાહીઃ ર૧ લાખથી બાકી પ્રશ્‍ને બે મીલ્‍કત સીલ

મિલકતનો કબજો લઇ નાગરીક બેંકને સોંપી દેવાયોઃ હજુ વધુ ૪ થી પ ને નોટીસો અપાઇ

રાજકોટ તા. ૧૧ :.. રાજકોટ કલેકટરની સુચના બાદ પૂર્વ વિસ્‍તારના મામલતદારના માર્ગદર્શન હેઠળ સર્કલ ઓફીસર શ્રી સત્‍યમ શેરસીયાએ રેલનગરમાં બેંક બાકી પ્રશ્ને વધુ બે મકાનનો કબ્‍જો લઇ બેંકોને સોંપી આપી સીલ મારી દિધા હતાં.

બેન્‍ક સિકયુરાઇટેઝન એકટ હેઠળ કાર્યવાહી કરાઇ હતી. બાકીદારો વનરાજસિંહ જાડેજા અને જયપાલસિંહ જાડેજાએ તા. ૩૦-૬-ર૦૧પ સુધી બાકી પડતી લેહણી રકમ અનુક્રમે ૭૦ લાખ પ૧ હજાર અને ૧૦ લાખ ૪ હજાર તથા ત્‍યારબાદ ચડત વ્‍યાજની રકમ નહી ભરતા, વસુલાત કરવા માટે બાકીદારની મિલ્‍કતનો કબજો લઇ અને અધિકૃત અધિકારી, રાજકોટ નાગરીક સહકારી બેંકને કબજો સોંપી દેવાયો હતો.

આ કાર્યવાહી મામલતદાર ચાવડા, અને સ્‍ટાફે કરી હતી, કલેકટરને રીપોર્ટ કરી દેવાયો છે.

(11:30 AM IST)