<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 11th October 2024

બેડીપરા ફખરી પાર્કમાં ગમગીનીભરી ઘટનાઃ હીંચકાની દોરીમાં ગળાફાંસો આવી જતાં 13 વર્ષના બાળકનું મોત

મોહમ્‍મદ શામ મિત્રો સાથે અભ્‍યાસ કરતો હતો ત્‍યારે અને દૂર્ઘટના ઘટીઃ વ્‍હોરા પરિવારમાં માતમ

રાજકોટ તા. 11: બાળકો ઘણીવાર રમતાં રમતાં મુશિબત નોતરી લેતાં હોય છે. બેડીપરા ફખરી પાર્કમાં એક ગમગીનીભરી ઘટનામાં તેર વર્ષના વિદ્યાર્થીનું રમતાં રમતાં હીંચકાની દોરીમાં ફાંસો આવી જતાં મોત નિપજતાં વ્‍હોરા પરિવારમાં માતમ છવાઇ ગયો હતો.

જાણવા મળ્‍યા મુજબ બેડીપરા નજીક ફખરી પાર્કમાં રહેતાં હોજેભાઇ સામનો પુત્ર મોહમ્‍મદ સામ (ઉ.વ.13) સાંજે તેના મિત્રો સ્‍કૂલના પ્રોજેક્‍ટની તૈયારી માટે આવ્‍યા હોઇ મિત્રો સાથે ઉપરના રૂમમાં અભ્‍યાસ કરતો હતો. એ વખતે ઉભો થતાં અને પાછળ જવા જતાં હીંચકાની દોરીમાં ગળુ ફસાઇ જતાં અને ખેંચાઇને પડી જતાં ફાંસો આવી ગયો હતો. દેકારો થતાં નીચેથી માતા, પડોશી હુશેનભાઇ સહિતના લોકો દોડી આવ્‍યા હતાં. મોહમ્‍મદ બેભાન થઇ ગયો હોઇ તુરત જ સારવાર માટે સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયો હતો. પરંતુ અહિ તબિબે સારવાર દરમિયાન મૃત જાહેર કરતાં પરિવારમાં ગમગીની વ્‍યાપી ગઇ હતી.

હોસ્‍પિટલ ચોકીના રામશીભાઇ વરૂ, કેતનભાઇ નિકોલા, ભાવેશભાઇ મકવાણા, તોૈફિકભાઇ જુણાચ, ધર્મેન્‍દ્રભાઇ હુદડે જાણ કરતાં બી-ડિવીઝનના એએઅસાઇ કે. સી. સોઢાએ કાર્યવાહી કરી હતી. મૃત્‍યુ પામનાર મોહમ્‍મદ સામ ધોરણ સાતમાં અભ્‍યાસ કરતો હતો. તેના પિતા આયુર્વેદિક દવાની દુકાનમાં કામ કરે છે. લાડકવાયા  અને એકના એક દિકરાના આકિસ્‍મક મૃત્‍યુથી પરિવારમાં માતમ છવાઇ ગયો હતો.

(3:04 PM IST)