<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 11th October 2024

મવડી ચોકડીએ પૈસાની લેતી દેતી મામલે ધબધબાટીઃ યોગેન્‍દ્ર રામને હથોડી ઝીંકાઇ

રાજકોટઃ મવડી ચોકડીએ જુના શોૈચાલયના ખુણા પાસે સાંજે સરાજાહેર ધબધબાટીની ઘટના બની હતી. જેનો વિડીયો વાયરલ થયો હતો. જેમાં એક બે શખ્‍સો હાથમાં હથોડી સાથે જોવા મળ્‍યા હતાં. આ મારામારીમાં દોઢસો ફુટ રીંગ રોડ ફોર્ચ્‍યુન હોટેલ પાછળ આસ્‍થા ચોકડી પાસે રહેતો યોગેન્‍દ્ર રામશોચ રામ (ઉ.વ.૨૪) નામનો યુવાન ઘાયલ થતાં સિવિલ હોસ્‍પિટલમાં દાખલ થયો હતો. પોતાના પર સોનુ, દિપક અને અજાણ્‍યાએ હથોડીથી હુમલો કર્યાનું કહેતાં હોસ્‍પિટલ ચોકીના સ્‍ટાફે તાલુકા પોલીસમાં નોંધ કરાવી હતી. કડીયા કામની મજૂરીના પૈસાની લેતીદેતી મામલે માથાકુટ થયાનું જણાવાયું હતું.

(3:29 PM IST)