News of Friday, 11th October 2024
નવરાત્રી અંતર્ગત પોલીસની શી-ટીમ દ્વારા ગરબી મંડળની બાળાઓને અવેરનેસ વિશે માર્ગદર્શન અપાયુ
પોલીસે દારૂના છ, જાહેરનામા ભંગના ચાર, એમ. વી. એકટના ત્રણ અને ૨૫ વાહનો ચેક ઇ- ચલણ અપાયા

રાજકોટઃ પોલીસ કમિશ્નર શ્રી બ્રજેશ કુમાર ઝા તથા જોઇન્ટ પોલીસ કમિશ્નર મહેન્દ્ર બગડીયા તથા ડીસીપી પાર્થરાજસિંહ ગોહીલ સજનસિંહ પરમાર તથા જગદીશ બાંગરવા અને પુજા યાદવના માર્ગદર્શન હેઠળ શહેરમાં નવરાત્રી પર્વ અનુસંધાને પોલીસ દ્વારા કામગીરી કરવામાં આવી હતી. જેમાં ગઇકાલે નવરાત્રી પેટ્રોલીંગ દરમ્યાન કંટ્રોલ કોલ આવતા જણાવેલ કે એક મહિલા તેના પતિ સાથે ઝધડો કરી ૪ મહિનાના બાળકને લઇને નીકળી ગયેલ અને તેની પાસે મોબાઇલ ન હોય એક રીક્ષા વાળા ભાઇએ ફોન કરતા મહિલા પોલીસની શી ટીમ ઇન્ચાર્જ કોન્સ કિરણબેન, સંગીતાબેન, પૂનમબેન, સવિતાબેન, એ સ્થળપર પહોંચી તે મહિલાને સમજાવી તેના પતિને સોંપી હતી. નવરાત્રી પેટ્રોલીંગ દરમ્યાન શી ટીમ ઇન્ચાર્જ કોન્સ વિમલબેન, નાઝિયાબેન, ભૂમિબેન, મેઘનાબેન દ્વારા સુરેશ્વર ગરબી મંડળની ૫૫ જેટલી ગરબીની બાળાઓ શી ટીમ નો અવરનેસ પ્રોગ્રામ લઇ મહિલાઓને શી ટીમ તેમજ ૧૮૧ વિશે માહિતી આપેલ તેમજ રસ્તામાં આવતા જતા કોઇ પ્રોબ્લેમ થાય તો ૧૦૦ નંબર તેમજ ૧૮૧ પર ફોન કરવા જણાવેલ તેમજ સાયબર ક્રાઇમ વિશે માહિતી આપી તેમજ ચાઇલ્ડ હેલ્પલાઇન નં. ૧૦૯૮ વિષે પણ માહિતી આપેલ અને તેમની સાથે કોઇ અનિચ્છનિય બનાવના બને તેના માટે કઇ તકેદારી રાખવી તેની માહિતી આપેલ છે તેમજ કોઇ પણ ડર રાખ્યા વગર શી ટીમની મદદ લેવા જણાવ્યું હતું.પોલીસ દ્વારા દારૂના કુલ -૦૬ કેસો,જાહેરનામાં ભંગના -૦૪ તથા એમ.વી. એકટના -૦૩ કેસ તેમજ કુલ ૨૫ વાહનો ચેક કરી રૂા. ૧૫૦૦ ના ઇ-ચલણ ઇસ્યુ કરવામાં આવ્યા હતા.
(3:30 PM IST)










