News of Friday, 11th October 2024
અકિલા-લોહાણા મહાજન રાસોત્સવઃ આનાથી વધારે કંઇ હોય જ નહીં
વિખ્યાત ગાયક કલાકારો, પ્રસિધ્ધ ઓર્કેસ્ટ્રા, અદ્યતન સાઉન્ડ સિસ્ટમના સંગાથે રાસ-ગરબાની ભારે રમઝટ : :વિશ્વના સૌથી મોટા લોહાણા મહાજન ‘રાજકોટ લોહાણા-મહાજન' આયોજીત રાસોત્સવમાં હજ્જારો રઘુવંશીઓ-ખેલૈયાઓ સંપૂર્ણ ઓતપ્રોત : અકિલા પરિવારના મોભી, જ્ઞાતિના શ્રેષ્ઠી કિરીટભાઇ ગણાત્રા, જામનગરના ધારાસભ્ય રીવાબા જાડેજા, અબતક દૈનિકના મેનેજીંગ તંત્રી સતીષભાઇ મહેતા, આમ આદમી પાર્ટીના પ્રમુખ શિવલાલભાઇ બારસીયા અને દિનેશભાઇ જોષી, ગુજરાત આયુર્વેદ એસો.ના પ્રમુખ ડો. સંજયભાઇ જીવરાજાની, રાજકોટ લોહાણા મહાજનના પ્રમુખ રાજુભાઇ પોબારૂ, કારોબારી પ્રમુખ ડો. નિશાંતભાઇ ચોટાઇ, અકિલાના એકઝીકયુટીવ એડીટર અને વેબ એડીશનના તંત્રી નિમિષભાઇ ગણાત્રા સિનિયર એડવોકેટ બી.બી. ગોગીયા, એડવોકેટ રવિભાઇ ગોગીયા, જામનગરના એડવોકેટ હેમલભાઇ ચોટાઇ, રાજકોટ બિલ્ડર્સ એસોસીએશનના પ્રમુખ પરેશભાઇ ગજેરા, જે.એમ. જે. ગ્રૃપના મયુરધ્વજસિંહ જાડેજા, અગ્રણી બિલ્ડર હિતેષભાઇ બગડાઇ, ડો. રાજેશભાઇ તેલી, દિનેશભાઇ ચેતા, પ્રભુનવમના ડેવલપર પંકજભાઇ અકબરી, આર.સી.સી. બેન્કના એમ.ડી. ડો. બીનાબેન કુંડલીયા, ડો. સંકલ્પ વણઝારા સહિતના મહાનુભાવોએ માતાજીની આરાધના સાથે ખેલૈયાઓને પ્રોત્સાહિત કર્યા : પ્રિન્સ, પ્રિન્સેસ, વેલડ્રેસ સહિતના વિજેતાઓને આકર્ષક ઇનામો અપાયા : કાલે મેગા ફાઇનલ : સાધુ વાસવાણી સ્કુલની બાળાઓએ પ્રાચીન કૃતિઓ રજુ કરી સૌને મંત્રમુગ્ધ કર્યા : ‘અકિલા લાઇવ'ના માધ્યમથી વિશ્વના લાખો લોકો ઘર બેઠા ભવ્ય-જાજરમાન રાસોત્સવની મજા માણી રહ્યા છે. : રાજકોટ લોહાણા મહાજનના પ્રમુખ રાજુભાઇ પોબારૂ, કારોબારી પ્રમુખ ડો. નિશાંતભાઇ ચોટાઇ સહિતના ટ્રસ્ટ મંડળ-ટીમ દ્વારા અસામાન્ય આયોજન

‘અકિલા-લોહાણા મહાજન રાસોત્સવ'માં સાધુવાસવાણી સ્કુલની બાળાઓએ પ્રાચીન કૃતિઓ રજુ કરી સૌને મંત્રમુગ્ધ કરી દીધા
રાજકોટઃ રાજકોટ લોહાણા મહાજન આયોજીત ‘અકિલા-લોહાણા મહાજન રાસોત્સવ-ર૦ર૪' માં ગઇકાલે આઠમે નોરતે સાધુવાસવાણી સ્કુલ, રાજકોટની બાળાઓએ પ્રાચીન કૃતિઓ મહિસાસૂર વધ રણછોડ રંગીલા, તલવાર રાસ, ડાકલા રાસ, ટીપ્પણી, ગાગાર (ગલગોટો) વિગેરે રજુ કરીને ઉપસ્થિત મહાનુભાવો, હજ્જારો રઘુવંશીઓ-ખેલૈયાઓને રીતસર મંત્રમુગ્ધ કરી દીધા હતા. અકિલા પરિવારના મોભી, જ્ઞાતિશ્રેષ્ઠીશ્રી કિરીટભાઇ ગણાત્રા, અબતક દૈનિકના મેનેજીંગ તંત્રીશ્રી સતીષભાઇ મહેતા, સિનિયર એડવોકેટશ્રી બી.બી. ગોગીયા, એડવોકેટ શ્રી રવિભાઇ ગોગીયા, ગુજરાત આયુર્વેદ એસો.ના પ્રમુખ ડો. સંજયભાઇ જીવરાજાની રાજકોટ લોહાણા મહાજનના પ્રમુખશ્રી રાજુભાઇ પોબારૂ, કારોબારી પ્રમુખ ડો. નિશાંતભાઇ ચોટાઇ, અકિલાના એકઝીકયુટીવ એડીટર અને વેબ એડીશનના તંત્રી શ્રી નિમિષભાઇ ગણાત્રા, અગ્રણી બિલ્ડરશ્રી હિતેષભાઇ બગડાઇ સહિતના મહાનુભાવો તથા હજારો રઘુવંશીઓ અને ખેલૈયાએ પ્રાચીન કૃતિઓને નિહાળીને બાળાઓને શુભેચ્છા-આશીર્વાદ સાથે પ્રોત્સાહન પુરૂ પાડયું હતું. જે તસ્વીરમાં નજરે પડે છે.
રાજકોટ, તા. ૧૧ : રાજકોટ સહિત સમગ્ર ગુજરાતમાં નવરાત્રી મહોત્સવ અંતિમ ચરણમાં પહોંચ્યો છે ત્યારે વિશ્વના સૌથી મોટા લોહાણા મહાજન ‘રાજકોટ લોહાણા મહાજન' દ્વારા હરીશભાઇ લાખાણીનું ગ્રાઉન્ડ માધાપર ચોકડી, રાજકોટ ખાતે ‘અકિલા-લોહાણા, મહાજન રાસોત્સવ-ર૦ર૪'નું ભવ્ય -જાજરમાન -અસામાન્ય આયોજન કરવામાં આવ્યું છે અને રાસોત્સવના આ આયોજન સંદર્ભે સૌ કોઇ એક જ અવાજે કહે છે કે ‘‘આનાથી વધારે કંઇક હોય જ નહીં.''
અકિલા પરિવારના મોભી, જ્ઞાતિશ્રેષ્ઠી શ્રી કિરીટભાઇ ગણાત્રાના માર્ગદર્શન હેઠળ યોજાયેલ ‘અકિલા-લોહાણા મહાજન રાસોત્સવ-ર૦ર૪'માં સંપૂર્ણ પારિવારિક વાતાવરણમાં વિખ્યાત ગાયક કલાકારો પ્રસિધ્ધ ઓર્કેસ્ટ્રા અને અદ્યતન સાઉન્ડ સિસ્ટમના સંગાથે રાસ-ગરબાની ભારે રમઝટ બોલી રહી છે. હજ્જારો રઘુવંશીઓ-ખેલૈયાઓ રાસોત્સવમાં સંપૂર્ણ ઓતપ્રોત બની ગયા છે. ‘અકિલા લાઇવ'ના માધ્યમથી વિશ્વના લાખો લોકો દરરોજ ઘર બેઠા પણ રાસોત્સવની મજા માણી રહ્યા છે.
સમગ્ર રાસોત્સવને અકિલાના એકઝીકયુટીવ એડીટર અને વેબ એડીશનના તંત્રી શ્રી નિમિષભાઇ ગણાત્રાનો સતત સાથ, સહકાર, હૂંફ મળી રહ્યા છે.
માતાજીની આરાધના સાથે ખેલૈયાઓને પ્રોત્સાહિત કરવા ગઇકાલે આઠમા નોરતે અકિલા પરિવારના મોભી, જ્ઞાતિશ્રેષ્ઠી શ્રી કિરીટભાઇ ગણાત્રા, જામનગરના કાર્યદક્ષ ધારાસભ્ય શ્રીમતિ રીવાબા જાડેજા, અબતક દૈનિકના મેનેજીંગ તંત્રીશ્રી સતીષભાઇ મહેતા, આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ ટ્રેડ વિંગ પ્રમુખશ્રી શિવલાલભાઇ બારસીયા, રાજકોટ શહેર પ્રમુખશ્રી દિનેશભાઇ જોષી, ગુજરાત આયુર્વેદ એસોસીએશનના પ્રમુખ ડો. સંજયભાઇ જીવરાજાની, રાજકોટ લોહાણા મહાજનના પ્રમુખશ્રી રાજુભાઇ પોબારૂ, કારોબારી પ્રમુખ ડો. નિશાંતભાઇ ચોટાઇ, અકિલાના એકઝીકયુટીવ એડીટર અને વેબ એડીશનના તંત્રીશ્રી નિમિષભાઇ ગણાત્રા સિનીયર એડવોકેટ બી.બી. ગોગીયા એડવોકેટ રવિભાઇ ગોગીયા, જામનગરના જાણીતા એડવોકેટ હેમલભાઇ ચોટાઇ, રાજકોટ બિલ્ડર્સ એસોસીએશનના પ્રમુખશ્રી પરેશભાઇ ગજેરા, જે.એમ. જે. ગ્રુપના અગ્રણી મયુરધ્વજસિંહ જાડેજા, અગ્રણી બિલ્ડરશ્રી હિતેષભાઇ બગડાઇ, શ્રીમતિ પૂનમબેન બગડાઇ, ડો. રાજેશભાઇ તેલી, શ્રી દિનેશભાઇ ચેતા અને શ્રી જયમીનભાઇ ચેતા, વિખ્યાત, પ્રભુનવમ પ્રોજેકટના સંયુકત ડેવલપરશ્રી પંકજભાઇ અકબરી, શ્રીમતિ ભાવનાબેન અકબરી, આરસીસી બેન્કના મેનેજીંગ ડીરેકટર ડો. બીનાબેન કુંડલીયા, ડો. સંકલ્પભાઇ વણઝારા, આમ આદમી પાર્ટી રાજકોટના હોદ્દેદારોશ્રી સહદેવસિંહ સરવૈયા, પરેશભાઇ શીંગાળા, માયાબેન સોનછાત્રા, ભાવિનભાઇ તન્ના, અમિતભાઇ તેજુરા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
પ્રિન્સ, પ્રિન્સેસ, વેલડ્રેસ સહિતના વિજેતાઓને આકર્ષક ઇનામો આપવામાં આવ્યા હતા. આવતીકાલે મેગા ફાઇનલ યોજાનાર છે જેમાં આઠ તોલા સોનુ, બાઇક, એકટીવા સહિતના લાખેણા ઇનામો વિજેતાઓને આપવામાં આવશે.
ગઇકાલે સાધુ વાસવાણી સ્કુલ, રાજકોટની બાળાઓએ મહીસાસૂર વધ, રણછોડ રંગીલા, તલવાર રાસ, ડાકલા રાસ, ટીપ્પણી, ગાગર (ગલગોટો) જેવી પ્રાચીન કૃતિઓ રજુ કરીને હાજર રહેલ હજ્જારો લોકોને મંત્રમુગ્ધ કરી દીધા હતા.
ગઇકાલે પ્રિન્સેસ તથા કીડઝ પ્રિન્સેસ તરીકે મનાલી સોમૌયા, દર્શના પાબારી, સાલુ ઠાકુર, સેજલ ગોકાણી, હરીદા ઠકરાર, બ્રીન્દ્રા પોપટ, હેત્વી ગન્ડેચા, રૂચિ રાજદેવ, રાશી કટારીયા, ઉર્વશી ચંદારાણા, પ્રિયાંશી હાપલીયા, નિત્યા જસાણી, સાર્ચી કોટેચા, ખુશી મજીઠીયા, બ્રીજલ સેજપાલ, નિયતિ સોનછાત્રા, નિત્યા ગન્ડેચા તથા વેલડ્રેસમાં રાધિકા તન્ના અને રૂદ્રા વિઠ્ઠલાણી વિજેતા બન્યા હતા.
પ્રિન્સ તથા કિડઝ પ્રિન્સ તરીકે રૂદ્ર તન્ના, મલયમ સોમૈયા, રાજ, ઉમંગ, મંથન, સુજલ, તન્મય, કુલીન, આશુતોષ, દિશાંત રીશિત દતાણી, ધ્યાનમ ચંદારાણા ધવલ ભૂપતા, ધ્યેય અઢીયા, જીયાન તન્ના, વિશેષ ગોકાણી તથા વેલડ્રેસમાં સ્પર્શ કારીયા વિજેતા બન્યા હતા.
હજ્જારો ખેલૈયાઓની આતુરતાનો અંત લાવનાર ‘અકિલા લોહાણા મહાજન રાસોત્સવ-૨૦૨૪'ને સફળ બનાવવા માટે રાજકોટ લોહાણા મહાજનના પ્રમુખ શ્રી રાજુભાઇ પોબારૂ, કારોબારી પ્રમુખ ડો.નિશાંતભાઇ ચોટાઇ, મહાજન ઉપપ્રમુખ શ્રીમતિ રૂપલબેન રાજદેવ, મંત્રી શ્રીમતી રીટાબેન કોટક, ખજાનચી શ્રી ધવલભાઇ કારીયા, રાસોત્સવના પ્રોજેકટ ચેરમેનશ્રી હિરેનભાઇ ખખ્ખર, લોહાણા મહાજનના ટ્રસ્ટીઓશ્રી હરીશભાઇ લાખાણી, શ્રી જીતુભાઇ ચંદારાણા, શ્રી કિશોરભાઇ કોટક, એડવોકેટ શ્યામલભાઇ સોનપાલ, ડો.પરાગભાઇ દેવાણી, એડવોકેટ તુષારભાઇ ગોકાણી, શ્રી શૈલેષભાઇ પાબારી, શ્રી દિનેશભાઇ બાવરીયા, એડવોકેટ મનિષભાઇ ખખ્ખર, ડો.જનકભાઇ ઠક્કર, શ્રી મુકેશભાઇ પાબારી, ડો.ભાવેશભાઇ સચદે, ડો.ચેતનભાઇ હિન્ડોચા, શ્રી ધવલભાઇ ખખ્ખર, શ્રીમતિ રીટાબેન કુંડલીયા, શ્રીમતિ અલ્પાબેન બરછા, શ્રીમતિ અલ્કાબેન પુજારા, શ્રીમતિ નિકીતાબેન નથવાણી, ડો.કૃપાબેન ઠક્કર, શ્રીમતિ ભાવિનીબેન ખખ્ખર, શ્રીમતિ સીમાબેન રાજદેવ, વિખ્યાત નવરંગ ગ્રુપ રાજકોટના શ્રી પરેશભાઇ ચગ, અજયભાઇ ખખ્ખર, લોહાણા મહાજન વાડી એડમિનિસ્ટ્રેટર હિતેનભાઇ દક્ષિણિ- પારેખ સહિતના અગ્રણીઓ ભારે જહેમત ઉઠાવી રહયા છે.
(3:41 PM IST)










