<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 11th October 2024

લોકો દંડ ભરવા છતા સુધરતા નથીઃ ગંદકી બદલા વધુ ૧૦ હજારનો ચાર્જ વસુલાયો

શહેરમાંથી વધુ ૪૪ લોકો પાસેથી ૧.૪૩ કિલો પ્રતિબંધીત પ્‍લાસ્‍ટીક જપ્‍ત

રાજકોટ,તા. ૧૧: મહાનગરપાલિકા દ્વારા પ્‍લાસ્‍ટિક વેસ્‍ટ મેનેજમેન્‍ટ (એમેન્‍ડમેન્‍ટ) રૂલ્‍સ-૨૦૨૧ અન્‍વયે ત્રણેય ઝોન વિસ્‍તારઅલગ અલગ મુખ્‍ય માર્ગો પર સોલીડ વેસ્‍ટ મેનેજમેન્‍ટ વિભાગની ટીમ દ્રારા પ્રતિબંધિત પ્‍લાસ્‍ટિક જપ્ત કરવાનીતથા ગંદકી કરતા લોકો પાસેથી દંડ વસુલ કરવાની કામગીરી હાથ ધરવામાંઆવી હતી. જેમાં ત્રણેય ઝોનમાંથી કુલ ૪૪ લોકો પાસેથી ૧.૪૩ કી.ગ્રા. પ્રતિબંધિત પ્‍લાસ્‍ટિક જપ્ત કરી તથા ગંદકી કરતા લોકો પાસેથી રૂ.૧૦૬૦૦/-નો વહીવટી ચાર્જ વસુલ કરવામાં આવ્‍યો હતો.

સેન્‍ટ્રલ ઝોનનાવિવિધ મુખ્‍ય માર્ગો પર ઝુંબેશરૂપે પ્રતિબંધીત પ્‍લાસ્‍ટીકનું વેચાણ કરતા ૧૮ લોકો પાસેથી ૦.૩ કિ.ગ્રા. પ્રતિબંધિત પ્‍લાસ્‍ટીકᅠ જપ્ત કરી તથા ગંદકી કરતા લોકો પાસેથી રૂ ૪૧૫૦/-નો વહીવટી ચાર્જ વસુલવામાં આવેલ છે.

વેસ્‍ટ ઝોનના વિવિધ મુખ્‍ય માર્ગો પર ઝુંબેશરૂપે પ્રતિબંધીત પ્‍લાસ્‍ટીકનું વેચાણ કરતા ૧૩ લોકો પાસેથી ૦.૫૮ કિ.ગ્રા. પ્રતિબંધિત પ્‍લાસ્‍ટીકᅠ જપ્ત કરી તથા ગંદકી કરતા લોકો પાસેથી રૂ ૨૯૫૦/-નો વહીવટી ચાર્જ વસુલવામાં આવેલ છે.

ઈસ્‍ટ ઝોનનાવિવિધ મુખ્‍ય માર્ગો પરઝુંબેશરૂપે પ્રતિબંધીત પ્‍લાસ્‍ટીકનું વેચાણ કરતાᅠ૧૩ લોકો પાસેથીᅠ૦.૫૫ કિ.ગ્રા.પ્રતિબંધિત પ્‍લાસ્‍ટીકજપ્ત કરીતથા ગંદકી કરતા લોકો પાસેથી રૂ.૩૫૦૦/-નો વહીવટી ચાર્જ વસુલવામાં આવેલ છે.

ઉપરોક્‍ત કામગીરી મ્‍યુનિસિપલ કમિશનરની સુચના અને નાયબ મ્‍યુનિસિપલ કમિશનરના માર્ગદર્શન હેઠળ પર્યાવરણ ઈજનેર તેમજ ત્રણેય ઝોનના નાયબ પર્યાવરણ ઇજનેરના સુપરવિઝનમાં આસી. ૫ર્યાવરણ ઇજનેર/ᅠસેનીટેશન ઓફિસરની હાજરીમાં સેનેટરી ઇન્‍સ્‍પેકટર/ સેનેટરી સબ ઇન્‍સ્‍પેકટર દ્રારા કરવામાં આવેલ.

(3:45 PM IST)