<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 11th October 2024

‘અકિલા-લોહાણા મહાજન રાસોત્‍સવ'માં સ્‍વ. રતન ટાટાને શ્રધ્‍ધાંજલી અર્પણ કરાઇ

રાજકોટ, તા. ૧૧ :  ભારતના ઔદ્યોગિક જગતના કરોડરજ્જુ સમાન અને સમગ્ર વિશ્વમાં ભારતને ખ્‍યાતિ અપાવનાર ઉદ્યોગપતિશ્રી રતનટાટાનું દુઃખદ અવસાન થયું છે.

વિશ્વના સૌથી મોટા લોહાણા મહાજન ‘રાજકોટ લોહાણા મહાજન'  દ્વારા આયોજીત ‘અકિલા-લોહાણા મહાજન રાસોત્‍સવ-ર૦ર૪'માં ગઇકાલે રાજકોટ લોહાણા મહાજનના પ્રમુખશ્રી રાજુભાઇ પોબારૂ, કારોબારી પ્રમુખ ડો. નિશાંતભાઇ ચોટાઇ સહિતના સમગ્ર ટ્રસ્‍ટી મંડળ-ટીમ, હાજર રહેલ હજ્‍જારો રઘુવંશીઓ ખેલૈયાઓએ સ્‍વ. રતન ટાટાને બે મિનિટ મૌન પાળીને ભારે હૃદયે શ્રધ્‍ધાંજલી અપર્ણ  કરી હતી. તસ્‍વીરમાં નજરે પડે છે. સ્‍વ. રતનટાટાની વિદાયથી ભારતને કદી ન પુરાય તેવી ખોટ પડી હોવાનું લોહાણા મહાજન પ્રમુખ શ્રી રાજુભાઇ પોબારૂ અને કારોબારી પ્રમુખ ડો. નિશાંતભાઇ ચોટાઇએ જણાવ્‍યું હતું.

(3:47 PM IST)