News of Friday, 11th October 2024
અકિલા-લોહાણા મહાજન રાસોત્સવમાં વિજેતાઓને ઇનામ વિતરણ : ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે

રાજકોટ, : રાજકોટ લોહાણા મહાજન આયોજીત-ર૦ર૪માં ગઇકાલે આઠમે નોરતે પ્રિન્સ, પ્રિન્સેસ, વેલડ્રેસ સહિતના વિજેતાઓને ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે ૩પ જેટલા આકર્ષક ઇનામો આપવામાં આવ્યા હતા. રાજકોટ લોહાણા મહાજનના પ્રમુખશ્રી રાજુભાઇ પોબારૂ, શ્રીમતિ સ્નેહાબેન રાજુભાઇ પોબારૂ, લોહાણા, મહાજનના કારોબારી પ્રમુખ ડો. નિશાંતભાઇ ચોટાઇ, ડો. શ્રીમતિ નિશિતાબેન નિશાંતભાઇ ચોટાઇ, અકિલા પરિવારના શ્રીમતી કિરણબેન નિમિષભાઇ ગણાત્રા, ધન્વીબેન નિમિષભાઇ ગણાત્રા, માહીબેન નિમિષભાઇ ગણાત્રા, શ્રી અમીતભાઇ રૂપારેલીયા, શ્રીમતિ ચેતનાબેન અમીતભાઇ રૂપારેલીયા, જામનગરના એડવોકેટ શ્રી હેમલભાઇ ચોટાઇ, ડો. હેમાંગભાઇ ઠકરાર,શ્રી હિરેનભાઇ સૂચક, શ્રી મધુભાઇ રાજાણી, શ્રીમતિ શિલ્પાબેન મધુભાઇ રાજાણી, રઘુવંશી ચિલ્ડ્રન સોસાયટીના હોદ્દેદારોશ્રી રમણભાઇ કોટક, જયંતભાઇ પાંઉ, મનોજભાઇ તન્ના અને માનસીબેન શીંગાળા, શ્રી મયુરભાઇ રાઠોડ, શ્રી હિરેનભાઇ ખખ્ખર, શ્રીમતિ કલ્પનાબેન હિરેનભાઇ ખખ્ખર, શ્રીમતિ રીટાબેન ભૂપેન્દ્રભાઇ કોટક, શ્રીમતિ રીટાબેન સતીષભાઇ કુંડલીયા, શ્રી જીતુભાઇ ગણાત્રા, શ્રીમતિ કિરણબેન જીતુભાઇ ગણાત્રા, શ્રી ધવલભાઇ કારીયા, શ્રી ધવલભાઇ ખખ્ખર, શ્રી હિતેષભાઇ અનડકટ, જીગરભાઇ વિઠ્ઠલાણી, મૌલિકભાઇ ચાંદ્રાણી, ભૂવનેશ્વભાઇ ચાંદ્રાણી સહિતના મહાનુભાવો વિજેતાઓને ઇનામ આપતા નજરે પડે છે. પાંચેય નિર્ણાયકો ડો. અવનીબેન પટેલ, શ્રી નિલદીપભાઇ પટેલ, ધવલભાઇ પટેલ, સરોજબેન પટેલ તથા પાયલબેન પટેલને રાજકોટ લોહાણા મહાજનના પ્રમુખશ્રી રાજુભાઇ પોબારૂના હસ્તે મોમેન્ટો અર્પણ કરવામાં આવ્યા હતા. ‘અકિલા- લોહાણા મહાજન રાસોત્સવ-ર૦ર૪'નું ભવ્ય-જાજરમાન-અદકેરૂ-જ્ઞાતિએ એકતાના ભાગરૂપે સફળ આયોજન કરવા બદલ રઘુવંશી ચિલ્ડ્રન સોસાયટી, રાજકોટ દ્વારા રાજકોટ લોહાણા મહાજનના પ્રમુખશ્રી રાજુભાઇ પોબારૂ, કારોબારી પ્રમુખ ડો. નિશાંતભાઇ ચોટાઇ સહિતના ટ્રસ્ટીઓનું સન્માન પત્ર મોમેન્ટો આપી સન્માન કરવામાં આવ્યું હતું. જે દૃશ્યમાન થાય છે. (૯.રપ)
(3:48 PM IST)










