<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 11th October 2024

કોઇ કેજો કાનુડાને જઇ... અકિલા રઘુવંશી બીટ્‍સમાં ખેલૈયાઓ થીરકયા

અકિલા પરિવારના મોભી કિરીટભાઇ ગણાત્રાની વિશેષ ઉપસ્‍થિતિ : ભુલકાઓએ પણ રાસોત્‍સવની મજા માણી

રાજકોટ : સાધુ વાસવાણી રોડ ખાતે આયોજીત અકિલા - રઘુવંશી બીટ્‍સમાં આઠમાં નોરતે અકિલા પરિવારના મોભી અને રઘુવંશી જ્ઞાતિશ્રેષ્‍ઠી કિરીટકાકા ગણાત્રાએ ખાસ ઉપસ્‍થિત રહી આયોજનને બિરદાવ્‍યું હતું.

‘અકિલા- રઘુવંશી બીટસ ‘માં ‘મારૂં મન મોર બની થનગાટ કરે...' , ‘હો રાજ મને લાગ્‍યો કસુંબીનો રંગ...' , ‘કોઈ કેજો કાનુડા ને જઈ...' , ‘ધોર અંધારી રે રાતલડી માં...' , ‘કાચી કેરી અંગુર કાલા...' , ‘રસીયો રૂપાળો રંગ રેલીયો...' , ‘તને ચાર ચાર બંગડીવાળી ગાડી..' , ‘રોણા શેરમાં રે રોણા શેરમાં' , ‘મછરાળી મોગલ આવે...' , ‘વિરપુર વસે મારા જોગી જલીયાણ...' , ‘મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી...' , ના પ્રાચીન ગરબાઓની રમઝટ જામી હતી અને ‘વંદે માતરમ'  ના રાષ્ટ્રગીત દાંડીયાનું સમાપન કરેલ હતુ. ડેઈલી પાસ લેનાર માટે લકકી ડ્રો કરવામાં આવશે જેમાં વિજેતાઓને કાલીન્‍દી

ગઇકાલે ગ્રુપ-એ માં પ્રિન્‍સ તરીકે મન આહયા, આદીત્‍ય રૂપારેલીયા, આરવ કાનાબાર તથા પ્રિન્‍સેસ તરીકે હીર ગોસાઈ, જીયા ખંધેડીયા, રીવાંશી પરમાર વિજેતા બન્‍યા હતાં. તથા વેલડ્રેસ તરીકે વિવાન ઉનડકટ તથા પ્રિન્‍સેસમાં પલ સચદેવ તથા ગ્રુપ -બી માં પ્રિન્‍સ તરીકે ખાલપાડા ઉદીત તથા પ્રિન્‍સેસ તરીકે હેત્‍વી કકકડ, રીધ્‍ધી કાનાબાર, સ્‍નેહા કેસરીયા વિજેતા બન્‍યા છે તથા વેલડ્રેસમાં ઠકરાર પુજા તથા સી-ગ્રુપમાં પ્રિન્‍સ - પ્રિન્‍સેસ તરીકે ઠકરાર હીરેનભાઈ ભાઈ, ખુશીબેન સચદે, રોનકબેન માખેચા, પરીતાબેન સેરૈયા વિજેતા બન્‍યા હતાં.

આયોજકો મિતેશભાઈ રૂપારેલીયા, હિરેનભાઈ તન્ના, રાજેશભાઈ જટણીયા, પારસભાઈ ઉનડકટ, શરદભાઈ પોપટ, નૈનેશભાઈ દાવડા, સાગરભાઈ તન્‍તા, નિરવભાઈ પાંઉ, યશભાઈ રાઠોડ, રઘુરાજ રૂપારેલીયા, જયદેવભાઈ રૂપારેલીયા, લાલેશભાઈ ઘીયા, સાગરભાઈ કકકડ, ડો. મીલાપ ઠકકર (સદભાવના હોસ્‍પિટલ) સહિતની ટીમ પણ ખેલૈયાઓની સાથે સાથે રાસોત્‍વમાં મનભરીને ઝૂમ્‍યા હતાં.

આ પ્રસંગે હરીશભાઈ લાખાણી, મીનાબેન લાખાણી, કિશોરભાઈ કોટક, કમલેશભાઈ મીરાણી, વિક્રમભાઈ પુજારા, શીલ્‍પાબેન પુજારા, તરૂબેન ચંદારાણા, જીતુભાઈ કાટોળીયા (કોર્પોરેટર), દક્ષાબેન વસાણી (કોર્પોરેટર), ધર્મેન્‍દ્રભાઈ ભગત, સહિતના ઉપસ્‍થિત રહયાં હતાં.

રઘુવંશી ચીલ્‍ડ્રન સોસાયટીના હોદેદારો રમણભાઈ કોટક, જયંતભાઈ પાંઉ, મનોજભાઈ તન્ના, નીલેશભાઈ જોબનપુત્રા, કિશોરભાઈ ઘેલાણી, હીતેશભાઈ શીંગાળા, રાજેશભાઈ સાયાણી, દિવ્‍યાબેન સાયાણી, માનસીબેન શીંગાળા, નિશાબેન જોબનપુત્રા, રોનકબેન પારેખે આયોજનને બીરદાવ્‍યું હતું. વિશેષ માહિતી માટે (મો.૯૩૨૭૭ ૦૬૭૦૭,૮૭૫૮૫ ૮૫૮૪૮, ૯૫૭૪૩ ૩૯૩૩૯) પર સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.

(3:48 PM IST)