<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 11th October 2024

ઉમા ડાયનેમીક કલબમાં મહાઆરતીમાં માઁ ઉમિયાના નાદથી વાતાવરણ ગુંજ્‍યું : આગેવાનોની ઉપસ્‍થિતિ

રાજકોટ : યુડી કલબમાં આઠમાં નોરતે માતાજીની આરતીમાં માનવ મહેરામણ ઉમટી પડયું હતું. ભકિતમય વાતાવરણ સર્જાયું. માતાજીની આરતીની સાથો સાથ ખેલૈયાઓ પણ નવરાત્રીના અંતિમ ચરણમાં રાસ-ગરબાની જમાવટ કરી હતી. ખેલૈયાઓ આબેહુબ સ્‍ટેપ સાથે અને વિવિધ પરિધાનોમાં શોભી રહ્યા હતા.

આ પ્રસંગે સર્વે શ્રી પરષોતમભાઈ રૂપાલા-સાંસદ, રામભાઈ મોકરીયા-સાંસદ, રમેશભાઈ ટીલાળા-ધારસભ્‍ય, દર્શિતાબેન શાહ- ધારાસભ્‍ય નયનાબેન પેઢડીયા-મેયર નરેન્‍દ્રસિંહ જાડેજા-ડે.મેયરી જયમીન ઠાકર- સ્‍ટે.ચેરમેન, મોહનભાઈ કુંડારીયા-માજી સાંસદ, લલિતભાઈ કગથરા-માજી ધારાસભ્‍ય, લીલુબેન જાદવ, મનિષભાઈ રાડીયા-દંડક, મુકેશભાઈ દોશી, માધવભાઈ દવે, વિરેન્‍દ્રસિંહ ઝાલા, અશ્વિનભાઈ મોલીયા, જીવણબાપા ગોવાણી-પાટીદાર ભામશા, રમણભાઈ વરમોરા -ટ્રસ્‍ટી ઉમિયા માતાજી મંદીર સીદસર, શૈલેષભાઈ વૈશ્નણી- ટ્રસ્‍ટીશ્રી ઉમિયા માતાજી મંદીર સીદસર, ગૌતમભાઈ ધમસાણીયા-પ્રેસીડન્‍ટ રાજ્‍કોટ ચેમ્‍બરઓફ કોમર્સ, સંજયભાઈ જાકાસણીયા-બેકબોન ગ્રુપ, પુષ્‍કરભાઈ પટેલ-કોર્પોરેટર, અશ્વિનભાઈ બોડા-ક્રેડેન્‍સ ગ્રુપ, આર.પી.પટેલ-પ્રેસીડેન્‍ટ વિશ્વ ઉમિયા ફાઉન્‍ડેશન, બાબુલાલ પટેલ-પ્રમુખ ઉમિયા માતાજી મંદીર ટ્રસ્‍ટ ઉંઝા, મોલેશભાઈ ઉકાણી- ચેરમેન ઉમિયા માતાજી મંદીર ટ્રસ્‍ટ સીદસર, જેરામભાઈ વાંસજાળીયા-પ્રમુખ ઉમિયા માતાજી મંદીર ટ્રસ્‍ટ સીદસર, અરવિંદભાઈ કણસાગરા-પ્રમુખ ઉમિયા માતાજી મંદીર સંસ્‍થા રાજકોટ, ગોવિંદભાઇ વરમોરા- ઉપ પ્રમુખ ઉમિયા માતાજી મંદીર ટ્રસ્‍ટ ઉંઝા, નિલેશભાઇ ધુલેશીયા-પ્રમુખ ઉમિયા માતાજી મંદીર ગાંઠીલા, બાબુભાઇ ઘોડાસરા-એક્‍સ. કલેક્‍ટર, મનસુખભાઇ પાણ-ટ્રસ્‍ટી શ્રી ઉમિયા માતાજી મંદીર સિદસર, વલ્લભભાઇ વડલીયા- ટ્રસ્‍ટી ઉમિયા માતાજી મંદીર સિદસર, બિપિનભાઈ હદવાણી-ગોપાલ નમકીન, નિખિલભાઈ પટેલ- ટ્રસ્‍ટી ઉમિયા માતાજી મંદીર સિદસર, ફુલ્લભાઇ હદવાણી-ગોકુલ નમકીન, નંદલાલભાઇ માંડવીયા, જગદીશચંદ્ર કોટડીયા-ઉપ પ્રમુખ ઉમિયા માતાજી મંદીર સિદસર, વસંતભાઈ ભાલોડીયા-આર્કેવ ફાર્મા, નાથાભાઇ કાલરીયા- ટ્રસ્‍ટી ઉમિયા માતાજી મંદીર સિદસર, દિલિપભાઈ લાડાણી-આર્કીટેક, વિનેશભાઈ ટીલવા-ઓર્બિટ બેરિંગ, રાજેશભાઇ ભાલોડીયા-ગેલેક્‍સી ગ્રુપ, જેન્‍તીભાઈ ફળદુ-ઉમિયા ક્રેડિટ કો.ઓ.સોસાયટી લિ., જયેશભાઈ પટેલ- ઉમિયા માતાજી મંદીર સિદસર, ચીમનભાઈ સાપરીયા- ઉપ પ્રમુખ ઉમિયા માતાજી મંદીર સિદસર, વલ્લભભાઈ વરમોરા- વરમોરા ગ્રુપ, સ્‍મિતભાઈ કનેરીયા- ક્‍લાસિક ગ્રુપ, નિતિનભાઈ પટેલ- ફિલ્‍ડ માર્શલ ગ્રુપ, પ્રવિણભાઇ પટેલ-સંગઠન પ્રમુખ ઉંઝા, જીતુભાઈ પટેલ- યુવા સંગઠન ચેરમેન વિશ્વ ઉમિયા ફાઉન્‍ડેશન, ધરમશીભાઈ સીતાપરા, મેનેજીંગ ડાયરેક્‍ટર એસ.કે.પી. ભવન હરીદ્વાર, મુળજીભાઈ ભીમાણી- પ્રમુખ પાટીદાર ભવન અયોધ્‍યા, શીવલાલભાઈ આદ્રોજા- ટ્રસ્‍ટી એસ.કે.પી. ભવન હરીદ્વાર, રમેશભાઈ રાણીપા- ટ્રસ્‍ટી ઉમિયા માતાજી મંદીર સિદસર, અમિતભાઇ ત્રાંબડીયા- ટ્રસ્‍ટી શ્રી ઉમિયા માતાજી મંદીર સિદસર વગેરેએ માતાજીની આરતી કરી હતી.

 

(3:51 PM IST)