News of Friday, 11th October 2024
રોટરી કલબ મીડટાઉન દ્વારા સેવાયજ્ઞ
જોય ઓફ ગીવીંગ પ્રોજેકટ અને ડેન્ટલ ચેકઅપ - કીટ વિતરણની થતી પ્રવૃત્તિઓ

રાજકોટ તા. ૧૧ : રોટરી કલબ ઓફ રાજકોટ મીડટાઉન દ્વારા છેલ્લા બે મહીનામાં બે મોટા પ્રોજેકટ હાથ ધરાયા છે. ‘જોય ઓફ ગીવીંગ' પ્રોજેકટમાં લોકો પાસેથી નવા-જુના કપડા એકત્ર કરી જરૂરતમંદ સુધી પહોંચાડવામાં આવે છે. જયારે બીજો પ્રોટેકજ ‘ડેન્ટલ ચેકઅપ'નો છે. જેમાં ગરીબ મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓના દાંતની તપાસ કરી ટુથબ્રશ-ટુથપેસ્ટ સહીતની વસ્તુઓની કીટ આપવામાં આવે છે.
‘અકિલા' ખાતે વિગતો વર્ણવતા રોટરી કલબના બહેનોએ જણાવ્યુ હતુ કે જોય ઓફ ગીવીંગ પ્રોજેકટ અંતર્ગત એક મહીનામાં ૨૦,૦૦૦ કપડાઓનું કલેકશન કરાયુ હતુ. ઉપરાંત રોટરી મમ્બર્સ, રેસકોર્ષ લાફીંગ કલબ, રોટરી લાયબ્રેરી પરિવાર તરફથી નવા જુના કપડા એકત્રિત કરાયા હતા. સભ્યો તરફની મળેલી રકમમાંથી પણ નવા કપડા ખરીદી જરૂરતમંદ લોકો સુધી પહોંચાડવામાં આવેલ.
આ કપડાનું વિતરણ રોટરેક કલબસ, ઇન્ટરેક કલબ દ્વારા સ્લમ વિસ્તારની સસ્થાઓનો સહયોગ લઇને કરાયુ હતુ. અખિલ હિન્દ મહિલા પરિષદ દ્વારા રામનાથપરા, લોહાનગર, ગંજીવાડા સહીતના વિસ્તારો તેમજ અનિતાબેન શાહ સાથે જામનગર રોડ ઝુપડપટ્ટીીમાં વિતરણ કરાયુ હતુ. રોટરી કલબ ઓફ ટી.એન. રાવ કોલેજ, ઇન્ટરેકટ કલબ ઓફ જીનીયસ સ્કુલ, ઇન્ટરેક કલબ ઓફ એલ.બી.એસ. સ્કુલના સભ્યો પણ આ કાર્યમાં જોડાયા હતા.
જોય ઓફ ગીવીંગ પ્રોજેકટ બાનુબેન ધકાણ સંભાળી રહ્યા છે. તેમના માર્ગદર્શન હેઠળ રોટરી મીડ ટાઉનના બહેનો આ કાર્યને આગળ વધારી રહ્યા છે.
જયારે રોટરી મીડટાઉનનો બીજો પ્રોજેકટ ‘ડેન્ટલ ચેકઅપ અને કીટ વિતરણ'નો છે. જેમાં આર.એમ.સી.ની શાળાઓ તેમજ પછાત વિસ્તારની શાળાઓના વિદ્યાર્થીઓના દાંતની તપાસ કરી ટુથબ્રશ, ટુથપેસ્ટ સહીતની કીટનું વિતરણ કરાયુ હતુ.
એલ.બી.એસ. ગર્લ્સ સ્કુલ, ચાણકય સ્કુલ, આર.એમ.સી. ૫૮ નં. શાળા, રાધાબાઇ અકબરી સ્કુલ, રમેશભાઇ છાયા ગર્લ્સ સ્કુલ, આર.એમ.સી. શાળા નં. ૮, લક્ષ્મીબાઇ સ્કુલ, હરીપર સરકારી સ્કુલ, કોટક ગર્લ્સ સ્કુલ, આરે.એમ.સી. શાળા નં. ૫૯, શાળા નં. ૪૪, રમેશભાઇ છાયા સ્કુલ ઉપરાંત અન્ય શાળાઓના મળીને ૭૦૦૦ વિદ્યાર્થીઓને આવી કીટનું વિતરણ કરાયુ હતુ.
સંસ્થાના સહયોગથી એરપોર્ટ રોડ પર આવેલ રોટરી લલિતાલય હોસ્પિટલમાં કોઇપણ વ્યક્તિને દાંતના ફ્રી ચોકઠા, ફ્રી રૂટ કેનાલ સહીતની ટ્રીટમેન્ટની સેવા ચાલુ છે.
આ પ્રોજેકટમાં ડાયરેકટર ડો. નિષિથભાઇ સંઘવી, કો.ડાયરેકટર ડો. નિલેશભાઇ રાવલ, ડો. ભુષણભાઇ કાલરીયા તેમજ ડેન્ટલ કીટ વિતરણ પ્રોજેકટમાં કલબના પ્રમુખ દિવ્યેશભાઇ અઘેરા અને અન્ય સભ્યો જહેમત ઉઠાવી રહ્યા છે.
તસ્વીરમાં ‘અકિલા' ખાતે વિગતો વર્ણવતા રોટરી કલબના સર્વશ્રી ડો. બાનુબેન ધકાણ, અનિલભાઇ જશાણી, શીતલબેન અઘેરા, તુષાબેન વોરા, નીતાબેન મોટલા નજરે પડે છે. (તસ્વીર : સંદીપ બગથરીયા)
(3:52 PM IST)










