<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 11th October 2024

કાલે રાક્ષસ દહન, આતશબાજીઃ લાઇટ એન્‍ડ સાઉન્‍ડ લેસર શો

રામચંદ્રને રાવન કો મારા, તોડ દિયા અભિમાન સારા, એક બુરાઇ રોજ હટાઓ ઔર દશહરા રોજ મનાઓ... : વિહિપ દ્વારા રેસકોર્ષ મેદાનમાં કાલે સાંજે ૭ વાગ્‍યે માણવા જેવો કાર્યક્રમઃ સ્‍થળ પર શષા પૂજન અને રકતદાન શિબિર

રાજકોટ, તા., ૧૧:  વિ.હિ.૫. બજરંગદળ - દુર્ગાવાહીની દ્વારા વિજયાદશમીની  ભાવભેર, ઉત્‍સાહભેર ઉજવણી કરવામાં આવે છે. જેના સંદર્ભમાં આ વર્ષે પણ કાલે તા. ૧૨/૧૦ને શનિવારે રેસકોર્ષ મેદાન ખાતે ફન વર્લ્‍ડની બાજુમાં સાંજે ૭-૦૦ કલાકે અનેકવિધ કાર્યક્રમોની હારમાળા સર્જાવાની છે. આ વર્ષે પૂતળા દહન શષા પૂજન - આતશબાજી સાથે નવીનતમ લેસર શોનું પણ આયોજન કરવામાં આવ્‍યું છે. લેસર શોમાં અદ્યતન લાઈટ એન્‍ડ સાઉન્‍ડ ઈફેકટ દ્વારા ધર્મભક્‍તિ અને રાષ્‍ટ્રશક્‍તિનો સમન્‍વય યોજી ઉપસ્‍થિત તમામ લોકોને પસંદ પડે તેવો શો યોજાવાનો છે. આ શો જોવા દર વર્ષે વધુને વધુ લોકો જોડાતા જાય છે તેમજ આ શો માં અનેકવિધ ગીતોનો સમાવેશ કરવામાં આવશે. આમ એક નવુ આકર્ષણ ઉમેરાતા પ્રજાજનોને દર વર્ષ કરતાં પણ વિશેષ આનંદ આવશે અને લોકો બહોળી સંખ્‍યામાં જોડાશે.

આ વર્ષે પણ ગુજરાતના સૌથી ઉચા પૂતળા બનાવવાનો રાજકોટનો રેકોર્ડ અકબંધ રહયો છે. આ વખતે ગુજરાતના સૌથી ઉચો ૬૦ ફૂટનો રાક્ષસ રૂપી રાવણ તથા અન્‍ય ૩૦-૩૦ ફૂટ ઉંચા પૂતળા બનાવવામાં આવ્‍યા છે. આ પૂતળાઓ બનાવવા માટે ખાસ આગ્રા (યુ.પી.) થી તેના સ્‍પેશ્‍યાલિસ્‍ટ કારીગરોને રાજકોટ બોલાવવામાં આવ્‍યા છે જેમની ૨૫ થી વધુ લોકોની ટીમ દ્વારા મહિનાઓની જહેમત બાદ આ પુતળા તૈયાર થાય છે.

દર વર્ષની માફક આ વર્ષે પણ રાક્ષસ દહન વખતે અવનવા રંગબેરંગી પ્રકારના ફટાકડાઓની આતશબાજીથી કાર્યક્રમ સ્‍થળે દિવાળી જેવો માહોલ રચાશે. આ વર્ષે ખાસ તામીલનાડુથી મંગાવવામાં આવેલ ફટાકડાની અવનવી વેરાયટીઓ જેવી કે ૫૦૦ મલ્‍ટી શોટ, ૨૪૦ રંગીન ફેન્‍સી શોટ, ૨૪૦ રંગીન મલ્‍ટી મ્‍યુઝીક શોટ, ૧૦૦ મ્‍યુઝીકલ કલર શોટ, ૧૦૦ મલ્‍ટી મ્‍યુઝીકલ કલર શોટ, ૧૦૦ કલરફુલ શોટ, ૫૦ મ્‍યુઝીકલ ફેન્‍સી કલર શોટ, ૫૦ ફેન્‍સી સાયરીંગ મ્‍યુઝીક શોટ તેમજ ૨૫૦૦ ફુટ ઉપર ફુટી શકે એવા હેવી શોટ જેમાં મીરચી હેવી શોટ, થોર આતશબાજી શોટ, મલ્‍ટી મીકસ આતશબાજી હેવી, રેડ સાવર, લીલ સાવર, લાલ કલર ઝુમખા હેવી શોટ, બેડ સ્‍ટ્રીટ બોય હેવી શોટ, નીલા એન્‍જલ શોટ, પંટર સ્‍ટ્રોમ, પાયો રંગીન, લીંબાગીડી, સ્‍કાય ફલોર, કેપેસીનો, ગોલ્‍ડ સ્‍ટાર, બાસ્‍કેટ બોલ, જય હો, કીલર, પોપઅપ કેન્‍ડી, સિલ્‍વર કેન્‍ડી, ઓરેન્‍જ કેન્‍ડી, ગ્રીન કેન્‍ડી, સિલ્‍વર કેન્‍ડી, બઝી મ્‍યુઝીક, ગોલ્‍ડ રસ, કલરપીન જોર ડયુલક્‍સ, લક્કી ડ્રોસ, ગ્રાન્‍ડ માસ્‍ટર, રેડ રીવેરીય, ક્રિસ્‍ટોન હેવી શોટ વિગેરેની આતશબાજી જોઈને બાળકો સહિત મોટેરા તમામ આનંદિત થઈને ઝુમી ઉઠશે.

દર વર્ષે પ્રજાજનો સ્‍વયંભૂ રીતે જ પૂતળાદહન અને આતશબાજી જોવા માટે ઉમટી પડે છે. આ વર્ષે તેમાં એક નવા નજરાણાનો સમાવેશ કરી લાઈટ એન્‍ડ સાઉન્‍ડ પર આધારીત થીમ બેઈઝ લેસર શો નું આયોજન કરવામાં આવ્‍યું છે. આ લેસર શો ના સંચાલક ડી.જે. અમર ઠાકર કરશે. આ તકે સંચાલક દ્વારા  જણાવવામાં આવ્‍યું છે કે, તેઓ દ્વારા દશેરા નિમિતે અલગ-અલગ પ્રકારની લાઈટ એન્‍ડ સાઉન્‍ડ સિસ્‍ટમના ઉપયોગ થકી લેસર શો કરવામાં આવશે જેમાં ખાસ કરીને બાળકોને મજા પડી જાય તે રીતના ડી.જે. વીથ લેસર શ કરવામાં આવશે અને આ લેસર શો માં ધર્મભકિતથી રાષ્‍ટ્રભકિત સુધીના ગીતોની સફર સાથે અધ્‍યતન ટેકનોલોજીના માધ્‍યમથી લેસર એન્‍ડ સાઉન્‍ડ શ તથા સાથે ભવ્‍ય આતશબાજી કરવામાં આવશે. આ લેસર શોમાં ખાસ સ્‍વીઝલેન્‍ડ બનાવટની લેસર લાઈટની સ્‍પેશીયલ ઈફેકટ સાથે આ શો યોજવામાં આવશે જેમાં મુખ્‍ય બાર ખૂબ જ અતિ આધુનિક લેસર તથા અન્‍ય લેસર લાઈટ દ્વારા આ શો કરવામાં આવશે. તેમજ લેસર લાઈટ દ્વારા ડીમ શોના અદભૂત દૃશ્‍યો જેમાં ફોગીંગ દ્વારા લેસર શો કરવામાં આવશે તેમજ આતશબાજી અને લેસર શોનું કોમ્‍બીનેશન કરી આ લેસર શો કરવામાં આવશે.  ધર્મભકિતથી રાષ્‍ટ્રભકિત સુધીની સહેલ કરાવતો આ લેસર શો અચુક માણવા જેવો છે. તો તમામ લોકોએ સમયસર પોતાનું સ્‍થાન લેવા સમિતિ દ્વારા આગ્રહભરી વિનંતી કરવામાં આવી છે.

 આ વખતે પ્રથમવાર સામાજીક જવાબદારીના ભાગ રૂપે એક રકતદાન શીબીરનું આયોજન કરવામાં આવ્‍યું છે. રક્‍તદાતાઓ રાક્ષસ દહનના કાર્યક્રમ સ્‍થળે બનાવવામાં આવેલ એક વિશેષ મંડપમાં રકતદાન કરી શકે તેવી અલાયદી વ્‍યવસ્‍થા તજજ્ઞોની દેખરેખમાં કરવામાં આવી છે. આ કેમ્‍પ ખાતેથી રકતદાન કરનાર રકતદાતાને પોતાનું બ્‍લડગ્રુપ સહિતની માહિતી મળી શકશે. તો આ સેવા કાર્યમાં જોડાવવા અનુરોધ કરવામાં આવ્‍યો છે.

આ રાક્ષસ દહન કાર્યક્રમમાં રાજકોટ શહેરના તમામ નાગરીકો ઉપસ્‍થિત રહેતા હોય જેથી તેમની કાર્યક્રમ સ્‍થળે વાહન પાર્ક ન કરતા રેસકોર્ષ ગ્રાઉન્‍ડની બાજુમાં ક્રિકેટ સ્‍ટેડીયમ પાસે, ચૌધરી હાઈસ્‍કૂલના મેદાનમાં તથા ર્પાકિંગ વાળી જાહેર જગ્‍યા હોય ત્‍યાં વ્‍યવસ્‍થા કરવામાં આવી છે જેથી તમામ નાગરીકોને નિયત સ્‍થળોએ પોતાના વાહનો પાર્ક કરી અને કાર્યક્રમ સ્‍થળે આવવા વિ.હિ.૫. દ્વારા અનુરોધ કરવામાં આવ્‍યો છે.

વિજયા દશમી નિમિતે દરેક હિન્‍દુ સમાજમાં શષાોનું પુજન કરવાનું પણ અનેરૂ મહત્‍વ રહેલુ છે. બાળકોને હિન્‍દુ સંસ્‍કળતિ અને રીત-રીવાજો વિશે જાગળતિ રહે તથા આપણા સંસ્‍કાર સાથે બાળકો જોડાયેલા રહે તેવા હેતુસર કાર્યક્રમ સ્‍થળે એક ખાસ પંડાલ દર વર્ષની માફક બનાવવામાં આવ્‍યો છે. આ પંડાલમાં શષાો સજાવવામાં આવશે. જેના પૂજનનો લાભ તમામ પ્રજાજનો લઈ શકશે તેવું સુંદર આયોજન કરવામાં આવ્‍યું છે. આ સમગ્ર આયોજન જેમાં પૂતળાદહન શષા પૂજન - અતિભવ્‍ય નવીનતમ આતશબાજી તથા લેટેસ્‍ટ સાઉન્‍ડ એન્‍ડ લાઈટ ઈફેકટ લેસર શો સહિતના કાર્યક્રમો યોજાવાના છે જેનો રાજકોટના લોકો બહોળી સંખ્‍યામાં ભાગ લે તે માટેનું આમંત્રણ વિ.હિ.૫. રાજકોટ મહાનગરના અધ્‍યક્ષ શાંતુભાઈ રૂપારેલીયા તથા કાર્યકારી અધ્‍યક્ષ હસુભાઈ ચંદારાણા તથા વિ.હિ.૫. સૌરાષ્‍ટ્ર પ્રાંતના નિતેશભાઈ કથિરીયા, કોષાધ્‍યક્ષ વિનુભાઈ ટીલાવત દ્વારા અનુરોધ કરવામાં આવેલ છે. તેમ વિ.હિ,૫. પ્રેસ મીડીયા ઈન્‍ચાર્જ પારસ શેઠની યાદીમાં જણાવે છે.

(4:51 PM IST)