News of Friday, 11th October 2024
કલબ યુવીમાં મા ઉમિયાની ભવ્યાતિભવ્ય મહાઆરતી : આજે મેગા ફાઇનલ
રંગબેરંગી આતશબાજી, લેસર શો, સાથે ભવ્યાતિ ભવ્ય મહાઆરતી મા ઉમિયાને ફુલડે વધાવ્યા

રાજકોટ : શ્રી ઉમિયાધામ સિદસર પ્રેરીત ‘કલબ યુવી નવરાત્રી મહોત્સવ -૨૦૨૪' માં ગઇકાલે આઠમા નોરતા નિમીતે મા ઉમિયાની મહાઆરતીઆતશબાજી લેસર લાઇટસંગ સાથે માતાજીની આરતી કરી હતી. અનોખુ ધાર્મીક વાતાવરણ સર્જાયુ હતુ.
શહેરમાં ન્યુ ૧૫૦ ફુટ રીંગ રોડ પર શિલ્પન સાગાની બાજુમાં, કોકોનેટ પાર્ટી પ્લોટની સામે વિશાળ મેદાનમાં કલબ યુવી નવરાત્રી મહોત્સવમાં આઠમાં નોરતે ઉમિયાનું નોરતુ મનાય છે. આઠમાં નોરતે મા ની ભવ્યાતીભવ્ય મહાઆરતી કરવામાં આવે હતી.. ઉમિયાધામ સિદસર પ્રેરીત કલબ યુવી રાસોત્સવના ગ્રાઉન્ડમાં આવેલ મા ઉમિયાના મંદિરમાં ૧૧ બ્રાહમણો દ્વારા વૈદીક મંત્રોચ્ચારથી માતાજીના પૂજન અર્ચન સાથે મહાઆરતી નો પ્રારંભ કરાયો હતો. કલબ યુવી ના ગ્રાઉન્ડમાં ખેલૈયાઓ દર્શકો સહીત ૧ હજારથી વધુ માનવ મેદની એ મોબાઇલ ની ફલેશ લાઈટ દ્વારા માતાજીની આરતી કરી હતી. મહાઆરતી દરમ્યાન સમગ્ર ગ્રાઉન્ડની લાઇટો બંધ કરી મા ઉમિયાના મંદિર પર ભવ્ય આતશબાજી કરવામાં આવી હતી. મહાઆરતી સમયે આતશબાજીથી આકાશમાં રંગબેરંગી વાતાવરણ છવાયુ હતુ. લેસર લાઇટીંગ દ્વારા કલબ યુવી ના ગ્રાઉન્ડમાં અદભૂત નજારો જોવા મળ્યો હતો. ડ્રોન દ્રારા મા ના મંદિર પર પુષ્પવર્ષા કરવામાં આવી હતી. કડવા પાટીદાર ભાઈઓ બહેનો હજારોની સંખ્યામાં ઉમટી પડયા હતા દર્શકો અને ખેલૈયાઓએ પોત પોતાના મોબાઈલની ફલેશ લાઇટ દ્વારા માતાજીની આરતી કરી હતી.
કલબ યુવીના માર્ગદર્શક અને ઉમિયાધામના ચેરમેન મૌલેશભાઈ ઉકાણી, પ્રમુખ જેરામભાઈ વાંસજાળીયા, મેનેજીંગ ટ્રસ્ટી જયેશભાઈ પટેલ, ઉપપ્રમુખ ચિમનભાઈ શાપરીયા, ટ્રસ્ટીઓ જયંતિભાઈ કાલરીયા, રમણીકભાઈ ભાલોડીયા, રમણભાઈ વરમોરા, ઉઝા મંદિરના પ્રવીણભાઈ પટેલ, બાબુભાઈ પટેલ, ઉપપ્રમુખ ગોવિંદભાઈ વરમોરા, ગાંઠીલા મંદિરના પ્રમુખ નીલેશભાઈ ધુલેશીયા, પટેલ સેવા સમાજના અરવિંદભાઈ કણસાગરા, નંદલાલભાઈ માંડવીયા, જીવનભાઈ ગોવાણી, મનસુખભાઈ પાણ, કલબ યુવીના સ્મિતભાઈ કનેરીયા, એમ.એમ. પટેલ, કાંતીભાઈ ઘેટીયા, પાટીદાર સમાજના ઉદ્યોગપતિઓ એન્જલ ગ્રુપના શીવલાલભાઇ આદ્રોજા, મુળજીભાઈ ભીમાણી, રાજનભાઈ વડાલીયા, શ્યામલ ગ્રુપના અમીતભાઈ ત્રાંબડીયા, રાજુભાઈ કાલરીયા, કિરીટભાઈ આદ્રોજા, મનસુખભાઈ ભીમાણી, રમેશભાઈ રાણીપા, માજી ધારાસભ્ય બાવનજીભાઈ મેતલીયા, ભરતભાઈ ડઢાણીયા, વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના આર.પી. પટેલ, નીતીનભાઈ કણસાગરા, લલીતભાઈ કગથરા, અરવિંદભાઈ પાણ, ધ પાર્ક ગ્રુપના સંદીપભાઈ અમૃતીયા, લીયો ફલોના બીપીનભાઈ ખાચર, નટુભાઈ ઉકાણી, ભાવેશભાઈ ફળદુ, નીલેશભાઈ ભેંસદડીયા, કલબ યુવીના બોર્ડ ઓફ ડાયરેકટરો બીપીનભાઈ બેરા, પ્રફુલભાઈ કાથરોટીયા, સુરેશભાઈ ઓગણજા, સંદીપભાઈ માકડીયા, નરેન્દ્રભાઈ ઘેટીયા, ડો. કલ્પેશભાઈ ઉકાણી, જીજ્ઞેશભાઈ આદ્રોજા, વિજયભાઇ ડઢાણીયા વિગેરે મહાનુભાવો આરતીનો લ્હાવો લીધો હતો.
પાટીદાર સમાજની આસ્થાનું કેન્દ્ર ઉમિયધામ સિદસર ખાતે મા ઉમિયાના મંદિરના શીખર પર દરરોજ ધ્વજા ચડાવવામાં આવે છે નવરાત્રી દરમ્યાન સમગ્ર સૌરાષ્ટ્રમાં ધ્વજાજીનું પૂજન થાય છે ત્યારે કલબ યુવીના નવરાત્રી મહોત્સવ સ્થળે ચેરમેન મૌલેશભાઈ ઉકાણી અને સોનલબેન ઉકાણી દ્વારા ધ્વજાજીનું પૂજન કરવામાં આવ્યુ હતુ.
અર્વાચીન રાસોત્સવ ક્ષેત્રે નવી પરંપરાના સર્જક કલબ યુવીમાં સુરેશભાઈ જાવીયાના માર્ગદર્શન હેઠળ સિંગર મયુર બુધ્ધદેવ સહીતના કલાકારોએ કલબ યુવીના ગરબા તેમજ માતાજીની અલાયદી આરતીનું કમ્પોઝ કરીને સુર તાલના સથવારે મહાઆરતીમાં અનોખુ વાતાવરણ સર્જયુ હતુ. હાઇટેક સાઉન્ડ સીસ્ટમના સથવાર ખલૈયાઓએ ધુમ મચાવી હતી. એસ.પી. મુવિના સુરેશભાઈ બેરા તથા વાસુ બેરા દ્વારા ડ્રોન ફોટોગ્રાફી, લાઇવ સ્ક્રીન અને ફોટોગ્રાફી દ્વારા સમગ્ર મહાઆરતીને કેમેરે કંડારી હતી. યુ ટયુબ તથા ફસબુક લાઇવ દ્વારા મહાઆરતીનું પ્રસારણ કરાયુ હતુ. મહાઆરતીનું સંચાલન અનીશ ચાંગેલાએ કર્યુ હતુ. આજે મેગા ફાઇનલ યોજાશે. નવ નોરતાના સિલેકટ થયેલ ખેલૈયાઓ વચ્ચે મેગા ફાઇનલ યોજી વિવિધ કેટેગરીના વિજેતાઓ ને એકટીવા, આઇપેડ સહીત અનેક ઇનામોની વણઝાર કરવામાં આવશે.
(3:53 PM IST)










