તા. ૧૦ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧ મંગળવાર
News of Friday, 11th October 2024
જૈન સમાજના ખેલૈયાઓના હૈયે-હોઠે ગુંજતુ એક જ નામ એટલે જૈનમ કામદાર નવરાત્રી મહોત્સવ
રોજે રોજ અવનવી ઈવેન્ટ-થીમ-લક્કી ડ્રોનો લાભ લેતા ખેલૈયાઓ

જૈનમ કામદાર રાસોત્સવ ખાતે આઠમા નોરતે ખેલૈયાઓએ જમાવટ કરી હતી. દરરોજ અવનવી થીમ રાખવામાં આવી રહી હોવાનું જણાવવાયું છે. સાથે અવનવી ઈવેન્ટ, સરપ્રાઈઝ અને અરલી બર્ડ લક્કી ડ્રો જેવા આકર્ષણો જમાવે છે. દરરોજ મોટી સંખ્યામાં ખેલૈયાઓ માં જગદંબાની આરતીનો લાભ લે છે તેવા દર્શનિય મંદીરનું પવિત્ર વાતાવરણ લોકો કયારેય નહીં ભુલે તેવો મત વ્યકત કર્યો હતો. આ રાસોત્સવમાં ખેલૈયાઓ રંગબેરંગી પાધડી સાફા, ટોપી, રંગીન છત્રીઓ, મોરલા પાઘડી, લાઈટીંગવાળા વષાો, જાત જાતનાં આભુષણો, ડીઝાઈનર દાંડીયા થકી રાસે રમતા જોવા મળે છ. ગીતકારો કંઠે થી અવનવા ગીતોની હારમાળ સાથે અદ્યતન સાઉન્ડ સીસ્ટમ, સંગીતકારોનું લયબઘ્ધ અને ધમાકેદાર મ્યુઝીક, અલાયદી આરામદાયક બેઠક વ્યવસ્થા, ખેલૈયાઓ માટે ખૂબ જ સુંદર કાર્પેટીંગ યુકત ગ્રાઉન્ડ, રોજે રોજ અવનવા ઈનામો, રોજે રોજ વિવિધતાપૂર્ણ રસપ્રચુર જૈન વાનગી પિરસતા ફુડ કોર્ટમાં પિરસવામાં આવી રહી છે. મુખ્ય અતિથિ પરિવાર વળષ્ટી એડ.નાં આકાશભાઈ મહેતા, હાર્દિકભાઈ મહેતા અને સુરેશભાઈ ગજેરા પરિવારનાં સભ્યોને વિન્ટેજ કારમાં બેસાડીને ઢોલ નગારા સાથે ગ્રાઉન્ડમાં આવેલ નયનરમ્ય માં જગદંબાનાં મંદિર ખાતે આરતી ઉતારવા લઈ જવાયા હતા. આ તમામ પરિવારજનો વંદે માતરમ્, રાષ્ટ્રગીત સમયે તીરંગા ઝંડા સાથે પણ જોડાયા હતા અને રાષ્ટ્રભકિતની ભાવના ઉજાગર કરેલ હતી. જે.વી.એસ. ડેવલોપર્સનાં પરિજનોનું વિશેષ સ્મળતિ ચિન્હ આપી અદકેરું સન્માન કરવામાં આવેલ હતું.જૈનમ કામદાર રાસોત્સવમાં સર્વશ્રી સાંસદશ્રી પરસોતમભાઈ રૂપાલા, રાજ્ય સભાનાં સાંસદશ્રી રામભાઈ મોકરીયા, આર.એસ.એસ.નાં સૌરાષ્ટ્ર પ્રાંતનાં પ્રચારક મહેશભાઈ જીવાણી, નરેન્દ્રભાઈ દવે, દિપકભાઈ ખંધાર, અમરેલીવાળા ભરતભાઈ દોશી, મુંબઈ સમાચાર અખબારનાં સૌરાષ્ટ્ર બ્યુરો ચીફ મિલનભાઈ ત્રિવેદી વિગેરેએ રાસોત્સવ માણેલ હતો. સિઝન પાસ હોલ્ડર ખેલૈયાઓ રાત્રે ૯.૨૦ કલાક સુધીમાં ગ્રાઉન્ડ ઉપર હાજર થયેલા હતા તેમને કુપન આપવામાં આવેલ પહેલા બેક દરમ્યાન આ કુપન પૈકી એક લક્કી ડ્રો યોજવામાં આવેલ અને આ લક્કી ડ્રો માં ૧૦ વિજેતા ખેલૈયાઓને ઈનામ આપી પ્રોત્સાહીત કરવામાં આવ્યા હતા. રાસોત્સવમાં બેસ્ટ પ્લેયર પ્રિન્સ કેટેગરીમાં પ્રથમ શાહ દીપેન, બીજા નંબરે શાહ દેવાંશુ, ત્રિજા નંબર દોશી જૈનમ જ્યારે પ્રિન્સેસ તરીકે પ્રથમ શાહ પ્રિયંકા, બીજા ક્રમે શાહ યેશા, બીજાઅને ત્રિજા ક્રમે સંધવી જલ્પા તેમજ કીડ્સ માં પ્રીન્સ તરીકે પ્રથમ નંબરે ઝાટકીયા વિશ્રળત, બીજા નંબરે મહેતા મિતાંશ, ત્રિજા ક્રમે શાહ ક્રિશવ અને કીડસ પ્રીન્સેસ તરીકે પ્રથમ ક્રમે મહેતા હસ્તી, બીજા નંબરે મહેતા મીસ્ટી , ત્રિજા નંબરે કામદર આરોહી વિજેતા બન્યા હતા. ઉપરાંત વેલડે્રસ પ્રિન્સમાં પ્રથમ નંબરે હિતેશ શાહ, બજાિ નંબરે ગાંધી રક્ષીત ત્રિજામાં સંધવી જેનીશ, અને વેલડે્રસ પ્રિન્સેસમાં પ્રથમ નંબરે રસયા દોશી, બીજા નંબરે હેપ્પી મહેતા અને ત્રીજા નંબરે ખારા વૈશલી ઉ૫રાંત વેલડ્રેસ કીડ્સ પ્રિન્સ તરીકે પ્રથમ નંબરે મહેતા, બીજા નંબરે હપાણી દેવ, ત્રીજા નંબરે ખારા મીલીનેશ અને વેલડે્રસ કીડસ પ્રિન્સેસમાં પ્રથમ નંબર પારેખ ધ્વની, બીજા નંબરે સંઘાણી ત્રિશા, ત્રીજા નંબરે બાવીશી ધૈર્ય ને વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા.
(4:11 PM IST)










