News of Friday, 11th October 2024
ભારતની પ્રગતિમાં રતન ટાટાનું અનન્ય સમર્પણઃ ડો.કથીરીયા

રાજકોટ,તા. ૧૧: ભારત સરકારના પૂર્વ મંત્રી શ્રી ડો.વલ્લભભાઇ કથીરિયાએ રતન ટાટાને શ્રધ્ધાંજલી અર્પણ કરી તેમની સાથેની યાદોને તાજી કરી જણાવ્યુ છે કે શ્રી રતનટાટાની દ્રષ્ટિ, નમ્રતા અને ભારતની પ્રગતિ પ્રત્યેનું તેમનું સમર્પણ મારા પર અમીટ છાપ છોડી ગયું. રાષ્ટ્રના વિકાસ માટે તેમની ઉંડી પ્રતિબધ્ધચા તેમણે બોલેલા દરેક શબ્દમાં સ્પષ્ટ દેખાતી હતી અને તે સ્પષ્ટ હતુ કે તેમના પ્રયાસો માત્ર તેમના સાહસ માટે જ નહીં પરંતુ સમગ્ર દેશની પ્રગતિ માટે હતા.
ટાટા મોટર્સના વિસ્તરણથી લઇને ટાટા ટ્રસ્ટ દ્વારા તેમના પરોપકારી સાહસો સુધી ભારતના ઔદ્યોગિક વિકાસમાં રતન ટાટાના યોગદાનથી અસંખ્ય લોકોના જીવનમાં પરિવર્તન આવ્યું છે. તેમના નેતૃત્વ અને વ્યાપાર કુશળતાએ ભારતીય ઉદ્યોગને વૈશ્વિક નકશા પર લાવવામાં મદદ કરી, અને સાથે મૂલ્યો, કરૂણા અને પ્રામાણિકતાના સદગુણોને તેમને એક ઔદ્યોગિક લીડર તરીકે સ્થાપિત કર્યા હતા. તેમ અંતમાં ડો.કથિરિયાએ જણાવ્યું છે.
(4:23 PM IST)










