<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 11th October 2024

અકિલા-લોહાણા મહાજન રાસોત્‍સવઃ આનાથી વધારે કંઇ હોય જ નહીં ..

વિખ્‍યાત ગાયક કલાકારો, પ્રસિધ્‍ધ ઓર્કેસ્‍ટ્રા, અદ્યતન સાઉન્‍ડ સિસ્‍ટમના સંગાથે રાસ-ગરબાની ભારે રમઝટ

રાજકોટ લોહાણા મહાજન આયોજીત  ‘અકિલા-લોહાણા મહાજન રાસોત્‍સવ-ર૦ર૪'માં ગઇકાલે આઠમા નોરતે માતાજીની આરાધના સાથે ખેલૈયાઓને પ્રોત્‍સાહિત કરવા અકિલા પરિવારના મોભી જ્ઞાતિશ્રેષ્‍ઠી શ્રી કિરીટભાઇ ગણાત્રા, જામનગરના કાર્યદક્ષ, ધારાસભ્‍ય શ્રીમતિ રીવાબા જાડેજા, અબતક દૈનિકના મેનેજીંગ તંત્રી શ્રી સતીષભાઇ મહેતા, આમ આદમી પાર્ટીના પ્રમુખશ્રી, શિવલાલભાઇ બારસીયા, શ્રી દિનેશભાઇ જોષી સહિતના હોદ્દેદારો પ્રમુખ ડો. સંજયભાઇ જીવરાજાની, રાજકોટ લોહાણા મહાજનના પ્રમુખ શ્રી રાજુભાઇ પોબારૂ, કારોબારી પ્રમુખ શ્રી રાજુભાઇ પોબારૂ, કારોબારી, પ્રમુખ ડો. નિશાંતભાઇ ચોટાઇ, અકિલા એકઝીકયુટીવ એડીટર અને વેબ એડીશનના તંત્રીશ્રી નિમિષભાઇ ગણાત્રા, સિનિયર એડવોકેટશ્રી બી.બી. ગોગીયા, એડવોકેટ શ્રી રવિભાઇ ગોગીયા, જામનગરના એડવોકેટશ્રી હેમલભાઇ ચોટાઇ તથા શત્રુજ્ઞસિંહ સોલંકી, રાજકોટ બિલ્‍ડર્સ એસોસીએશનના પ્રમુખશ્રી પરેશભાઇ ગજેરા, જે.એમ.જે. ગ્રૃપના અગ્રણી શ્રી મયુરધ્‍વજસિંહ જાડેજા, અગ્રણી બિલ્‍ડરશ્રી હિતેષભાઇ બગડાઇ, મહાજનના ટ્રસ્‍ટીઓશ્રી હિરેનભાઇ ખખ્‍ખર, શ્રી શૈલેષભાઇ પાબારી, શ્રી ધવલભાઇ કારીયા, શ્રીમતિ ભાવિનીબને ખખ્‍ખર, પ્રભુગ્રૃપના યુવા એમ.ડી. શ્રી દિશીતભાઇ પોબારૂ, ડો. રાજેશભાઇ તેલી, શ્રીમતિ સ્‍નેહાબેન રાજુભાઇ પોબારૂ, ડો. શ્રીમતિ નિશિતાબેન નિશાંતભાઇ ચોટાઇ, શ્રીમતિ કિરણબેન નિમિષભાઇ ગણાત્રા, ધન્‍વીબેન નિમિષભાઇ ગણાત્રા, માહિબેન નિમિષભાઇ ગણાત્રા, પૂનમબેન હિતેષભાઇ બગડાઇ, શ્રીમતિ જયશ્રીબેન સેજપાલ સહિતના મહાનુભાવો હાજર રહ્યા હતા. જે વિવિધ મુદ્દાઓમાં તસ્‍વીરમાં નજરે પડે છે. ઓર્કેસ્‍ટ્રા સંચાલકશ્રી સૌરભ ગઢવી, ગાયક કલાકારો શ્રી જયદાન ગઢવી, ગાથા પોટા ધૈર્ય રાજપરા, પ્રિયા કેવિન પરમાર તથા એન્‍કર શીવરામસિંહ ચુડાસમાએ પણ મહાનુભાવો સાથે યાદગીરી રૂપ તસ્‍વીરો ખેંચાવી હતી. હજ્‍જારો ખેલૈયાઓએ પણ વિવિધ સ્‍ટાઇલમાં રાસ- ગરબાની ભારે રમઝટ બોલાવી હતી જે દૃશ્‍યમાન થાય છે.

(4:23 PM IST)