News of Friday, 11th October 2024
દશેરા શનિવારે કંકણ પ્રસ્તુતીઃમાં ચાચર મોતીડે વધાવો : ધજા-ઘંટ-તલવાર-ત્રિશુલ સહીત ૪૧ ગરબા-રાસ-ભકિત કાર્યક્રમ
૧પપ૧ દિવાસંગ સરગમ-ગેલેકસી-શ્રીહંસ એજયુ. ટ્રસ્ટનું સુંદર આયોજન : અકિલાના મોભી કિરીટભાઇ ગણાત્રાના અનન્ય આશિર્વાદ : વજુભાઇ વાળાના વરદહસ્તે દિપ પ્રાગટયઃ ગુણવંતભાઇ ડેલાવાળા, કિરણભાઇ પટેલ, ડો. અલ્પનાબેન ત્રિવેદી અને આર્કિટેકટ નિલેશભાઇ ભોજાણીનો અનેરો સહયોગઃ આરાધના પ્રસ્તુતીને ઉદ્યોગપતિ અરવિંદભાઇ પટેલ, મનેષભાઇ માદેકા અને સુરેશભાઇ નંદવાણાનો આર્થિક સહયોગ : મધુરકંઠા ગાર્ગી વોરા, નિધિ ધોળકીયા, નિતિન દેવ, ગીતા હેમંત ચૌહાણ, નેહા સોલંકી, રાજીવ શ્રીમાળી, મીનાક્ષી વાઢેર સ્વર કામણ પાથર્યા છે : ઉદ્ઘોષણા ગુજરાતી ફિલ્મ અભિનેતા-લેખક હર્ષલ માંકડ ‘હૈયાન' કંકણ પ્રસ્તુતીની રસભર ઉદઘોષણા કરશે : ગીત સંગીત : પદ્મશ્રી હેમંત ચૌહાણ, ડો.ભરત પટેલ(એઆઇઆર), અતુલ રાણીંગા (બોમ્બે), રાજીવ શ્રીમાળીના ભાવભર્યા ગીત-સંગીત

રાજકોટ, શનિવાર દશેરા તા. ૧૨ ઓકટો. ૨૦૨૪ના વિશ્વવિખ્યાત કંકણ ઇન્ટરનેશનલ ગરબા ગ્રૂપ - રાજકોટ- ગુજરાત - ભારત પ્રતિવર્ષ પરંપરા મૂજબ હેમુગઢવી હોલ ખાતે રાત્રિના ૮.૪૫ કલાકે પ્રાચીન - અર્વાચીન- શાસ્ત્રી પ્રયોગાત્મક નાવિન્ય સભર ગરબા-ગરબી-રાસ-રાસડાઓની જાજરમાન આરાધના પ્રસ્તૂતિ કરનાર છે. કંકણ સંસ્થાપિકા કલાધરિત્રી સુ.શ્રી સોનલ બેન હંસદેવજી સાગઠિયા અને કંકણ સંચાલિકા નૃત્ય નિર્દેશકા ટિવંકલ ઘનશ્યામ જાગાણી એ કંકણના ૪૩ માં વર્ષના અવિરત - આરાધના કાર્યક્રમમાં ગરબા પ્રેમીઓને ભાવસભર જય અંબે પાઠવ્યા છે. કંકણનો ૪૩ વર્ષમાં પ્રવેશ ભારતભરમાં ૩ કલાકનો ગુજરાતના ગરિમાસમ ગરબા-રાસની પ્રસ્તૂતિ કરતી એકમાત્ર સંસ્થા કંકણ
કાર્યક્રમ પ્રવેશ
કાર્ડ વિતરણ
હેમૂગઢવી હોલ ખાતે દશેરા તા. ૧૨ શનિવારે રાત્રે ૮:૪૫ કલાકે યોજાનાર ગરબા - રાસ કાર્યક્રમમાં સહભાગી થવા ઇચ્છનાર કલાપ્રેમી ગરબા આરાધકોને નિઃશુલ્ક પ્રવેશકાર્ડ જે.જે. કુંડલીયા કોલેજ, શાસ્ત્રી મેદાન સામે, લીંબડા ચોક -રાજકોટ ખાતે થી દશેરા શનિવારે સવારે૧૦ કલાકે શિસ્તબધ્ધ રીતે લાઇનમાં ઉભા રહી વ્યકિતદીઠ ૨ દર્શકોના પ્રવેશકાર્ડ વ્હેલા તે પહેલાના ધોરણે વિતરણ કરાશે તેવું કંકણ ટ્રસ્ટીશ્રી શુભશ્રી આચાર્ય અને ઝલક પંડયાની યાદીમાં જણાવાયુ છે. કાર્યક્રમમાં ૮ વર્ષથી નાના બાળકોને પ્રવેશ નીષેધ છે. કાર્યક્રમ પ્રારંભ થયા બાદ ૧૫ મીનીટ પછી સીટ પર હકક રહેશે નહી તેવું જણાવાયુ છે.(૪.૨૭)
નૃત્ય નિર્દેશન
કંકણ ડો.જુહી નિલેષ ભોજાણી, શુભશ્રી આચાર્ય ઠકરાર, ઝલક પંડયા, માંકડ યેશા, કિકાણી માંકડ કંકણ સંચાલીકા ટિવંકલ જાગાણી અને કંકણ સંસ્થાપિકા કલાધરિત્રી સુશ્રી સોનલ સાગઠીયાના સહનૃત્ય નિર્દેશનથી સમગ્ર કાર્યક્રમને નિર્દેશીત કર્યો છે
કંકણ રંગભર - ગરબા પ્રસ્તૂતિ
ઘંટરાવ ગરબો, દિવા ગરબો, ભવાઇ ગરબી, ધૂપેડિયા માત ગરબો, શકિતપીઠ ધજા ગરબો, સૂપડા - સાંબલા રાસડો, કરતાલ - રામસાગર ભકિત રાસડો, ટીપ્પણી રાસડો, પનિહારી બેડેહેલ રાસડો, ગાગર ઘડૂલીયા રાસડો, ઉ. ગુજરાત રબારી પ્રાચીન રાસડો, ઇસ્કોન ડાંડિયા રાધેકૃષ્ણ રાસ, દૂધ - સાકર - શીરો થાળીરાસ, રંગબેરંગી વિંજણા રાસડો સાથીયા ગરબો અને છત્રી - રૂમાલ - હુડા રાસડો
નયનરમ્ય રાસ - ગરબા શગુનો
* માતાના મઢ મંદિર*માં નો ધોડો * માટીના નવરંગી ૫૧ ગરબા ૧૫૫૧ દિવાઓ સંગ પ્રેક્ષકગણ સંગ આદ્યશકિત આરતી ગાન * માંડવડી- ફૂલ માંડવડી, ૨૧ * દિવા જયોત જાગ - ૧૬ * ત્રિશુલ * ધજા * તલવાર * શંખ - પુજાથાળી - કંકુ- ચોખા- ફૂલ * ઘંટ, ઝાલર, ઘંટડી, નગારૂ * નવવાટી દિવી, ચીરમી જયોત* કળશ શ્રીફળ જોડ * ધૂપેડિયા, મંજીરા, * ઝાંઝ, વિંજણા, બેડા -હેલ ગાગર * ટીપ્પણી, ડાંડિયા, સોળંગો * તરણોતરી છત્રી- હાથ ઝુલણા * કરતાલ - રામસાગર - બાજોઠ થી માં ચાચર મોતીડે વધાવશે
(4:45 PM IST)










