News of Saturday, 12th October 2024
સહિયરમાં છકડો, ટીમલી, ભાંગડાના તાલે રાસનો રંગઃ આજે મેગા ફાઇનલ

રાજકોટઃ મહેમાનોની હાજરીમાં ખેલૈયાઓ ની રાસની રંગત નવમા નોરતે જામી છે. સહિયર રાસોત્સવમાં નવમા નોરતે માતાજીની આરતી બાદ છેલ્લાદોર સુધી રાસના રસિયાઓએ છકડો ટીમલી ડાકલા ભાંગડાના તાલે રાસનો રંગ જમાવ્યો નોરતા એટલે નવ દિવસ પણ સહિયર એટલે દસ દિવસ. સુરેન્દ્રનગરસિંહ વાળાએ ખેલૈયાઓને ખુશ કરવા આજરોજ દશેરા એ પણ રાસનો રંગ યથાવત જામશે તેમ જણાવ્યું હતું.
સહિયરમાં નવમા નોરતે રાસની રંગત નીહાળવા રાજકોટના રાજવી એચ એચ ઠાકોર સાહેબ શ્રી માંધાતા સિંહજી જાડેજા ઓફ રાજકોટ તથા સાંસદ શ્રી રામભાઈ મોકરીયા ,દિવ્યરાજસિંહ જાડેજા, રાજકોટ એસીપી શ્રી ભરત બસિયા પી.આઇ શ્રી ડામોર પી.આઈ શ્રી મયુરઘ્વજસિંહ સરવૈયા, પી આઈ શ્રી ગોર્ચર ફાયર સમિતિ ચેરમેન દિલીપભાઈ લુણાગરિયા પુષ્કરભાઇ પટેલ, રાકેશભાઈ પોપટ, શહેર ભાજપ મહામંત્રી અશ્વિનભાઈ મોલીયા, હેડલાઇનસના તંત્રી શ્રી જગદીશ મહેતા,મનુભાઈ વઘાસિયા નીતાબેન વઘાસિયા મામા સરકાર શ્રી રાજભા ચુડાસમા રૂપલબેન ચુડાસમા પી.એસ.આઇ વનરાજસિંહ ડોડીયા પીએસઆઇ શ્રી પરમાર અમિતભાઈ વેકરીયા ધીરુભાઈ લુનાગરિયા કોર્પોરેટર નીતિનભાઈ રામાણી જયાબેન હરિભાઈ ડાંગર તથા સોનલબેન સેલારા ઉપસ્થિત રહ્યા હતા..
રાસની રંગત આજે પણ રાહુલ મહેતા અપેક્ષા પંડ્યા તથા તેજસ શિશાંગ્યાએ જીલ એન્ટરટેનમેન્ટ સાથે નવ વાગ્યાથી જામશે તેમ સહિયર ક્લબની યાદીમાં જણાવાયું છે.
(2:23 PM IST)










