<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 12th October 2024

મકાન અને કારખાનામાં પરપ્રાંતિયને રાખી પોલીસમાં જાણ ન કરનારા ૨૭ સામે ગુનો

પોલીસ દ્વારા અલગ-અલગ વિસ્‍તારમાં ચેકીંગઃ છરી સાથે ત્રણ, દેશી દારૂ સાથે પાંચ અને નશો કરી નીકળનારા ચાર અને સ્‍પા સંચાલક સામે કાર્યવાહી

 

રાજકોટ તા.૧૨: શહેરના અલગ-અલગ વિસ્‍તારમાં પોલીસ દ્વારા ચેકીંગ હાથ ધરવામાં આવ્‍યું હતું. જેમાં પોલીસે જુદા-જુદા વિસ્‍તારમાં પરપ્રાંતીયોને મકાન ભાડે આપી અથવા કારખાનામાં કામે રાખી પોલીસમાં જાણ ન કરનારા ૨૭ સંચાલકો સામે કાર્યવાહી કરવામાં આવી હતી.

મળતી વિગત મુજન રામનાથપરા મેઇન રોડ પર ફરસાણની દુકાનમાં પરપ્રાંતીયને કામે રાખી જાણ ન કરનારા લલીત અમૃતલાલભાઇ જોષી, સોની બજારમાં સીસ્‍મા જવેલર્સના સંચાલક અબ્‍દુલસલામ લતીફભાઇ શેખ, સંતકબીર રોડ, કૈલાસધારા સોસાયટીમાં મકાન માલીક રમેશ બળદેવભાઇ ઉભડીયા, રમેશ ઉકાભાઇ ભંડેરી, ભગીરથ સોસાયટી શેરી નં.પમાં રહેતા વેપારી મંજુરઆલમ રહેમુલ્લા શેખ સિદીક, પેડકરોડ પ્રજાપતિ સોસાયટીના બીપીન ધીરજલાલભાઇ ભટ્ટ, આર્યનગર સોસાયટીના મીલન મગનભાઇ વાડોલીયા, ભગવતીપરામાં ફલેટ ભાડે આપનાર મુઝફર ફારૂકભાઇ ગોરી, સુનીતાબેન ઘોજબહાદુર સોની, આજી વસાહતમાં કારખાનામાં મજુરોને કામે રાખી જાણ ન કરનાર ભરત ડાયાભાઇ વિરડીયા, ખોડીયારપરા શેરી નં.૧૯માં મકાન ભાડે આપનાર રસીક કરમદાસભાઇ નિમાવત, રામનગર શેી નં.૬માં ચાર પરપ્રાંતીયોને મકાન ભાડે આપનાર સંજય રાવતભાઇ હુંબલ, સરધારમાં ગાયત્રી મારબલ કારખાનામાં મજુરોને કામે રાખી પોલીસમાં જાણ ન કરનાર કારખાનેદાર ચીરાગ ધનજીભાઇ ઢોલરીયા, પંચનાથ પ્‍લોટમાં દુકાન ભાડે આપનાર ભાવેશ અરૂણભાઇ રાચ્‍છ, વેશાલીનગર શેરી નં.૧૦માં મકાન ભાડે આપનાર હીરા હમીરભાઇ સાંગડીયા, પરેશ પ્રદિપભાઇ શર્મા, જામનગર રોડ ભારતી ફૂડઝ એન્‍ડ બેવ્રીજીસ બાંધકામની સાઇડ પર મજૂરોને કામે રાખી જાણ ન કરનાર કોન્‍ટ્રાકટર અરવીંદ કાલાભાઇ વેકરીયા, કનેૈયા ચોક દિપક સોસાયટી શેરી નં. ૧ માં મકાન ભાડે આપનાર સંગ્રામ સવાભાઇ રાઠોડ, પ્રભાત હરીભાઇ ચાવડા, સાધુવાસવાણી રોડ ઢોસા રેસ્‍ટોરન્‍ટમાં મજૂરોને કામે રાખી જાણ ન કરનારા નિતેશ ચંદુભાઇ સંચાણીયા, અક્ષરમાર્ગ ગોૈતમનગરમાં મકાન ભાડે આપનારા અમજદ રજાકભાઇ જગરેલા, વિનોદ શાંતીલાલ ભાઇ સાળુકે, કણકોટ અંબીકા ટાઉનશીપ શેરી નં. ૫ માં વસંત ᅠઆઇકોનીક સાઇડ પર મજૂરોને કામે રાખી જાણ નકરનારા  વસંત ગીરીશ પ્રવીણભાઇ સાવલીયા, એંસી ફૂટ રોડ પર વી. એજ. ઢોસા રેસ્‍ટોરન્‍ટમાં પરપ્રાંતીયને કામે રાખી જાણ ન કરનારા જતીન તુલશીભાઇ સોરઠીયા સામે પોલીસે જાહેરનામા ભંગની કાર્યવાહી કરી હતી.

 જયારે પોલીસે ચેકીંગ દરમ્‍યાન ચૂનારાવાડ ચોક પાસેથી છરી સાથે નિર્મલ સંજયભાઇ, રૈયા રોડ શીવપરામાંથી જુનેદ રજાકભાઇ દેહલુસ,જયુબેલી ચોક જયુબેલી ગાર્ડન પાસે લલીત વિરબહાદુરભાઇ ધાયા, તથા રૈયા રોડ ધ ગ્રીન વેલનેસ સપામાં વિદેશી યુવતીઓને થેરાપીસ્‍ટ તરીકે રાખી જાણ ન કરનારા ચીરાગ રાજેશભાઇ ખુશલાણી, તથા ધરમસિનેમા પાસેથી દેશી દારૂ સાથે કલ્‍પેશ ભુપતભાઇ સોલંકી, પોપટપરા જેલ પાસે ઝુપડા પાસેથી મધુ નયનભાઇ શોભરાજ, નાણાવટી ચોક નંદનવન આર. એમ. સી. કવાર્ટર પાસેથી ભરત કલ્‍યાણદાસભાઇ રામાનંદી પ્રભાત ઉર્ફે લાલો દીલીપભાઇ પીઠડીયાને, કણકોટ રોડ ઝુપડા પાસેથી સોના દિલાભાઇ વાઘેલાને હરીહર ચોક પાસેથી પ્રકાશ મનસુખભાઇ ઉર્ફે ભરતભાઇ રાઠોડને પકડી લીધા હતા. જયારે સરદારનગર મેઇન રોડ પરથી દેવેન્‍દ્ર બટુકભાઇ બારૈયા, ૧૫૦ ફૂટ રોડ કરણ અર્જુન પાર્ટીપ્‍લોટ પાસેથી કુલદીપ મનોજભાઇ સાઉદ, ગોંડલ રોડ કૈલાશનગર સોસાયટી પાસેથી ગીતા દીપકભાઇ કારેલીયાને નશો કરેલી હાલતમાં પકડી લઇ કાર્યવાહી કરી હતી.

(2:26 PM IST)