તા. ૮ સપ્ટેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૦ ભાદરવા સુદ -૫, રવિવાર
News of Saturday, 12th October 2024
ડીજીપી કપ હોકીમાં રાજકોટ શહેર પોલીસ પુરૂષ વિભાગમાં જયારે રાજકોટ રેન્જ મહિલા વિભાગમાં ચેમ્પીયન
પોલીસ કમિશ્નર બ્રજેશ ઝાના હસ્તે બંન્ને ટીમોના કપ્તાનને ટ્રોફી એનાયતઃ શારિરીક : તંદુરસ્તી અને ટીમ સ્પીરીટની ભાવના ઉદભવે તે માટે સ્પર્ધાનું આયોજન : બ્રજેશ ઝા

રાજકોટ, તા., ૧રઃ રાજકોટ શહેર પોલીસ દ્વારા ડીજીપી કપ હોકી સ્પર્ધા - ૨૦૨૪નું ભવ્ય આયોજન થયેલ. રાજકોટ શહેર પોલીસ પુરૂષ વિભાગમાં ચેમ્પિયન તેમજ રાજકોટ રેન્જ મહિલા વિભાગમાં ચેમ્પિયન થયેલ.
રાજકોટ શહેર પોલીસ કમિશ્રરશ્રી બ્રજેશકુમાર ઝા તથા અધિક પોલીસ કમિશ્રરશ્રી મહેન્દ્ર બગડીયા સાનાઓના માર્ગદર્શન હેઠળ પોલીસ દળમાં શિસ્ત અને શારીરીક ફીટનેસ તથા ટીમ સ્પીરીટની ભાવના ઉદભવે તે માટે રમત ખુબ જ અગત્યની બાબત હોવાથી રાજકોટ શહેર પોલીસ દ્વારા ડીજીપી કપ હોકી સ્પર્ધા - ૨૦૨૪ નું તા. ૮-૧૦-ર૦ર૪ થી તા.૧૧-૧૦-ર૦ર૪ સુધી દિન-૦૪ માટે મેજર ધ્યાનચંદ હોકી ગ્રાઉન્ડ રેસકોર્સ રાજકોટ શહેર ખાતે આયોજન કરવામાં આવેલ. જેમાં ગુજરાત રાજય પોલીસ દળની પુરૂષોની ૦૯ તથા મહિલાઓની ૦૪ ટીમોએ ભાગ લઇ આ હરિફાઇમાં પોતાનુ કૌશલ્ય દેખાડેલ હતુ.
આ હરીફાઇમાં પુરૂષ વિભાગમાં રાજકોટ શહેર પોલીસ અને વડોદરા શહેર વચ્ચે ફાઇનલ મેચમાં રાજકોટ શહેર ૦૪-૦૧ ગોલ થી રાજકોટ શહેર પોલીસે શાનદાર જીત મેળવી ચેમ્પિયન થયેલ, જ્યારે વડોદરા શહેર પોલીસ રનર્સ અપ થયેલ અને તળતીય સ્થાન હથિયારી એકમ નાઓ વિજય થયેલા. આ ટુર્નામેન્ટમાં પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ ભગીરથસિંહ ખેર રાજકોટ શહેરનાઓ થયેલ.
આ હરીફાઇમાં મહિલા વિભાગમાં રાજકોટ રેન્જ ચેમ્પિયન થયેલ અને ભાવનગર રેન્જ રનર્સ અપ તેમજ રાજકોટ શહેર પોલીસ તળતીય નંબરેથી વિજય થયેલા. આ ટુર્નામેન્ટમાં પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ બીંદીશાબેન ગોંડલીયા રાજકોટ રેન્જનાઓ થયેલ.
આ હરીફાઇની કલોઝીંગ સેરેમનીમાં મુખ્ય મહેમાન તરીકે રાજકોટ શહેર પોલીસ કમિશનરશ્રી બ્રજેશ કુમાર ઝા અને મ્યુનીસીપલ કમિશ્રરશ્રી, દેવાંગકુમાર દેસાઇ ઉપસ્થિત રહેલ જ્યારે અન્ય અધિકારીશ્રીઓમાં અધિક પોલીસ કમિશ્રરશ્રી મહેન્દ્ર બગડીયા, નાયબ પોલીસ કમિશ્રર ઝોન-૧શ્રી સજનસિંહ પરમાર. નાયબ પોલીસ કમિશ્રર ઝોન-૦૨ શ્રી જગદીશ બાંગરવા, નાયબ પોલીસ કમિશ્રર ટ્રાફિકશ્રી પુજા યાદવ નાઓ તેમજ તમામ એસીપીશ્રીઓ, પો.ઇન્સ.શ્રીઓ ઉપસ્થિત રહેલ હતા.
રાજકોટ શહેર પોલીસ કમિશ્રરશ્રી બ્રજેશ કુમાર ઝા એ પોતાના ઉદબોધનમાં જણાવેલ કે તમામ ટીમના ખેલાડીઓએ ખુબ મહેનત કરી ખેલદીલીથી રમત રમવા અને સારૂ પ્રદર્શન કરવા બદલ વિજેતા થયેલ ટીમો તેમજ ભાગ લેનાર વિવિધ શહેર તથા યુનિટોમાંથી આવેલ તમામ ટીમોને અભિનંદન પાઠવેલ આગામી ડીજીપી કપમાં તમામ યુનીટો ભાગ લે અને હજુ પણ સ્પોર્ટસ સ્પીરીટ સાથે સારી સ્પર્ધા થાય અને આ વર્ષ કરતા આવતા વર્ષે મહિલાઓ વધુમા વધુ રમત ગમતમાં ભાગ લે તેવી આશા રાખુ છું તેમ જણાવી તમામ ટીમોને શુભેચ્છા પાઠવેલ હતી. આ હરીફાઇને સફળ બનાવવા રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન, સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત, હોકી રાજકોટ અને સીનર્જી હોસ્પિટલ વગેરે નો સહયોગ મળેલ હતો.
(2:31 PM IST)










