<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 12th October 2024

કાલે બાય બાય રઘુવંશી રાસોત્‍સવ : રઘુવંશી યુવા કલબ દ્વારા સનાતન નવરાત્રી ગ્રાઉન્‍ડ ખાતે આયોજન

ગાયકો મોન્‍ટુ મહારાજ, ધારા માણેક જીજ્ઞેશ પ્રજાપતિ, શ્રધ્‍ધા મારૂ ખેલૈયાઓને ડોલાવશે : વિજેતાઓને ઇનામોથી નવાજાશે

રાજકોટ : રઘુવંશી યુવા કલબ દ્વારા કાલે તા.૧૩, ૨વીવારે, સાંજે ૭ વાગ્‍યાથીસનાતન નવરાત્રી ગ્રાઉન્‍ડ, શીતલ પાર્ક, આર.કે.વર્લ્‍ડ ટાવર પાસે, ૧૫૦ ફૂટ રીંગ રોડ, ખાતે રઘુવંશી ખેલૈયાઓ માટે ‘બાય બાય રઘુવંશી રાસોત્‍સવ' યોજાશે. રસાકસીભરી હરીફાઈ બાદ પ્રિન્‍સ, પ્રિન્‍સેસ વેલડ્રેસ તથા સ્‍પેશ્‍યલ ઇનામ વિજેતાઓને આપવામાં આવશે.

કલાકારો સીંગર મોન્‍ટુ મહારાજ (ભુદેવ), ધારા માણેક, જીગ્નેશ પ્રજાપતિ, શ્રધ્‍ધા મારૂ પોતાની કલાથી પ્રાચીન ગીતો પર ખેલૈયાઓએ મનમુકીને ડોલાવશે. રોનકભાઈ સખીયાનું શીવ સાઉન્‍ડ એન્‍ડ લાઈટીંગ, સુશીલ એન્‍ડ અભયની ટીમ ઓરકેસ્‍ટ્રા પર ધૂમ મચાવશે. મારું મન મોર બની થનગાટ કરે..., હો રાજ મને લાગ્‍યો કસુંબીનો રંગ.., કોઈ કેજો કાનુડા ને જઈ..., ઘોર અંધારી રે રાતલડી માં.., કાચી કેરી અંગુર કાલા.., રસીયો રૂપાળો રંગ રેલીયો..., તને ચાર ચાર બંગડીવાળી ગાડી..., રોણા શેરમાં રે રોણા શેરમાં.., મછરાળી મોગલ આવે.., વિરપુર વસે મારા જોગી જલીયાણ.., મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી...ના પ્રાચીન ગરબાઓની રમઝટ બોલાવશે.

આયોજનને સફળ બનાવવા રીષી ગણાત્રા, રવી માણેક, હિરેન જોબનપુત્રા, શ્‍યામલ વિઠ્ઠલાણી, રાજ વિઠ્ઠલાણી, મૌલીક વસાણી, રાજેશભાઈ ગણાત્રા, વિમલભાઈ તન્ના, સંજયભાઈ જોબનપુત્રા, પરાગ જોબનપુત્રા, જીગ્નેશ પુજારા, ચીરાગ ખખ્‍ખર, હાર્દિક માણેક, વિવેકભાઈ ચોલેરા, યશભાઈ ચોલેરા, ભાવેશભાઈ અઢીયા, મનીષભાઈ ભાયાણી સહિતની ટીમ આયોજનને સફળ બનાવવા માટે જહેમત ઉઠાવી રહી છે. વિશેષ માહિતી તથા પાસ મેળવવા માટે રીષી ગણાત્રા (મો. ૯૯૦૪૭ ૯૯૨૦૨), રવી માણેક (મો.૯૦૩૩૧ ૫૧૧૧૦), હિરેન જોબનપુત્રા (મો.૯૮૨૪૨ ૮૮૩૬૮) પર સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.(તસ્‍વીરઃ સંદીપ બગથરીયા)

(2:31 PM IST)