<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 12th October 2024

દાદા પૂ. પાંડુરંગ શાસ્ત્રીજીનો જન્‍મ દિવસ મનુષ્‍ય ગૌરવદિન તરીકે મનાવાશે : સ્‍વાધ્‍યાય પરિવાર દ્વારા કાલથી શ્રેણીબધ્‍ધ કાર્યક્રમો

ભક્‍તિ ફેરીના માધ્‍યમથી ત્રિકાળ સંધ્‍યા અને મનુષ્‍ય ગૌરવના તેજસ્‍વી વિચારો ઘરે ઘરે પહોંચતા કરાશે

રાજકોટ તા. ૧૨ : પાંડુરંગ શાષાીજી આઠવલેએ સ્‍વાધ્‍યાય પ્રવૃતિ દ્વારા શ્રીમદ્દ ભાગવત ગીતા, વેદો, ઉપનિષદોને ધ્‍યાનમાં રાખી વૈદિક સંસ્‍કૃતિના તેજસ્‍વી વિચારો સમાજના પ્રત્‍યેક વ્‍યક્‍તિ સુધી લઇ જવાનો ભગીરથ પ્રયત્‍ન કર્યો છે. સ્‍વાધ્‍યાય પ્રવૃત્તિમાં જોડાયેલા લાખો સ્‍વાધ્‍યાયી ભાઇ બહેનો આ વિચાર દ્વારા પોતાનો જીવન વિકાસ કરી રહ્યા છે. સાથે દાદાએ આપેલા પ્રયોગો જેવા કે ભક્‍તિ ફેરી, તીર્થયાત્રા દ્વારા ભાવ ફેરીના માધ્‍યમથી સુંદર વિચારો સમાજના અંતિમ વ્‍યક્‍તિ , અંતિમ ઘર સુધી પ્રસરાવવાનું કાર્ય કરી રહ્યા છે.

આગામી ૧૯ ઓકટોબરે પૂ. દાદાનો જન્‍મદિવસ છે. જેને સ્‍વાધ્‍યાય પરિવાર ‘મનુષ્‍ય ગૌરવ દિન' તરીકે ઉજવે છે. આજે સમાજમાં ચારેકોર ભૌતિક વાદ પ્રસરેલો જોવા મળે છે. વ્‍યક્‍તિ પોતાની જાતને પદ પ્રતિષ્‍ઠા પાવર કે પૈસો આ વિશેષણોના અધારે જ મૂલવે છે. દાદા કહે છે કે સમગ્ર વિશ્વને ચલાવનાર શક્‍તિ તે તારા マદયમં બિરાજમાન છે. માટે તુ દિન- દુબળો- હિન કે લાચાર કેવી રીતે હોઇ શકે આ સર્વ પ્રથમ તો માણસને માણસ હોવાનું ગૌરવ હોવું જોઇએ.

આવા વિચારોને વેગ આપવા સ્‍વાધ્‍યાય પરિવાર દર વર્ષે ૧૯ મી ઓકટોબરે પૂ. દાદાના જન્‍મ દિવસે મનુષ્‍યગૌરવ દિનની ઉજવણી કરે છે. આ વર્ષે પણ તા. ૧૩ થી ૧૮ ઓકટોબર સુધી ૬ દિવસ માટે રાજકોટ જિલ્લા અને ગ્રામ્‍યના ભાઇ બહેનો દ્વારા ભક્‍તિ ફેરી સહીતના કાર્યક્રમો આયોજીત કરાય છે. જેમાં પોતાના સમયે પોતાનું ટીફીન સાથે લઇ નિઃસ્‍વાર્થ ભાવે ફેરીમાં જોડાઇ દાદાના વિચારોને આગળ વધારાશે. ઘરે ઘરે ત્રિકાળ સંધ્‍યા અને મનુષ્‍ય ગૌરવના તેજસ્‍વી વિચારો પહોંચતા કરાશે.

(3:10 PM IST)