News of Saturday, 12th October 2024
આરએસએસ દ્વારા કાલે વિવિધ ૬ સ્થળોએ ઉજવાશે વિજયાદશમી ઉત્સવ
સ્વયંસેવકો દ્વારા વિવિધ લાઠીદાવ-યોગ-કરાટે સહિતના નિદર્શન, શષા પૂજન સહિતના આયોજન : જાણીતા તબીબો થી લઈને રાજકોટ શીખ સમુદાયના અધ્યક્ષ સહિતના મહાનુભાવો અતિથિ વિશેષ તરીકે રહેશે ઉપસ્થિત

રાજકોટ, તા.૧૨: ધર્મના અધર્મ પર વિજયનું પ્રતીક એટલે વિજયાદશમી ઉત્સવ. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘમાં સંગઠન સ્થાપનાથી જ વિજયદશમીનો ઉત્સવ વિશિષ્ટ રીતે ઉજવાય છે. રાજકોટ મહાનગરમાં આ વર્ષે વિવિધ વિસ્તારોમાં વિવિધ વિસ્તારના જુદાજુદા સ્થળે વિજયદશમી ઉત્સવની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે. જેની ઉજવણી ૨૯મી સપ્ટેમ્બરથી લઈને ૧૩મી ઓક્ટોબર સુધી થશે. જે અંતર્ગત જાહેર કાર્યક્રમોમાં સ્વયંસેવકો દ્વારા વિવિધ લાઠીદાવ-યોગ-કરાટે સહિતના નિદર્શન, શષા પૂજન સહિતના કાર્યક્રમો થશે. જેમાં રાજકોટના જાણીતા તબીબો થી લઈને રાજકોટ શીખ સમુદાયના અધ્યક્ષ, એસ.સી.-એસ.ટી. સમુદાયના અગ્રણીઓ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહેશે.
સન ૧૯૨૫માં વિજયાદશમીના દિવસે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની સ્થાપના થઈ હતી અને ત્યારથી જ દર વર્ષે આ ઉત્સવ વિશિષ્ટ રીતે ઉજવાય છે. આવતા વર્ષે સંઘના શતાબ્દી વર્ષની ઉજવણી થવાની છે, ત્યારે આ વર્ષનો વિજયાદશમી ઉત્સવ વિશેષ રીતે ઉજવાશે.આ ઉત્સવ દરમિયાન પાંચ પરિવર્તન ૧. કુટુંબ પ્રબોધન, ૨. સ્વ (સ્વદેશ, સ્વભાવ), ૩. સામાજિક સમરસતા, ૪.પર્યાવરણ, ૫.નાગરિક કર્તવ્ય પર વિશેષ ભાર મુકાશે.
મહાનગરમાં આ વર્ષે પાંચ વિસ્તારોમાં નવ સ્થળે વિજયાદશમી ઉત્સવની ઉજવણીનું આયોજન છે. જેમાં અતિથિ વિશેષ તરીકે તરીકે જાણીતા બાળ રોગ નિષ્ણાંત ડો. હિતેષભાઈ એચ.ભંભાણી રાજકોટ શીખ સમાજના અગ્રણી ભગતસિંહ સુચારિયા, રાજકોટના પૂર્વ અધિક કલેક્ટર તથા ઉમિયાધામ-સિદસરના મેનેજિંગ ટ્રસ્ટી જયેશભાઈ પટેલ, એસ.સી.-એસ.ટી. સમુદાયના અગ્રણી, સપના ક્લિનિકના ડૉ. જયદીપભાઈ હેરમાવગેરે ઉપસ્થિત રહેશે.
આ કાર્યક્રમોમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પ્રાંત સહ કાર્યવાહ દેવેન્દ્રભાઈ દવે, પ્રાંત પ્રચારક મહેશભાઈ જીવાણી, પ્રાંત વ્યવસ્થા પ્રમુખ નરેન્દ્રભાઈ દવે, રાજકોટ વિભાગના બૌદ્ધિક પ્રમુખ મહેશભાઈ બોપલિયા તેમજ અન્ય અધિકારીઓ મુખ્ય વક્તા તરીકે ઉપસ્થિત રહેશે.
અત્રે નોંધનીય છે કે, આરએસએસ દ્વારા લક્ષ્મી વિસ્તાર અને રણછોડ નગર વિસ્તારમા વિજયાદશમીના કાર્યક્રમો પુર્ણ થઈ ગયા છે. રાષ્ટ્રીય સ્વયંયેવક સંઘ દ્વારા વિવિધ વિસ્તારમાં યોજનારા વિજયાદશમીના કાર્યક્રમોમાં જોડાવા નાગરિકોને આરએસ.એસના રાજકોટ મહાનગર ( પ્રમુખ જગતભાઈ વ્યાસની યાદીમાં જણાવવામાં આવ્યુ છે.
બાપા સીતારામ ગૌશાળામાં કાલથી ધેનુમાનસ ગૌ-કથા
રાજકોટ, તા.૧૨: બાપા સીતારામ ગૌશાળાના લાભાર્થે બાપા સીતારામ ગૌશાળા, પારીજાત પાર્ટી પ્લોટ પાછળ, આસ્થા રેસિડેન્ટ સામે, દ્વારિકાધીશ રેસીડેન્ટીથી આગળ૧૫૦ ફૂટ રીંગ રોડ ખાતે કાલે તા.૧૩ને રવિવારથી તા.૧૭ સુધી ધેનુમાનસ ગૌ કથાનું આયોજન કરાયુ છે.
કથાના વ્યાસાસને આંતરરાષ્ટ્રીય કથાકાર - ગૌભકત શંકર મહારાજ જોષી (ગરણી - બાબરા) - વાળા હાલ રાજકોટ) બિરાજીને દરરોજ સવારે ૯ થી ૧૨ અને બપોરે ૩ થી ૬ કથાનું રસપાન કરાવશે. લાભ લેવા આયોજક બાપા સીતારામ ગૌશાળા પરિવારના જયેશભાઇ ભટ્ટીએ આમંત્રણ પાઠવ્યું છે
ત્રણ વિસ્તારનાં કાર્યક્રમો કયાં કયાં યોજાશે
* નટરાજ વિસ્તાર ૧૩મી ઓક્ટોબરે સાંજે ૫.૩૦ કલાકે ગુર્જર ક્ષત્રિય કડિયા સમાજની વાડી, એસ.એન.કે. સ્કૂલ પાસે, કવિશ્રી અમળત ઘાયલ કોમ્યુનિટી હોલ પાસે, જ્યોતિનગર મેઈન રોડ, યુનિવર્સિટી રોડ ખાતે યોજાશે.
* મારૂતિ વિસ્તારઃ ૧૩મી ઓક્ટોબરના રોજ, સાંજે પાંચ કલાકે, ઈનડોર સ્ટેડિયમની પાસે ર્પાકિંગવાળું મેદાન, રેસકોર્સ રિંગરોડખાતે ઉજવાશે.
* વર્ધમાન વિસ્તારમાં ૧૩મી ઓક્ટોબરે સાંજે પાંચ કલાકે ચાર નગરોમાં વિજયાદશમી ઉત્સવ ઉજવાશે. જેમાં આનંદનગરનો ઉત્સવ રામેશ્વર ચોક, સૂતા હનુમાન મંદિર પાસે, રણુજાનગરનો ઉત્સવ શાષાીનગર ચોક, આહીર ચોક પાસે ઉજવાશે. વર્ધમાન નગરનો ઉત્સવ કરણપરા ચોક ખાતે તથા સ્વામિ, સોમનાથ તેમજ કોઠારિયા નગરનો ઉત્સવ કનૈયા ચોક, રણુજામંદિર ખાતે ઉજવાશે.(
(4:10 PM IST)










