<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 12th October 2024

પેલેસ રોડ ખાતે શ્રી આશાપુરા માતાજીના મંદિરે હવન : ઠાકોર માંધાતાસિંહજી અને યુવરાજ જયદિપસિંહજી પરિવારે આરતી, પુજનનો લાભ લીધો

 

રાજકોટ : રાજરાજેશ્વરી માં આશાપુરા માતાજીના મંદિર પેલેસ રોડ ખાતે હવનાષ્‍ટમીએ જાડેજા પરિવારે ધર્મલાભ લીધો હતો. રાજકોટના ઠાકોર શ્રી માંધાતાસિંહજી, યુવરાજ શ્રી જયદીપસિંહજી જાડેજાએ પૂજા આરતી અને હવનવિધિમાં ભાગ લઇ માતાજીના આશીર્વાદ મેળવ્‍યા હતા. આ તકે શ્રી માંધાતાસિંહજીએ જણાવ્‍યુ હતુ કે જગત જનની માં આશાપુરાના દરબારમાં આજે માઇ ભકતોની આધિ વ્‍યાધિ ઉપાધિ યજ્ઞની સમિધ સાથે હોમ થયો હોય માતાજી સૌના જીવનમાં ખુશી, આનંદ અને સમૃધ્‍ધિ આવે તેવી માતાજીના ચરણોમાં આજના પાવન અવસરે પ્રાર્થના કરીએ છીએ. આ પ્રસંગે રાજકુમાર વિજયસિંહજી (અંબિકા પ્રતાપસિંહજી) ઓફ રાજકોટ, દેવેન્‍દ્રસિંહજી ઠાકોર ઓફ વિરપુર, રણવિરસિંહ વાગુદડ, દૈવતસિંહ ચાંદલી, છત્રસિંહ વડાળી, દેવેન્‍દ્રસિંહ (ટીકુભાઇ) કોઠારીયા, હનુમંતસિંહ દુધરેજ, નિલરાજસિંહ ચાંદલી, યશપાલસિંહ ચાંદલી, પરબતસિંહ સાજડીયાળી, વિરેન્‍દ્રસિંહ જાડેજા (ડી.એસ.ઓ.), દિગ્‍વિજયસિંહ વાઘેલા, યુવરાજસિંહ ચાંપાબેડા, અજીતસિંહ ભુણાવા, નિર્મળસિંહ છત્રાસા, વિરેન્‍દ્રસિંહ ઝાલા, રાજભાઇ વાવડી, ભરતસિંહ વાગુદડ, નીરૂભા વાઘેલા બકરાણા, જે. બી. જાડેજા સાજડીયાળી, દેવેન્‍દ્રસિંહ સોળીયા, બળદેવસિંહ ભડીયાદ, ગજેન્‍દ્રસિંહ જાબીડા, ઘનશ્‍યામસિંહ લોધીકા, સહદેવસિંહ બેલા, આર. ડી. જાડેજા છેલ્લીઘોડી, વિરમદેવસિંહ ચુડાસમા, નરેન્‍દ્રસિંહ મોટાવડા, ઘનશ્‍યામસિંહ કાંગશીયાળી,  વનરાજસિંહ શીશાંગીયા, પૃથ્‍વસિંહ રતનપર, નીતુભા વાઘેલા, આર. આર. ગોહીલ રામણકા, વિજયસિંહ કાંગશીયાળી, હેમભા રીબડા, યુવરાજસિંહ ચાંપાબેડા, મહાવીરસિંહ ચાંદલી અને માઇ ભકતો ઉપસ્‍થિત રહ્યા હતા. શાષાોકતવિધિ રાજશાષાી ભરતભાઇ ભટ્ટ, યજ્ઞેશભાઇ ભટ્ટ, જયેશભાઇ ભટ્ટ, જીતુભાઇ ભટ્ટ, વિશ્વેષભાઇ ભટ્ટ, મનીષભાઇ જોશી, કિરીટભાઇ ભટ્ટ, પ્રશાંતભાઇ ત્રિવેદી, રાજેશભાઇ પંડયા, પ્રફુલભાઇ જોશી, જયભાઇ ગોગાયતા વગેરેએ કરાવી હતી. 

(3:12 PM IST)