<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 12th October 2024

સોમવારે સમસ્‍ત પ્રજાપતિ સમાજના રાસોત્‍સવ

ર૬ વર્ષ જૂની સંસ્‍થા સોરઠીયા પ્રજાપતિ યુવક મંડળ દ્વારા ૧૦૮ મેડીકલ સહાય યોજના અંતર્ગત આયોજન

રાજકોટ :  શ્રી સોરઠીયા પ્રજાપતિ યુવક મંડળ રાજકોટ દ્વારા ૧૦૮ મેડીકલ સહાય યોજના અંતર્ગત આયોજિત પ્રજાપતિ સમાજના યુવા ધન દ્વારા પ્રથમ વર્ષ સમસ્‍ત પ્રજાપતિ સમાજ માટે તા. ૧૪ ના સોમવારે ખાતે  લીયો લાયન્‍સ, નાના મવા સર્કલ, ૧પ૦ ફુટ રીંગ ખાતે એક લાખ વોલ્‍ટ સિસ્‍ટમ્‍સ સથવારે નવા જ અંદાઝમાં દાંડિયાની રમઝટ બોલાવશે.

આ રાસોત્‍સવમાં સ્‍વ. જમનભાઇ ગોરધનભાઇ ફટાણીયા (જાંમો ગ્રુપ-કોંગો, આફિકા), ભાનુબેન જમનાદાસ ફટાણીયા, રાજેશભાઇ જમનાદાસ ફટાણીયા, જયોતિબેન રાજેશભાઇ ફટાણીયા પરિવારનો સહયોગ મળેલ હોવાનું યાદીમાં જણાવેલ છે.

બોમ્‍બેનું ઓરકેસ્‍ટ્રા બેન્‍ડ સાથે જાણીતા સંગીતકાર શ્રુતિ પટેલ, શિવાલી ગોહેલ, શ્રધ્‍ધા ખખ્‍ખર તેમજ આશિષ હરિયાણી દ્વારા પ્રાચીન અને જુના-નવા હિન્‍દી ગીતોની ધૂમ મચાવશે.

શ્રુતિ પટેલ, શિવાલી ગોહેલ, શ્રધ્‍ધા ખખ્‍ખર તેમજ આશિષ હરિયાણી અવાજ આપી રહ્યા છે. (તસ્‍વીર : સંદીપ બગથરીયા)

(3:29 PM IST)