<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 12th October 2024

આજે ગોપી રાસોત્‍સવનો મેગા ફાઇનલઃ સુર-તાલના સથવારે થિરકવા માટે બહેનોમાં થનગનાટ

 

રાજકોટઃ સરગમ લેડીઝ ક્‍લબ આયોજિત ગોપી રાસોત્‍સવ નો મેગા ફાઈનલ આજે રાત્રે ડીએચ કોલેજના મેદાનમાં યોજાશે વિજેતા બનનાર બહેનોને ક્‍વીનનું બિરુદ આપવામાં આવશે. રાત્રે ઢોલની દાંડી પીટાશે અને એ સાથે જ સુર, તાલ અને બહેનોની કલાનો સંગમ થશે.

પોલીસ કમિશનર બ્રીજેષ ઝા, ડીસીપી ક્રાઇમ પાર્થરાજસિંહ ગોહેલ, મેયર નયનાબેન પેઢડિયા, અશ્વીનભાઈ મોલીયા, શૈલેષભાઈ માંકડિયા, મયુરધ્‍વજસિંહ જાડેજા (હેડલાઇન પ્રેસ ચીફ), રાકેશભાઈ પોપટ, શૈલેષભાઈ પાબારી, અભિષેકભાઈ અઢીયા, દીપકભાઈ ધીંગાણી, પ્ર્‌તાપભાઈ પટેલ,  ચ્‍ંદ્રીકાબેન ધામેલિયા, મનુભાઈ વઘાસિયા, સુધાબેન ભાયા, ગુણવંતભાઈ ભટ્ટ, જયેશભાઇ ઉપાધ્‍યાય, કેતનભાઈ બુસા, નરેશભાઈ શાહ, નીતીનભાઇ પાટડીયા, યુસુફભાઈ માંકડા, યોગીનભાઈ છનીયારા, ભરતસિંહ ઝાલા, રાજુભાઈ ગોંડલિયા, વિજયભાઇ કારીયા, વિનયભાઇ કારીયા, ઉમેશભાઈ શેઠ, કિરણભાઈ કતીરા, દિનેશભાઈ અમૃતિયા, સતિષભાઇ ભીમજીયાણી, રજનીભાઈ કાત્રોડિયા, વગેરે ઉપસ્‍થિત રહેલ.

આયોજનને સફળ બનાવવા ગુણવંતભાઈ ડેલાવાળા, મૌલેશભાઈ પટેલ, હરેશભાઈ લાખાણી, સુરેશભાઇ દેત્રોજા, ભરતભાઇ સોંલકી, રાજેન્‍દ્રભાઈ શેઠ, કનૈયાલાલ ગજેરા, મનમોહનભાઈ પનારા, જયસુખભાઇ ડાભી , ડો.ચંદાબેન શાહ, નીલુબેન મહેતા,અલકાબેન કામદાર, ગીતાબેન હિરાણી, ડો. અલ્‍કાબેન ધામેલિયા,  તથા લેડીઝ ક્‍લબ અને જેન્‍ટ્‍સ ક્‍લબના બને કમીટી મેમ્‍બરો જહેમત ઉઠાવી રહ્યા છે.

(3:20 PM IST)