<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 12th October 2024

અકિલા - રઘુવંશી બીટસનો આજે મેગા ફાઇનલ : ખેલૈયાઓ વચ્‍ચે જંગ જામશે

બેસ્‍ટ ઓફ ધી બેસ્‍ટ રઘુવંશી ખેલૈયાઓ રાસ-ગરબાની રમઝટ બોલાવશે : વિજેતા ખેલૈયાઓને લાખેણા ઇનામોથી નવાજવામાં આવશે : ડેઇલી પાસ વિતરણ ચાલુ : વિજેતાઓને સાંજે ૫ વાગે ગ્રાઉન્‍ડમાં પ્રવેશ મેળવી લેવા રઘુકુળ યુવા ગ્રુપની અપીલ

રાજકોટ :   આજે દશેરાના પવિત્ર દિવસે રઘુકુળ યુવા ગ્રુપ આયોજીત અકિલા રઘુવંશી બીટસ રાસોત્‍સવનું અંતિમ ચરણ આવી પહોંચ્‍યું છે. નવરાત્રીના નવ નોરતા દરમ્‍યાન દરરોજ વિજેતા બનેલા પ્રિન્‍સ-પ્રિન્‍સેસ વચ્‍ચે આજે બેસ્‍ટ ઓફ ધી બેસ્‍ટ રઘુવંશી ફાયનલ સ્‍પર્ધાનુ આયોજન કરાયું છે. સૌ વિજેતા ખેલૈયાઓને સાંજે ૫ વાગ્‍યે પ્રવેશ લઈ લેવા રઘુકૂળ યુવા ગ્રુપ દ્વારા અપીલ કરાઇ છે.

નવમાં નોરતે રસાકસીભરી હરીફાઈ બાદ ગ્રુપ-એ માં પ્રિન્‍સ તરીકે નિર્સગ વસંત, સાર્થ ઠકકર, જેનીલ સાણંદીયા, પુજીતદેવ બારડ તથા પ્રિન્‍સેસ તરીકે ત્રિશા રૂપારેલીયા, પલ સચદેવ, વિરા મારૂ વિજેતા બન્‍યા હતાં. ગ્રુપ-બી માં પ્રિન્‍સ તરીકે પાર્થ પરમાર, પંકજ દવે, તૈલી હસમુખ તથા પ્રિન્‍સેસ તરીકે ગોંધીયા ફાલ્‍ગુની, કાશ્‍મીરા સોમૈયા, પુજા ઠકરાર વિજેતા બન્‍યા છે તથા વેલડ્રેસમાં વિશ્વા કેસરીયા, જય પોપટ તથા સી-ગ્રુપમાં પ્રિન્‍સ - પ્રિન્‍સેસ તરીકે અમીતભાઈ કારીયા, મેઘલ કાનાબાર, રાજદેવ નેહા તથા વેલડ્રેસમાં મનીષાબેન આહયા વિજેતા બન્‍યા હતાં.

આયોજકો મિતેશભાઈ રૂપારેલીયા, હિરેનભાઈ તન્ના, રાજેશભાઈ જટણીયા, પારસભાઈ ઉનડકટ, શરદભાઈ પોપટ, નૈનેશભાઈ દાવડા, સાગરભાઈ તન્ના, નિરવભાઈ પાંઉ, યશભાઈ રાઠોડ, રઘુરાજ રૂપારેલીયા, જયદેવભાઈ રૂપારેલીયા, લાલેશભાઈ ઘીયા, સાગરભાઈ કકકડ, ડો. મીલાપ ઠકકર (સદભાવના હોસ્‍પિટલ) સહિતની ટીમ પણ ગરબે ઘુમ્‍યા હતાં.

આ પ્રસંગે રાકેશભાઈ પોપટ, અમીતભાઈ રૂપારેલ (જવેલદીપ જવેલર્સ), રતીલાલ દાવડા, મંગલ મેડમ (રીલાયન્‍સ ટ્રેન્‍ડસ), ધવલસર (રીલાયન્‍સ ટ્રેન્‍ડસ), મહેશભાઈ પુજારા, દિલીપભાઈ સોમૈયા, આશીષભાઈ સોમૈયા, રજનીભાઈ, દિશાબેન દાવડા, અંજલીબેન વસાણી, છાંયાબેન તન્ના, રમેશભાઈ કેસરિયા, ભાવેશભાઈ કેસરીયા, અમીતભાઈ પોપટ, નિકુંજભાઈ પોપટ, કવિતાબેન પાંઉ, દિયાબેન લાખાણી, ક્રિપાબેન રૂપારેલીયા સહિતના ઉપસ્‍થિત રહયાં હતાં.ડેઇલી પાસ માટે (મો.૯૩૨૭૭ ૦૬૭૦૭,૮૭૫૮૫ ૮૫૮૪૮, ૯૫૭૪૩ ૩૯૩૩૯) પર સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.

(3:21 PM IST)