News of Saturday, 12th October 2024
પોલીસ શસ્ત્રગાર ખાતે પોલીસ કમિશ્નર શ્રી બ્રજેશ ઝાના હસ્તે શસ્ત્રપુજન
વિજયા દશમી નિમિતે એડીશ્નલ પોલીસ કમિશ્નર મહેન્દ્ર બગડીયા, ડીસીપી પાર્થરાજસિંહ ગોહીલ, સજ્જનસિંહ પરમાર, પુજા યાદવ, જગદીશ બાંગરવા સહિતના અધિકારીઓ દ્વારા શષાો, અશ્વો અને પોલીસના વાહનોનું વિધિવત પુજન કરાયું

રાજકોટઃ આજે અસુરો ઉપર સુરોના વિજયના પર્વ વિજયા દશમીની દેશભરમાં ઉજવણી થઇ રહી છે. ત્યારે શહેર પોલીસ કમિશ્નર હેઠળના પોલીસ હેડ કવાર્ટરમાં શષાાગાર ખાતે બપોરે શુભ મુર્હુતમાં આધુનિક, ઓટોમેટીક વેપન્સ (હથિયારો)નું પુજન પોલીસ કમિશ્નર શ્રી બ્રજેશ ઝાના હસ્તે કરવામાં આવ્યુ હતુ.આ તકે પોલીસ અશ્વદળ ના અશ્વો અને પોલીસ કાફલાના વાહનોનું પુજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં એડીશનલ પોલીસ કમિશ્નર મહેન્દ્ર બગડીયા, ડીસીપી પાર્થરાજસિંહ ગોહિલ, સજજનસિંહં પરમાર, પુજા યાદવ, જગદીશ બાંગરવા તથા એસીપી બી.જે. ચૌધરી, ડી.બી.બસીયા, રાધીકા ભારાઇ, આર.એસ.બારીયા, એમ.આઇ.પઠાણ, બી.વી. જાદવ અને જે. બી. ગઢવી તથા તમામ પોલીસ મથકના પી.આઇ. સહિત ઉપસ્થિત રહ્યા હતા. (તસ્વીરઃ સંદીપ બગથરીયા)
(3:38 PM IST)










