News of Saturday, 12th October 2024
લોધીકા તાલુકાના મેટોડા, વડ વાજડી , હરીપર પાળ સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ : ખેડૂતોમાં ચિંતા
મગફળી અને સોયાબીનના પાથરા હજુ પણ ખેતરોમાં હોય નુકસાનીની શક્યતા

(ભીખુપરી ગોસાઈ દ્વારા)ખીરસરા તા.૧૨ : રાજકોટ જિલ્લાના ગ્રામ્ય વિસ્તાર લોધીકા તાલુકામાં વરસાદ પડ્યો છે.મેટોડા, વડ વાજડી , હરીપર પાળ સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદના કારણે ખેડૂતોમાં ચિંતા પ્રસરી ગઈ છે.
મગફળી અને સોયાબીનના પાથરા હજુ પણ ખેતરોમાં હોય નુકસાનીની શક્યતા છે.
(7:38 PM IST)










