તા. ૧ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો સુદ – ૯ સોમવાર
News of Monday, 14th October 2024
શિવ તાંડવ, આસુરી તત્વોનો પરાજય , ધર્મ અને દેશ ભક્તિના સંદેશ આપતા કાર્યક્રમો વન વર્લ્ડમાં યોજાયા
રાજભા જાડેજા ટીમ દ્વારા પ્રાચીન પરંપરા જાળવતા કાર્યક્રમો, આખા રાજકોટમાં આકર્ષણરૂપ બન્યા

રાજકોટ, તા., ૧૪: શહેરના ૧૫૦ ફુટ રીંગ રોડ પર એક નાનકડા ગામ જેવી વસ્તી ધરાવતા લોકો વસે છે, જયા પારિવારિક ભાવના ટોચ પર છે, તેવા રાજકોટના અદ્યતન હોવા છતાં પ્રાચીન પરંપરા જાળવી રાખી છે તેવા વન વર્લ્ડ રેસીડેન્સીમાં ગણપતિ મહોત્સવ માફક નવરાત્રી ઉત્સવમાં પારંપરિક પરંપરા સિનિયર સિટીઝનો સાથે યુવા વર્ગે પણ દ્રઢ સંકલ્પ તરીકે જાળવી શિવ તાંડવ, આસુરી શક્તિનો પરાજય, દેશ પ્રેમ જેવા કાર્યક્રમો આખા રાજકોટમાં ચર્ચાનું કેન્દ્ર બન્યા હતા.
૧૫૦ ફુટ રિંગ રોડ પર આવેલા ધ વન વર્લ્ડ રેસિડેન્સીમાં સોસાયટી ના સભ્યો દ્વારા માં નવ દુર્ગા ની આરાધના કરવા માટે નવ દિવસ માટે ગરબી નુ આયોજન કરવામાં આવ્યું હતું અને બહેનો દ્વારા નાની નાની બાળાઓ ને રોજ અલગ અલગ રાસ કરાવામાં આવતા હતા. દાતાઓ દ્વારા રોજ અલગ અલગ નાસ્તા અને જમણવારના આયોજન પણ કરવામાં આવ્યા હતા અને નાની બાળાઓ ને લહાણી વિતરણ પણ કરવામાં આવ્યું હતુ ધ વન વર્લ્ડ પરિવારના દરેક સભ્યો દ્વારા નવરાત્રી ના આ ઉત્સવ ને ખુબ જ આનંદભેર ઉજવવામાં આવ્યો હતો.
ધ્રોલ તાલુકા ભાજપના પુર્વ પ્રમુખ રાજભા જાડેજા, કાર્તિકભાઈ પાબારી, સુરેસભાઈ ગાદેશા, મદનસિંહ સિસોદિયા, ભરતભાઈ નંદાણી, મનુભાઈ અભાણી, દર્શનભાઈ મહેતા, કેતનભાઈ નંદાણી, આનંદભાઈ દક્ષીણી, જયેશભાઈ ઉનડકટ, વિપુલભાઈ દાવડા , પ્રદીપભાઈ સંઘવી, ભાવેશભાઈ ઠક્કર , સંદીપભાઈ રાઠોડ , રાજુભાઈ પારેખ, કલ્પેશભાઈ કપુરીયા ,અતુલભાઈ સવજાણી , પિયુશભાઈ શિંગાળા, સંકેતભાઈ શાહ , રાજુભાઈ ખિમાણી, લલિતભાઈ બંસલ, ચિરાગભાઈ દેશાઈ, સંજયભાઈ થડેશ્વર, રિશિતભાઈ ઠક્કર તેમજ સોસાયટીના દરેક સભ્યોના સાથ સહકારથી આ સમગ્ર આયોજનને ચાર ચાંદ લાગ્યા હતા.
(11:42 AM IST)










