<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 14th October 2024

ખેડૂતો ‘રોકડી' ના મુડમાં: રાજકોટ યાર્ડમાં મગફળી-કપાસની આવક વધી

રાજકોટ : ખેડૂતો ‘રોકડી' ના મુડમાં હોય તેમ તેના ખરીફપાક મગફળી અને કપાસનો જથ્‍થો યાર્ડમાં ઠાલવી રહ્યા છે. આજે રાજકોટ યાર્ડમાં મગફળીની ૩પ હજાર ગુણીની  આવકો થઇ હતી. મગફળી ઝીણીના ૯૩૦ થી ૧૧૮૦ અને મગફળી જાડીના ૧૦૦૦ થી ૧ર૧૦ રૂા.ના ભાવે સોદા પડયા હતાં. જયારે કપાસની ૧૦ હજારની ભારીની આવકો થઇ હતી. કપાસ એક મણના ભાવ ૧૩પ૦ થી ૧૬૬૦ રૂા.ના ભાવે સોદા પડયા હતાં. રાજય સરકાર દ્વારા ટેકાના ભાવે ખરીદી થાય તે પૂર્વે જ ખેડૂતો યાર્ડમાં જણસી ઠાલવી રહ્યા છે.

(1:35 PM IST)