News of Monday, 14th October 2024
આજે રાત્રે સરગમી સંગીત સંધ્યાઃ સંખ્યાબંધ ટોચના બોલીવુડ ગાયકો જુના-નવા ગીતોની રમઝટ બોલાવશે

રાજકોટઃ આજે સોમવારે રાત્રે ૮ વાગ્યે સરગમ કલબના ઉપક્રમે ધર્મેન્દ્રસિંહજી કોલેજ (ડી.એચ. કોલેજ) ડો. યાજ્ઞીક રોડ, રાજકોટ ખાતે સંગીત સંધ્યા યોજાશે. ૧૦,૦૦૦ દસ હજાર લોકોની બેઠક વ્યવસ્થા માટે ખુરશીની વ્યવસ્થા રાખેલ છે. આ સરગમી સંગીત સંધ્યામાં સરગમ કલબે સહ પરિવાર અને જાહેર જનતાને વિનામૂલ્યે આમંત્રણ પાઠવ્યું છે. પુજારા ટેલીકોમ અને ડીએમએલ ગ્રુપનો સહયોગ મળ્યાનું સરગમની યાદીમાં જણાવાયું છે.
આજના આ સંગીતસંધ્યા કાર્યક્રમમાં બોલીવુડના જાણીતા ગાયક કલાકારો મુખતાર શાહ (અમદાવાદ), નાનુ ગુર્જર (મુંબઈ), સંગીતા મેલેકર ( મુંબઈ ), પ્રિયંકા બાસુ (અમદાવાદ), મોહસીન શેખ (અમદાવાદ) તથા સાથી કલાકારો જુના-નવા ગીતોની મહેફિલ જમાવશે. મેલોડી કલર્સનાં મન્સુરભાઈ ત્રિવેદીનું ઓરકેસ્ટ્રા, કી બોર્ડમાં તુષારભાઈ ગોસાઈ સાથે મ્યુઝીકલ ટીમ જમાવટ કરશે.
કાર્યક્રમના પ્રમુખ સ્થાને વજુભાઈ વાળા (પૂર્વ ગવર્નર કર્ણાટક રાજ્ય) અને ઉદઘાટક તરીકે કુંવરજીભાઈ બાવળીયા (મંત્રી શ્રી, ગુજરાત રાજ્ય), મુખ્ય અતિથી વિશેષ તરીકે મનીષભાઈ માડેકા (રોલેક્ષ રીંગ્સ પ્રા.લી.) અને સુરેશભાઈ નંદવાણા (ભવાની ઇન્ડસ્ટ્રીઝ) મુખ્ય મહેમાન તરીકે નરેન્દ્રસિંહ જાડેજા (પ્રમુખ, રા.લો. સંધ), દીલેશભાઈ પાબારી (દીલ એકઝીમ કોમોડીટીઝ પ્રા.લી), નરેન્દ્રસિંહજી જાડેજા (ડેપ્યુટી મેયર - રાજકોટ મહા.), જીતુભાઈ ચંદારાણા (વાઈસ ચેરમેન - મારવાડી યુનિવર્સીટી), અશોકભાઈ વૈષ્નાની (અગ્રણી બિલ્ડર્સ), મહેશભાઈ રાજપુત (ગુજરાત પ્રદેશ કોંગ્રેસ અગ્રણી), ભુપતભાઈ બોદર (પૂર્વ, પ્રમુખ જીલ્લા પંચાયત રાજકોટ), જગદીશભાઈ કોટડીયા (સામાજીક અગ્રણી - શ્રેષ્ઠ ઉદ્યોગપતિ), ડો. દર્શિતાબેન શાહ (ધારાસભ્ય - રાજકોટ), સુરેશભાઈ વેકરીયા (સીનોવા ગીયર્સ એન્ડ ટ્રાન્સમીશન પ્રા.લી.), ઘનશ્યામભાઈ હેરભા (પ્રમુખ - PDM કોલેજ), રાજેશભાઈ કાલરીયા (સનફોર્જ પ્રા.લી.), ઉદયભાઈ પારેખ (ઓમનીટેક એન્જી. પ્રા.લિ.) કરશનભાઈ આદ્રોજા (ઈરોઝ ફોર સેનેટરીયન વેર્સ), પીયુષભાઇ પારેખ (અગ્રણી ઉદ્યોગપતિ - દુબઈ), અરવિંદભાઈ તાળા (અવધ કન્સ્ટ્રકશન) ખાસ ઉપસ્થિત રહેશે. ઉપરાંત કાર્યક્રમમાં પુજારા ટેલીકોમના ચેરમેન રાહિલભાઈ પુજારા તથા ધ ડીએમએલ ગ્રુપના ચેરમેન ચિરાગભાઈ લાખાણી, દર્શનભાઈ લાખાણીનો સહયોગમળ્યાનું પણ સરગમની યાદીમાં જણાવાયું છે.
કાર્યક્રમને સફળ બનાવવા ગુણવંતભાઈ ડેલાવાળા ઉપરાંત મૌલેશભાઈ પટેલ, હરેશભાઈ લાખાણી, સ્મિતભાઈ પટેલ, પ્રભુદાસભાઈ પારેખ, યોગેશભાઈ પુજારા, રાહિલભાઈ પુજારા, ચિરાગભાઈ લાખાણી, દર્શનભાઈ લાખાણી, ડો. ચંદાબેન શાહ, નીલુબેન મહેતા વગેરે જહેમત ઉઠાવી રહ્યા છે.
(3:02 PM IST)










