<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 14th October 2024

ડેંગ્‍યુથી કાગવડના રંજનબેન રીબડીયાનું મોતઃ મેટોડાના ૧૩ વર્ષના શિવમ્‌નું તાવ આવ્‍યા મોત

 

રાજકોટ તા. ૧૪: રોગચાળાને કારણે મૃત્‍યુના બનાવો પણ બની રહ્યા છે. વધુ બે બનાવમાં એક પરિણીતા અને એક તરૂણનો જીવ ગયો છે. કાગવડના મહિલાનું ડેંગ્‍યુથી અને મેટોડાના તરૂણનું ત્રણેક દિવસ તાવ આવ્‍યા બાદ મૃત્‍યુ થયું છે.

જાણવા મળ્‍યા મુજબ કાગવડ ગામે રહેતાં રંજનબેન અક્ષયભાઇ રીબડીયા (ઉ.વ.૨૪)ને છએક દિવસ પહેલા તાવ આવતો હોઇ રાજકોટ ખાનગી હોસ્‍પિટલમાં દાખલ કરાયા હતાં. તેમને ડેંગ્‍યુ હોવાનો રિપોર્ટ આવ્‍યો હતો. દરમિયાન આજે બેભાન હાલતમાં વધુ સારવાર માટે સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયેલ. પરંતુ અહિ મૃત્‍યુ થતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો. રંજનબેનના લગ્ન છ વર્ષ પહેલા થયા હતાં. સંતાનમાં એક પુત્ર છે. પતિ સાડીના  કારખાનામાં કામ કરે છે. બનાવની જાણ હોસ્‍પિટલ ચોકીના સ્‍ટાફે વિરપુર પોલીસને કરી હતી.

બીજા બનાવમાં મેટોડા જીઆઇડીસી ગેઇટ નં. ૩માં રહેતો શિવમ્‌ રામપાલ કંઢેરીયા (ઉ.વ.૧૩) નામનો તરૂણ સવારે ઘરે બેભાન થઇ જતાં સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયેલ. પરંતુ અહિ સારવાર દરમિયાન તબિબે મૃત જાહેર કરતાં પરિવારમાં કલ્‍પાંત સર્જાયો હતો.

મૃત્‍યુ પામનાર શિવમ્‌ બે બહેન અને ચાર ભાઇમાં બીજો હતો. તેના પિતા કારખાનામાં કામ કરે છે. તેણે કહ્યું હતું કે ત્રણ ચાર દિવસથી શિવમ્‌ને તાવ આવતો હતો અને દવા ચાલુ હતી. આજે એકાએક બેભાન થઇ ગયા બાદ મોત થયું હતું. હોસ્‍પિટલ ચોકીના સ્‍ટાફે મેટોડા પોલીસને જાણ કરી હતી.

(3:08 PM IST)