News of Monday, 14th October 2024
કુમકુમના પગલા પડયા... મેઘાવી માહોલમાં ગોપી રાસોત્સવનું શાનદાર સમાપન

રાજકોટઃ છેલ્લા નવ દિવસથી શહેરનો નંબર-વન રાસોત્સવ બની રહેનાર ગોપી રાસોત્સવની મેઘાવી માહોલમાં શાનદાર પુર્ણાહુતી થઇ હતી. છેલ્લા દિવસે આભમાં ચાંદલિયો અને ધરતી ઉપર એટલે કે ગ્રાઉન્ડ ઉપર નયનરમ્ય લાઈટીંગને લીધે સોનેરી સુરજ ઉગ્યો હોય તેવી અનુભૂતિ થતી હતી. છેલ્લા દિવસે મેગા ફાઈનલ માણવા માટે ધનસુખભાઈ ભંડેરી સહિતના ઉપસ્થિત રહ્યા હતા અને વિજેતા બહેનોને ઇનામો આપ્યા હતા.
છેલ્લા દિવસે રાસની રંગત જામી હતી. ઓરકેસ્ટ્રા અને સિંગરોએ એક એક થી ચડિયાતા ગરબા રજૂ કર્યા હતા તો બીજી તરફ બહેનોએ કુમકુમ પગલાં સાથે જુદી જુદી સ્ટાઈલનાં ગરબા રમીને શ્રેષ્ઠ પરફોર્મન્સ આપ્યું હતુ. આમ, સિંગરો અને ખેલૈયાઓની જુગલ જોડીએ આ રાસોત્સવને ચાર ચાંદ લગાડી દીધા હતા.
નિર્ણાયક તરીકે નીલુબેન મહેતા, કાશ્મીરાબેન નથવાણી, માયાબેન પટેલ, ભાવનાબેન બગડાઇ સેવા આપેલ.
મેગા ફાઇનલ માં ૨૫ બહેનો ને સિલેકટ કરવામાં આવેલ જેમને પ્રાઇઝ આપવામાં આવેલ.
ઓરકેસ્ટ્રા મન્સુર ત્રિવેદી પ્રસ્તુત મ્યૂઝિકલ મેલોડી કલર્સ ઓરકેસ્ટ્રા ધૂમ મચાવશે. આ સંગીત સાથે મુંબઈના સિંગર હેમંત પંડ્યા (મુબઇ), નિલેષ પંડ્યા (રાજકોટ), પ્રિયાબેન જોશી, ડો. પ્રીતિ ભટ્ટ, તેમજ આશીફ ઝરીયા અને યુનુસ શેખ એલાઉન્સર દિનેશભાઇ બાલાસરા અને કીબોર્ડ તુષાર ગોસાઇ, રીધમ માં રીલેશ પરમાર નાં ગરબા રજૂ કરેલ.
સમગ્ર રાસોત્સવને સફળ બનાવવા માટે સરગમ કલબના પ્રમુખ ગુણવંતભાઈ ડેલાવાળાનાં માર્ગદર્શન હેઠળ મૌલેશભાઈ પટેલ, હરીશભાઈ લાખાણી, જગદીશભાઈ ડોબારીયા, સ્મિતભાઈ પટેલ, યોગેશભાઈ પુજારા, મનીષભાઈ માડેકા અને લેડીઝ ક્લબના ડો. ચંદાબેન શાહ, નીલુબેન મહેતા, ડો. માલાબેન કુંડલિયા, સુધાબેન ભાયા, જસુમતીબેન વસાણી, અલકાબેન કામદાર, ગીતાબેન હિરાણી, છાયાબેન દવે, ડો. અલકાબેન ધામેલિયા, જ્યસુખભાઇ ડાભી, મનમોહનભાઈ પનારા કનૈયાલાલ ગજેરા, ભરતભાઇ સોલંકી, રાજેન્દ્રભાઈ શેઠ, દીપકભાઈ શાહ, કૌશિકભાઈ વ્યાસ વગેરેએ જહેમત ઉઠાવી હતી.
(3:09 PM IST)










