News of Monday, 14th October 2024
ગાય માતાને રાજમાતા - રાષ્ટ્રમાતા જાહેર કરો
મુખ્યમંત્રીને સંબોધી ગૌરક્ષક સેનાનું કલેકટરને આવેદન : સૂત્રોચ્ચાર દેખાવો

રાજકોટ તા. ૧૪ : ગૌ રક્ષક સેનાએ મુખ્યમંત્રીને સંબોધી કલેકટરને આવેદન પાઠવી ગૌ માતાને રાજમાતા તેમજ રાષ્ટ્રમાતા જાહેર કરવા માંગણી કરી હતી.
આવેદનમાં ઉમર્યું હતું કે, હિન્દુ ધર્મના ચારેય મઠના ગુરૂઓ દ્વારા ગૌ માતાને રાષ્ટ્રમાતા જાહેર કરવા જે અભિયાન ચલાવવામાં આવ્યું છે. તેમાં આપણા રાજકોટ જિલ્લાના ગૌ રક્ષક સેના તરફથી અમો આપને વિનંતી કરીએ છીએ કે, જો મહારાષ્ટ્ર સરકાર ગૌ માતાને રાષ્ટ્ર માતા જાહેર કરી શકતી હોય તો ગુજરાત સરકાર કેમ નહિ ? તેથી ગૌમાતાને ગુજરાત રાજ્યના રાજમાતા તેમજ સમગ્ર દેશના રાષ્ટ્રમાતા તરીકે સ્વિકારવામાં આવે એવી અમારી માંગણી છે. આવેદન દેવામાં આગેવાનો સુનીલ પટેલ, વિક્રમભાઇ ડાંગર, મનીષભાઇ ચાવડા, બિપીન સાટીયા, અતુલ ગોહિલ વિગેરે જોડાયા હતા.
(3:36 PM IST)










