<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 14th October 2024

અગ્નિકાંડની ગંભીર ઘટનામાં પૂર્વ ટી.પી.ઓ. મનસુખ સાગઠીયાનો મહત્‍વનો રોલ છેઃ જામીન અરજી સુનાવણી પુરી થઇ

આરોપીની જામીન અરજીના વિરોધમાં એકનો એક પુત્ર ગુમાવનાર પિતાએ કોર્ટમાં વાંધા રજૂ કર્યાઃ આજે મોડી સાંજે ચુકાદાની સંભાવના

રાજકોટ તા. ૧૪ :.. સમગ્ર ગુજરાતને હચમચાવી દેનાર રાજકોટના ટી. આર. પી. ગેમઝોન અગ્નિકાંડમાં ર૭ વ્‍યકિતઓના મૃત્‍યુ થયાના ગંભીર ગુનામાં મુખ્‍ય આરોપી મનાતા મ્‍યુનિ. કોર્પો.ના પૂર્વ ટી. પી. ઓ. મનસુખ ધનજીભાઇ સાગઠીયાએ જામીન પર છૂટવા કરેલ અરજીની આજે કોર્ટમાં સુનાવણી થઇ હતી.

આ અરજીમાં તેઓએ જણાવેલ છે કે, આ બનાવમાં મારા પુત્ર સહિત કુલ ર૭ લોકોના મૃત્‍યુ થયા છે. હાલના અરજદાર મનસુખ સાગઠીયા કે જેઓએ જામીન પર છૂટવા અરજી કરી છે. તેઓ બનાવ સમયે મ્‍યુનિ. કોર્પો.ના મુખ્‍ય ટી. પી. ઓ. હતાં. પોલીસની એફ. આઇ. આર. માં તેમનું પ્રથમથી જ નામ છે. ટી. આર. પી. ગેમઝોન કે જયાં આ ઘટના બની છે. તેના બિઝનેશ ઉપર આરોપીનો સંપૂર્ણ કંટ્રોલ હતો. આ જગ્‍યાએ ગેરકાયદે બાંધકામ હતું તે પણ આરોપીઓના ધ્‍યાનમાં હતું. સને ર૦ર૧ થી આ ગેમઝોન ગેરકાયદે રીતે ચાલી રહ્યો હોવા છતાં તેમજ રહેણાંકના હેતુવાળી આ જગ્‍યાનો કોમર્શીયલ ઉપયોગ થતો હોવા છતાં અટકાવવામાં આવેલ નથી.

વધુમાં વાંધા અરજીમાં જણાવાયુ છે કે, અરજદાર સાગઠીયાએ માનવ સર્જીત વાદગ્રસ્‍ત બનાવમાં મહત્‍વનો રોલ ભજવેલ છે. કોર્પોરેશન દ્વારા નોટીસો આપવા છતાં તેમજ ફાયર સેફટીના પુરતા સાધનો ન હોવા છતાં આંખ આડા કાન કર્યા છે. જેના કારણે આવી ગંભીર હોનારત સર્જાઇ હોય આરોપીને જામીન પર છોડવા જોઇએ નહીં.

આજે સેશન્‍સ કોર્ટમાં આરોપીની જામીન અરજીની સુનાવણી નીકળતા બંને પક્ષો તરફે દલીલો કરવામાં આવી હતી. આ કામમાં સરકાર પક્ષે સ્‍પે. પી. પી. તુષાર એમ. ગોકાણી, એડી. સ્‍પે. પી. પી. નિતેષ કથીરીયા તથા હાલની અરજીમાં વાંધો લેનાર પીડીત વતી રાજકોટ બાર એસો.ના ઉપપ્રમુખ સુરેશ ફળદુ તેમજ એન. આર. જાડેજા વિગેરે રોકાયા છે. 

(4:48 PM IST)