તા. ૧ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો સુદ – ૯ સોમવાર
News of Monday, 14th October 2024
વીજ બોર્ડના એચ.આર. વડા નિલેશ મુનશીના પુસ્તક લીડરશીપ રીયલ લાઇફનું રાજકોટમાં વિમોચન
પુસ્તકમાં રપ જેટલા મહાનુભાવોના માનવતાલક્ષી અભિગમની વાતોનું નિરૂપણ

રાજકોટ, તા. ૧૪ : અહિંસા એસ.એન. કે. વેસ્ટ કેમ્પસ ઓડિટોરીયમમાં ડો.નિલેશ મુનશી દ્વારા લખવામાં આવેલ પુસ્તક લીડરશીપ @ રીયલ લાઇફનું વિમોચન આર્ષ વિદ્યા મંદિરના પ.પૂ. સ્વામી પરમાત્માનંદ સરસ્વતીજીના હસ્તે કરવામાં આવેલ. જેમાં કાર્યક્રમના મુખ્ય અતિથી તરીકે પીજીવીસીએલના નિવૃત એકઝી. ડાયરેકટર એમ.બી. જાડેજા ઉપસ્થિત રહ્યા હતા. ઉપરાંત પ્રવિણ પ્રકાશનના પ્રવિણભાઇ માંકડીયા ખાસ હાજર રહેલ.
લડરશીપ રીયલ લાઇફ પુસ્તકમાં લેખક નિલેશ મુનશી ૩૦ કરતા વધુ વર્ષોથી જીયુવીએનએલ વડોદરા ખાતે એમ.આર. વિભાગના વડા પ્રોફેશનલ તરીકે કામગીરી કરેલ. તેના અનુસંધાને ઘણા જ સંસ્થાના વડાઓ, આઇએએલ અધિકારીઓ સાથે કામ કરેલ. ઉપરોકત પુસ્તકમાં રપ જેટલા મહાનુભાવોના માનવતાલક્ષી અભિગમની વાતોનું નીરૂપણ કરવામાં આવેલ છે. સરળ અને ભાવનાત્મક શૈલીમાં મહાનુભાવોના જીવનની અજાણી વાતો કહેવામાં આવેલ છે. આ કાર્યક્રમનું સંચાલન પીઢ પત્રકાર અને લેખક રાજુલ દવે દ્વારા કરવામાં આવેલ.
(3:37 PM IST)










