<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 14th October 2024

વેપારી સાથે લાખોની છેતરપીંડીના ગુનામાં નાસતા-ફરતા પિતા-પુત્ર ઝડપાયા

પેરોલ ફર્લો સ્‍કવોડની ટીમે બંનેને રાજસ્‍થાનના ભીલવાડામાંથી દબોચ્‍યા

રાજકોટ તા.૧૪: શહેરના સમાકાંઠા વિસ્‍તારમાં વેપારી સાથે લાખોની છેતરપીંડી આચરવાના ગુનામાં નાસતા-ફરતા બંગાળી પિતા-પુત્રને પેરોલ ફર્લો સ્‍કવોડે રાજસ્‍થાનના ભીલવાડામાંથી ઝડપી લીધા હતા.

મળતી વિગત મુજબ શહેરના સામાકાંઠા વિસ્‍તારમાં સોની વેપારી સાથે એક વર્ષ પહેલા લાખોનું સોનુ લઇ બે કારીગરો ફરાર થઇ જતા બી.ડીવીઝન પોલીસ મથકમાં થઇ હતી. આ બનાવમાં બંને શખ્‍સો નાસી ગયા હતા. દરમ્‍યાન શહેરમાં અલગ-અલગ ગુનામાં નાસતા-ફરતા આરોપીઓને પકડી પાડવા માટે પોલીસ કમિશ્નર બ્રજેશ ઝાએ સુચના આપતા પેરોલ ફર્લો સ્‍કવોડના પી.એસ.આઇ જે.જી. તેરૈયા સ્‍ટાફ સાથે નાસતા ફરતા આરોપીઓની શોધમાં હતા ત્‍યારે બી-ડીવીઝન પોલીસ મથકમાં નોંધાયેલા છેતરપીંડીના ગુનામાં નાસતા-ફરતા આરોપી મનોહર અને સત્‍યનારાયણ રાજસ્‍થાનમાં હોવાની હકીકત મળતા પેરોલ ફર્લો સ્‍કવોડની ટીમે સત્‍યનારાયણ રામેશ્વરલાલ સોની(ઉ.વ.૪૮) અને તનો પુત્ર મનોહર સત્‍યનારાયણ સોની(ઉ.વ.૨૭) (રહે. પટેલનગર બ્‍લોક નં.૨/૧૭૦ મુળ રાજસ્‍થાનના ભોપાલગઢ)ને રાજસ્‍થાનના ભીલવાડામાંથી ઝડપી લીધા હતા.

આ કામગીરી પેરોલફર્લો સ્‍કવોર્ડના પી.એસ.આઇ. જેજી. તેરૈયા તથા સ્‍ટાફ દ્વારા કરવામાં આવી હતી.

(3:37 PM IST)