<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 14th October 2024

અકિલા-રઘુવંશી બીટસના મેગા ફાઇનલમાં ખેલૈયાઓ ઝુમ્‍યા

બેસ્‍ટ ઓફ ધી બેસ્‍ટ રઘુવંશી ફાઇનલમાં ચાલુ વરસાદમાં માડી તારો ગરબો ઘુમતો જાય... જેવા ગીતો પર ખેલૈયાઓએ ધૂમ મચાવીઃ મેગા ફાઇનલમાં રમનાર તમામ ખેલૈયાઓને આવતા વર્ષે ફ્રી પાસ અપાશે

રાજકોટઃ સતત આઠમાં વર્ષે શ્રી રઘુકુળ યુવા ગુ્રપ આયોજીત ‘અકિલા- રઘુવંશી બીટસ નવરાત્રી મહોત્‍સવ-ર૦ર૪'નુ સાધુ વાસવાણી રોડ ઉપર, રાજપેલેસની સામે, રાજકોટ ખાતે સમાપન થયું હતું. દશેરાના પવિત્ર દિવસે નવરાત્રીના નવ નોરતા દરમ્‍યાન દરરોજ વિજેતા બનેલા પ્રિન્‍સ-પ્રિન્‍સેસ વચ્‍ચે બેસ્‍ટ ઓફ ધી બેસ્‍ટ ખેલૈયાઓ વચ્‍ચે ફાયનલ સ્‍પર્ધામાં શ્રેષ્ઠ ખેલૈયાઓ વચ્‍ચે બરાબરીનો જંગ જામ્‍યો હતો. ખેલૈયાઓએ અંતીમ સ્‍પર્ધામાં પણ  સૌના દીલ જીતા લીધા હતા.  ‘બેસ્‍ટ ઓફ ધી બેસ્‍ટ' ફાયનલ સ્‍પર્ધા યોજાઇ ગઇ.

દશેરાના દિવસે ફાયનલમાં અત્‍યંત રસાકસીભરી હરીફાઈ બાદ ગુ્રપ-એ માં  પ્રિન્‍સ તરીકે  પુજારા નમન, કકકડ રૂદ્ર, નીશીત કાનાબાર, યુગ ચંદારાણા, પૂર્વ રાયજાદા તથા પ્રિન્‍સેસ તરીકે ફેન્‍સી કથાગરા, શ્રેયા ઠકકર, એન્‍જલ રૂપારેલીયા, બંસી કુંડલીયા, કાવ્‍યા રૂપારેલીયા વિજેતા બન્‍યા હતાં. ગુ્રપ -બી માં પ્રિન્‍સ તરીકે રવીભાઈ, ગૌરાંગ અઢીયા, ધવલ કોટેચા, અંકીત સાયાણી, દર્શન રાજા તથા પ્રિન્‍સેસ તરીકે પુજારા ચાંદની, વિશુબેન, ઠાકર અલ્‍પા, ભેંસદડીયા ગાર્ગીવ, ક્રિષ્‍ના રાજા વિજેતા બન્‍યા છે તથા સી-ગુ્રપમાં પ્રિન્‍સ તરીકે  અમીતભાઈ કારીયા, વિમલ ચંદારાણા, હીરેન ઠકરાર, ખીલોસીયા પ્રશાંત તથા પ્રિન્‍સેસ તરીકે ગુંજા બોરીયા, દીપ્‍તી વસાણી, ઉજાલા ઠકકર તથા કોન્‍સોલેશનમાં પુજારા ખુશી વિજેતા બન્‍યા હતાં. રાસોત્‍સવનું રઘુકુલ યુવા ગ્રુપના ધર્મેન્‍દ્રભાઇ કારીયાના માધ્‍યમથી ફેસબુક આઈ.ડી. પર લાઈવ ટેલીકાસ્‍ટ તથા યુ-ટયુબ પર અપલોડ કર્યું હતું.

સીંગર ટીમ જીગનેશ સોની, નિતીન ગઢવી, દિપ્‍તી બાલાસરા, મેહુલ શીશાંગીયા એંન્‍કર તરીકે કાજલ કિશોર વૈશ્‍વીક ખ્‍યાતનામ જીલ એન્‍ટરટેઈનમેન્‍ટના, સંકલન સુનીલ પટેલ, તાલ પ્નદીપ પઢીયાર તથા સાથી ટીમ સહિતના સંગીતકાર એરેન્‍જરના સથવારે લોકગીતો પર ભજન, રાસ પર આધારીત ભકિતપદોને સથવારે ઇન્‍ટરનેશનલ ફેઇમ કલાકારોના ગુ્રપ સાથે ઓરકેસ્‍ટ્રા તેમજ એન્‍કરીંગ તેમજ ઢોલ માં ખાસ બહારથી આવેલ કલાકારો ધૂમ મચાવી હતી. દરરોજ હજારો ખેલૈયાઓ ગરબે ઘુમવા મજબુર કર્યા હતા. તથા ભવાની સીકયુરીટી અભીમન્‍યુસિંહ જાડેજા પોતાના ચુસ્‍ત બાઉન્‍સરો દ્રારા  ગ્રાઉન્‍ડ પર સીકયુરીટી પુરી પાડી હતી.  કિ્નષ્‍ના સાઉન્‍ડના નીરજભાઈ આહીરની અત્‍યાધુનીક ૧ લાખ વોલ્‍ટની ડીઝીટલ સાઉન્‍ડ સીસ્‍ટમ વોર્ટેક સ્‍પીકસ (જે.બી.એલ.) તેમજ ફલાઇંગ સીસ્‍ટમનાં સથવારે ધૂમ મચાવી હતી. તેમજ મોહીતભાઈ ખાખરીયાના પાર્વંતી ટ્રસની રોશનીથી સમગ્ન ગ્નાઉન્‍ડ ઝળહળી ઉઠયું હતું.

દશેરાનાં દિવસે ‘અકિલા- રઘુવંશી બીટસ-ર૦ર૪'માં  ‘માડી તારો..ગરબો ઘુમતો જાય....', ‘માં પાવા તે ગઢથી ઉતર્યા મહાકાળી રે...', ‘મન મોર બની થનગાટ કરે..', ‘રઘુકૂળ યુવા ગુ્રપ એ દીઠેઠા, હરીઓમ વિઠ્ઠલા...' ‘સાંસો કી માલા પે હેં શિવજી કા નામ....', ‘ઓઢણી ઓઢુ ને ઉડી ઉડી જાય...', ‘તમે કિયા તે ગામના ગોરી રે..', ‘નગર મેં જોગી આયા...', ‘પાવલી લઈને હું તો પાવાગઢ ગઈ તી......' ના પ્રાચીન ગરબાઓની રમઝટ ફાયનલ સ્‍પર્ધામાં જામી હતી અને ‘વંદે માતરમ'ના રાષ્‍ટ્રગીત દાંડીયાનું સમાપન કરેલ હતુ.

યુવા કમિટીના માલવભાઈ વસાણી, નિરવભાઈ રૂપારેલીયા, નિશાદભાઈ સુચક, ધર્મેન્‍દ્રભાઈ કારીયા, કિશનભાઈ પોપટ, ચિંતનભાઈ વિઠૃલાણી, જયભાઈ દેવાણી, પારસભાઈ કુંડલીયા, વિનીતભાઈ સોમૈયા, શુભમભાઈ કતીરા, પાર્થભાઈ સચદે, પ્રિયાંતભાઈ, સંદીપભાઈ ગંદા, સાર્થકભાઈ ગણાત્રા, હાર્દિકભાઈ ચોલેરા, કિશનભાઈ ચોલેરા, તુષારભાઈ વિઠ્ઠલાણી, તુષારભાઈ રૂપારેલીયા, ધવલભાઈ પોપટ, આકાશભાઈ લાખાણી, મિતભાઈ લાખાણી, હિરેનભાઈ અનડકટ, સિઘ્‍ધાર્થભાઈ રૂપારેલીયા, હિમાંશુભાઈ વસંત, હિરેનભાઈ પોપટ, નિરવભાઈ કકકડ, પાર્થભાદ બુઘ્‍ધદેવ, રાજુભાઈ નાગરેચા સહિતની ટીમે જહેમત ઉઠાવી હતી.

શ્રી રઘુકુળ યુવા ગુ્રપ દ્વારા લોહાણા સમાજ માટે નવરાત્રી દરમિયાન ‘અકિલા- રઘુવંશી બીટસ નવરાત્રી મહોત્‍સવ'ને સફળ બનાવવા આયોજકો મિતેશભાઈ રૂપારેલીયા, હિરેનભાઈ તન્‍ના, રાજેશભાઈ જટણીયા, પારસભાઈ ઉનડકટ, શરદભાઈ પોપટ, નૈનેશભાઈ દાવડા, સાગરભાઈ તન્‍ના, નિરવભાઈ પાંઉ, યશભાઈ રાઠોડ, રઘુરાજ રૂપારેલીયા, જયદેવભાઈ રૂપારેલીયા, લાલેશભાઈ ઘીયા, સાગરભાઈ કકકડ, ડો. મીલાપ ઠકકર (સદભાવના હોસ્‍પિટલ) એ જહેમત ઉઠાવી હતી. આયોજકોએ તમામનો આભાર વ્‍યકત કરાયાનું યાદીમાં જણાવાયું છે.

(3:38 PM IST)