<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 14th October 2024

આજે રાત્રે રાસલીલા ગરબા નાઇટ બાય બાય નવરાત્રી

યુવા ભાજપ વોર્ડ નં. ૧૦ની ટીમ દ્વારા આયોજન : બાળકો, બહેનોને ફ્રી પાસ વિતરણ

રાજકોટ : માં આદ્યશકિત માતાજીની ભકિત કરવા માટે આસો મહિનાની નવરાત્રિ શકિત આરાધના માટે શ્રેષ્‍ઠ નવરાત્રિ ગણવામાં આવે છે. તો ચાલો સૌ આ પવિત્ર અવસરે સાથે મળી આ દિવસને રૂડો દિપાવીને તેમજ માતાજીની આરાધના કરીએ. ‘રાસલીલા' ગરબા નાઇટ બાય બાય નવરાત્રીનું આયોજન શહેર ભાજપ વોર્ડ નં. ૧૦, યુવા મોરચાની ટીમ દ્વારા તા. ૧૪ સોમવાર રાત્રે ૯.૩૦ કલાકે, ધી સ્‍પાયરની બાજુમાં, આર.કે. આઇકોનીકની સામે, શીતલ પાર્કથી અયોધ્‍યા ચોક રોડ, ૧૫૦ ફુટ રીંગ રોડ ખાતે કરવામાં આવેલ છે.

બાળકો, દિકરીઓ, માતાઓ અને બહેનો માટે ફ્રી પાસ વિતરણ કરવામાં આવ્‍યા છે. આયોજનમાં મિલનભાઇ કોઠારી, જયેશભાઇ શાહ, સી.એમ.શેઠ, સુનિલભાઇ શાહ, રાજેન્‍દ્રભાઇ શાહ (અવિનાશ સ્‍ટીલ ઇન્‍ડસ્‍ટ્રીઝ), અજીતભાઇ જૈન તેમજ મોનિલભાઇ શાહ, રાજકોટ શહેર ભાજપ યુવા મોરચાના વોર્ડ નં. ૧૦ના પ્રમુખ (મો.નં. ૯૪૨૬૨ ૦૨૧૧૧), નિતીનકુમાર વાઘેલા, પ્રચિતભાઇ ગોસ્‍વામી, સાહિલભાઇ રવતાણી, ભાર્ગવભાઇ ભટ્ટ, રાહુલભાઇ રવતાણી, શુભમભાઇ થાનકી વિ. જોડાયા છે.

(3:59 PM IST)