News of Monday, 14th October 2024
ભારતીય સંસ્કૃતિ શૌર્યની ઉપાસક અને વીરતાની સમર્થક રહી છે : ઠાકોર માંધાતાસિંહજી જાડેજા
હરભમજીરાજ ગરાસિયા છાત્રાલયથી રણજીત વિલાસ પેલેસ સુધી શોભાયાત્રા બાદ શષા પૂજન

રાજકોટ : સત્ય, ધર્મ અને કર્મના ઉત્સવ દશેરાના પાવન પ્રસંગે ચંદ્રસિંહજી(ભાડવા) સ્ટડી સર્કલના તત્ત્વાવધાનમાં શ્રી હરભમજીછરાજ ગરાસિયા છાત્રાલય, રજપૂત પરા ખાતે રાજકોટ રાજ પરિવારની સવિશેષ ઉપસ્થિતિમાં શષા પુજન કર્યા બાદ પરંપરાગત વષાોમાં સજ્જ અને હાથમાં ચમકતી રાજપૂતિ તલવાર સાથે શોભાયાત્રાનો આરંભ થયો હતો. ઠેરઠેર પુષ્પવર્ષા જીલતી શોભાયાત્રા જ્યારે લાખાજીરાજ માર્ગ પર પહોંચી ત્યારે ઠાકોર શ્રી માંધાતાસિંહજી જાડેજા અને યુવરાજ શ્રી જયદીપસિંહજી જાડેજાએ પુજ્ય લાખાજીરાજ બાપુની પ્રતિમાને પુષ્પહાર અર્પણ કરીને વંદના કર્યા બાદ શોભાયાત્રા આગળ ધપી હતી. જે પેલેસ રોડ સ્થિત રાજકોટ રાજ પરિવારના કૂળદેવી માઁ આશાપુરાના સાંનિધ્યમાં શષા પૂજન સંપન્ન કરીને શ્રી રણજીત વિલાસ પેલેસ ખાતે પહોંચી હતી. જ્યાં રાજ પરિવાર દ્વારા શાષાોક્ત વિધિ-વિધાન અને દિવ્ય મંત્રો વચ્ચે અષા, શષા, શાષા, રથ અને અશ્વ પૂજન કરાયુ હતુ. ઉપસ્થિત જન સમુદાયને સંબોધતાં ઠાકોર સાહેબ શ્રી માંધાતાસિંહજી જાડેજાએ જણાવ્યું હતું કે, તહેવારો અને ઉત્સવોના માધ્યમથી જનશિક્ષણનું અદ્વુત કાર્ય કરતી ભારતીય સંસ્કળતિમાં ઉજવાતાં પર્વે પૈકી સૌથી મહત્વનું પર્વ વિજયા દશમી છે. આ પવે સર્વેનગરજનોને આવકારૂ છુ. ભારતીય સંસ્કળતિ શૌર્યની ઉપાસક અને વીરતાની સમર્થક રહી છે, એટલે પ્રત્યેક વ્યક્તિ અને સમાજનાં રક્તમાં વીરતા અકબંધ રહે, ‘ધર્મો રક્ષતિ રક્ષિત' નું મૂલ્ય સમજાય, દિવ્ય શક્તિ અને દૈવીય શષાના વિશેષ પૂજનના સહારે આપણામાં નૂત્તન ઊર્જાનો આવિર્ભાવ થાય તેવી શુભકામના પાઠવુ છુ. વહેલી સવારથી મોડી સાંજુ સુધી રણજીત વિલાસ પેલેસ ખાતે યોજાયેલ આ સમારોહમાં ચંદ્રસિંહજી (ભાડવા) સ્ટડી સર્કલના મંત્રી દેવેન્દ્રસિંહ (ટીકુભાઇ) જાડેજા, અશોકસિંહ વાઘેલા, શૈલેન્દ્રસિંહ રાણા, દિગુભા જાડેજા નાનામવા, મયુરસિંહ જાડેજા, રાજદીપસિંહ જાડેજા (રાજાભાઇ), વિરેન્દ્રસિંહ જાડેખજા, દિલજીતસિંહ જાડેજા, સત્યજીતસિંહ જાડેજા, મહીરાજસિંહ ઝાલા, રામચંદ્રસિંહજી જાડેજા, રાજદીપસિંહ ઝાલા, રવિરાજસિંહ ઝાલા, ચંદુભા જાડેજા, સતુભા જાડેજા, વિરમદેવસિંહ ચુડાસમા, આદિત્યસિંહ, હરપાલસિંહ, જયેદેવસિંહ, હરદીપસિંહ તથા ચંદ્રસિંહજી (ભાડવા) કાર્યવાહક સમિતિના ભૂતપૂર્વ અને વર્તમાન સભ્યો તેમજ અધિકારી મયુરધ્વજસિંહ સરવૈયા પી.આઇ., સંજયસિંહ જાડેજા પી.આઇ., રામદેવસિંહ ઝાલા પી.એસ.આઇ., વિવિધ ક્ષેત્રના સામાજીક આગેવાનો, ક્ષત્રિય સમાજના મોભીઓ સુરેન્દ્રસિંહ વાળા, અજીતસિંહ જાડેજા, રાજદીપસિંહ જાડેજા, શૈલેન્દ્રસિંહ જાડેજા, ધમેન્દ્રસિંહ જાડેજા, યશપાલસિંહ જાડેજા, પૃથ્વીસિંહ ઝાલા, આર.ડી. જાડેજા, પરાક્રમસિંહ ગોહીલ, નીલરાજસિંહ જાડેજા, ડી. બી. ગોહેલ, સિધ્ધરાજસિંહ જાડેજા, નીતુભા વાઘેલા, બળદેવસિંહ ચુડાસમા, પ્રવિણસિંહ ચુડાસમા, લાખાજીરાજ સ્મારક ટ્રસ્ટના ડીરેકટર કલાધર આર્ય અને સમાજના અન્ય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. હરભમજીરાજ ગરાસીયા છાત્રાલયના રણવીરસિંહ જાડેજા, દૈવતસિંહ જાડેજા, કુંવરસિંહ રાયજાદા, ચંદ્રસિંહ જાડેજા, દેવેન્દ્રસિંહ ઝાલા તથા છાત્રાલયના વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.
(4:00 PM IST)










