News of Monday, 14th October 2024
અકિલા-લોહાણા મહાજન કિંગ તરીકે ચિરાગ કોટક અને કવીન તરીકે મૌલી ચંદારાણા વિજેતા
વિશ્વના સૌથી મોટા લોહાણા મહાજન ‘રાજકોટ લોહાણા મહાજન' દ્વારા આયોજીત રાસોત્સવમાં ખરાખરીના જંગ બાદ : કીડઝ પ્રિન્સ તરીકે વેદાંત જીમુલીયા તથા કીડઝ પ્રિન્સેસ તરીકે હીર ઉનડકટે બાજી મારી : પ્રિન્સ તરીકે અનુક્રમે ર થી પ નંબર ઉપર યુગ નથવાણી, શિવમ રૂપારેલીયા, રોનક સેજપાલ અને ચેતન અનડકટ તથા પ્રિન્સેસ તરીકે અનુક્રમે ર થી પ નંબર ઉપર ફલોરેન્સ ભીમાણી, વાણી સેજપાલ, પૂજા કોટેચા અને સેજલ રાયઠઠ્ઠા વિજેતા બન્યા : અનુક્રમે બીજા અને ત્રીજા કીડઝ પ્રિન્સ તરીકે મીરાજ કેશરીયા અને માનીત સોમૈયા તથા બીજા કીડઝ પ્રિન્સેસ તરીકે તુલસી સેજપાલ અને ત્રીજા કીડઝ પ્રિન્સેસ તરીકે ખુશી મજેઠીયા વિજેતા બની ઇનામના હકકદાર બન્યા : તમામ ૧૬ વિજેતાઓને લાખેણા ઇનામોથી નવાજવામાં આવશે.

રાજકોટ લોહાણા મહાજન આયોજીત ‘અકિલા-લોહાણા મહાજન રાસોત્સવ-ર૦ર૪'ના મેગા ફાઇનલના કુલ ૧૬ વિજેતાઓને ફોટો સ્ટેશન સાથે શુભેચ્છા પાઠવી રહેલા રાજકોટ લોહાણા મહાજનના પ્રમુખશ્રી રાજુભાઇ પોબારૂ, શ્રીમતિ સ્નેહાબેન રાજુભાઇ પોબારૂ, લોહાણા મહાજનના કારોબારી પ્રમુખ ડો. નિશાંતભાઇ ચોટાઇ, ડો. શ્રીમતિ નિશિતાબેન નિશાંતભાઇ ચોટાઇ અકિલાના એકઝીકયુટીવ એડીટર અને વેબ એડીશનના તંત્રી શ્રી નિમિષભાઇ ગણાત્રા, શ્રીમતિ કિરણબેન નિમિષભાઇ ગણાત્રા, લોહાણા મહાજનના ટ્રસ્ટી શ્રી કિશોરભાઇ કોટક, શ્રીમતિ પ્રવિણાબેન કિશોરભાઇ કોટક, શ્રી વિમલભાઇ ગોટેચા, શ્રીમતિ હિનાબેન વિમલભાઇ ગોટેચા, શ્રી પરેશભાઇ વાધાણી, મહાજન મંત્રી શ્રીમતિ રીટાબેન ભૂપેન્દ્રભાઇ કોટક લોહાણા મહાજન મહિલા સમિતિના અધ્યક્ષ શ્રીમતિ રીટાબેન સતીષભાઇ કુંડલીયા, અગ્રણી બિલ્ડરશ્રી હિરેનભાઇ સુબા, લોહાણા મહાજનના ટ્રસ્ટીઓ એડવોકેટ શ્રી શ્યામલભાઇ સોનપાલ, ડો. પરાગભાઇ દેવાણી, શ્રીમતિ અલ્કાબેન જગદિશભાઇ પુજારા, વિખ્યાત નવરંગ ગ્રુપના પ્રમુખશ્રી પરેશભાઇ ચગ સહિતના મહાનુભાવો તસ્વીરમાં નજરે પડે છે. (૯.ર૭)
રાજકોટ, તા. ૧૪ : વિશ્વના સૌથી મોટા લોહાણા મહાજન ‘અકિલા-લોહાણા મહાજન રાસોત્સવ-ર૦ર૪' ના ભવ્ય જાજરમાન અને ખેલૈયાઓ વચ્ચે ખરાખરીના જંગ સમા મેગા ફાઇનલમાં ‘અકિલા-લોહાણા મહાજન કિંગ- ર૦ર૪' તરીકે ચિરાગ કોટક અને ‘અકિલા-લોહાણા મહાજન કવીન-ર૦ર૪' તરીકે મૌલી ચંદારાણા વિજેતા બન્યા હતા. કિંગ અને કવીન બંનેને ઇનામ રૂપે અઢી-અઢી તોલા (રપ-રપ ગ્રામ) સોનુ અર્પણ કરવામાં આવશે. સાથે-સાથે કીડઝ કેટેગરીમાં પ્રથમ પ્રિન્સ તરીકે વેદાંત જીમુલીયા અને પ્રથમ પ્રિન્સેસ તરીકે હીર ઉનડકટે બાજી મારી હતી. તેઓ બંનેને ૪૩ ઇંચ ટીવી ઇનામ રૂપે આપવામાં આવશે.
આ ઉપરાંત એડલ્ટ કેટેગરીમાં પ્રિન્સ તરીકે બીજા નંબરે યુગ નથવાણી (ઇનામ રૂપે બાઇક), ત્રીજા નંબર શિવમ રૂપારેલીયા (ઇનામ રૂપે ૧૦ ગ્રામ સોનુ), ચોથા નંબરે રોનક સેજપાલ (ઇનામરૂપે પ ગ્રામ સોનુ) અને પાંચમા નંબરે ચેતન અનડકટ (ઇનામ રૂપે ૩ર ઇંચ ટીવી) વિજેતા બન્યા હતા.
જયારે એડલ્ટ કેટેગરીમાં પ્રિન્સેસ તરીકે બીજા નંબરે ફલોરેન્સ ભીમાણી (ઇનામ રૂપે એકટીવા), ત્રીજા નંબર વાણી, સેજપાલ (ઇનામ રૂપે ૧૦ ગ્રામ સોનુ), ચોથા નંબર પૂજા કોટેચા (ઇનામ રૂપે પ ગ્રામ સોનુ) અને પાંચમા નંબરે સેજલ રાયઠઠ્ઠા (ઇનામ રૂપે ૩ર ઇંચ ટીવી) વિજેતા બન્યા હતા.
કીડઝ કેટેગરીમાં પ્રિન્સ તરીકે બીજા નંબર મીરાજ કેશરીયા (ઇનામ રૂપે ૩ર ઇંચ ટીવી) અને ત્રીજા નંબરે માનીત સોમૈયા (ઇનામરૂપે સાઉન્ડ બાર) વિજેતા બન્યા હતા. જયારે કીડઝ કેટેગરીમાં પ્રિન્સેસ તરીકે બીજા નંબરે તુલસી સેજપાલ (ઇનામ રૂપે ૩ર ઇંચ ટીવી) અને ત્રીજા નંબરે ખુશી મજેઠીયા (ઇનામ રૂપે સાઉન્ડ બાર) વિજેતા બન્યા હતા. મેગા ફાઇનલના તમામ ૧૬ વિજેતાઓને રાજકોટ લોહાણા મહાજનના પ્રમુખશ્રી રાજુભાઇ પોબારૂ, કારોબારી પ્રમુખ ડો. નિશાંતભાઇ ચોટાઇ, અકિલાના એકઝીકયુટીવ એડીટર અને વેબ એડીશનના તંત્રી શ્રી નિમિષભાઇ ગણાત્રા, રાજકોટ લોહાણા મહાજનના ટ્રસ્ટીઓ સહિતના ઉપસ્થિત મહાનુભાવોએ અભિનંદન પાઠવ્યા હતા. (૯.ર૮)
(3:54 PM IST)










