તા. ૧ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો સુદ – ૯ સોમવાર
News of Monday, 14th October 2024
અકિલા-લોહાણા મહાજન રાસોત્સવઃ જાજરમાન મેગા ફાઇનલ સંપન્ન
વરસતા વરસાદ વચ્ચે પણ ખેલૈયાઓએ જોમ-જુસ્સા સાથે રાસ-ગરબાની રમઝટ બોલાવી : કિંગ-કવીન, પ્રિન્સ-પ્રિન્સેસ બનવા ખરાખરીનો જંગ જોવા મળ્યો : કુલ ૮૦ ગ્રામ ગોલ્ડ, બાઇક, એકટીવા, ૪૩ ઇંચ તથા ૩ર ઇંચના ટીવી, સાઉન્ડ બાર સહિતના લાખો રૂપિયાના કુલ ૧૬ ઇનામો વિજેતાઓને આપવામાં આવશે : ઓર્કેસ્ટ્રા, ગાયક કલાકારો, સિકયુરીટી એજન્સી, ઇલેકટ્રીક તથા મંડપ કોન્ટ્રાકટર અને રાજકોટ લોહાણા મહાજનની સમગ્ર ટીમે વરસતા વરસાદ વચ્ચે પણ મેગા ફાઇનલમાં કાબિલેદાદ કામગીરી કરી : જાણકાર, અનુભવી અને તટસ્થ નિર્ણાયકોએ વરસતા વરસાદમાં છત્રી સાથે ઉત્કૃષ્ટ સેવા આપી : પારદર્શિતા અને તટસ્થતાનું નમૂના રૂપ ઉદાહરણ : સિલેકટર થયેલા ટોપ ફાઇવ પ્રિન્સ-પ્રિન્સેસ તથા ટોપ થ્રી કીડઝ પ્રિન્સ-કીડઝ પ્રિન્સેસ વચ્ચે આંખે પાટા બાંધી ચીઠ્ઠી ખેંચાવીને ફાઇનલ વિજેતાઓ જાહેર કરાયા : રાજકોટ લોહાણા, મહાજન પ્રમુખ રાજુભાઇ પોબારૂ, કારોબારી પ્રમુખ ડો. નિશાંતભાઇ ચોટાઇ સહિતના સમગ્ર ટ્રસ્ટી મંડળ-ટીમ દ્વારા ભવ્યાતિભવ્ય યાદગાર, આયોજન સફળતાપૂર્વક પાર પડાયું : ચારેકોરથી અભિનંદન વર્ષા : ‘અકિલા લાઇવ' ના માધ્યમથી વિશ્વના લાખો લોકોએ રાસોત્સવને ઘરેબઠા પણ માણ્યો : રાજકોટ લોહાણા મહાજન પ્રમુખ રાજુભાઇ પોબારૂ કારોબારી પ્રમુખ ડો. નિશાંતભાઇ ચોટાઇ, અકિલાના એકઝીકયુટીવ, એડીટર અને વેબ એડીશનના તંત્રી શ્રી નિમિષભાઇ ગણાત્રા, અગ્રણી બિલ્ડર હિરેનભાઇ સુબા, લોહાણા મહાજનના સમગ્ર ટ્રસ્ટીઓ સહિતના મહાનુભાવોએ માતાજીની આરાધના સાથે ખેલૈયાઓને પ્રોત્સાહિત કર્યા

રાજકોટ લોહાણા મહાજન આયોજીત ‘અકિલા-લોહાણા મહાજન રાસોત્સવ-ર૦ર૪'માં દશેરાના દિવસે યોજાયેલ મેગા ફાઇનલમાં વરસતા વરસાદમાં પણ ખેલૈયાઓએ જોમ-જુસ્સા -ઉત્સાહ સાથે રાસ-ગરબાની રમઝટ બોલાવી હતી અને ફાઇનલ વિજેતા બનવા ખરાખરીનો જંગ ખેલ્યો હતો જે તસ્વીરમાં નજરે પડે છે. માતાજીની આરાધના સાથે ખેલૈયાઓને મેગા ફાઇનલમાં પ્રોત્સાહિત કરવા રાજકોટ લોહાણા મહાજનના પ્રમુખ શ્રી રાજુભાઇ પોબારૂ, શ્રીમતિ સ્નેહાબેન રાજુભાઇ પોબારૂ, લોહાણા મહાજનના કારોબારી પ્રમુખ ડો. નિશાંતભાઇ ચોટાઇ, શ્રીમતિ નિશિતાબેન નિશાંતભાઇ ચોટાઇ અકિલાના એકઝીકયુટીવ એડીટર અને વેબ એડીશનના તંત્રીશ્રી નિમિષભાઇ ગણાત્રા, શ્રીમતિ કિરણબેન નિમિષભાઇ ગણાત્રા, ધન્વીબેન નિમિષભાઇ ગણાત્રા, માહિબેન નિમિષભાઇ ગણાત્રા, અગ્રણી બિલ્ડર શ્રી હિરેનભાઇ સુબા, રાસોત્સવના પ્રોજેકટ ચરેમેનશ્રી હિરેનભાઇ ખખ્ખર, શ્રી ભૂપેન્દ્રભાઇ કોટક, શ્રીમતિ રીટાબેન ભૂપેન્દ્રભાઇ કોટક, અકિલાના સિનિયર પત્રકાર, શ્રી ઉદયભાઇ વેગડા, શ્રીમતિ અલ્કાબેન જગદિશભાઇ પુજારા, શ્રીમતિ જલ્પાબેન પરેશભાઇ વાધાણી, શ્રીમતિ જુલીબેન પરાગભાઇ દેવાણી સહિતના મહાનુભાવો વરસતા વરસાદમાં વિવિધ મુદ્દાઓમાં દૃશ્યમાન થાય છે. નિર્ણાયકોશ્રી પ્રો. (ડો.) કલાધરભાઇ આર્ય, મીરાબેન ઉપાધ્યાય અને હિનાબેન દાવડા તથા ગાયક કલાકારો જયદાન ગઢવી, ગાથા પોટા, ધૈર્ય રાજપરા, પ્રિયા કેવિન પરમાર સહિતના લોકોએ વરસતા વરસાદમાં છત્રી સાથે અવિરત સેવાઓ આપી હતી જે જોઇ શકાય છે. ફાઇનલ વિનર્સ નકકી કરવા સંદર્ભે ચીઠ્ઠી ખેંચાવા માટે ઓડીયન્સમાંથી બોલાવેલ બાળકની આંખે કપડું બાંધી રહેલા રાજકોટ લોહાણા મહાજનના પ્રમુખ શ્રી રાજુભાઇ પોબારૂ અને શ્રી પરેશભાઇ ચગ તસ્વીરમાં નજરે પડે છે. (૯.૧૩)
રાજકોટ, તા. ૧૪ : સમગ્ર દેશમાં પરમદિવસે દશેરાનો તહેવાર ધામધૂમપૂર્વક ઉજવાયો હતો ત્યારે દશેરાના દિવસે વિશ્વના સૌથી મોટા લોહાણા મહાજન ‘રાજકોટ લોહાણા મહાજન' દ્વારા આયોજીત ‘અકિલા-લોહાણા મહાજન રાસોત્સવ-ર૦ર૪' નો ભવ્ય-જાજરમાન મેગા ફાઇનલ સંપન્ન થયો હતો, જેમાં વરસતા વરસાદ વચ્ચે પણ નવ દિવસ દરમ્યાન પ્રિન્સ-પ્રિન્સેસ થયેલા ખેલૈયાઓએ જોમ-જુસ્સા સાથે અવનવા પોશાકમાં રાસ-ગરબાની રમઝટ બોલાવી દીધી હતી. અકિલા લોહાણા મહાજન કિંગ, અકિલા-લોહાણા મહાજન કવીન, પ્રિન્સ, પ્રિન્સેસ કીડઝ પ્રિન્સ, કીડઝ પ્રિન્સેસ બનવા માટે ખેલૈયાઓ વચ્ચે ખરાખરીનો જંગ જોવા મળ્યો હતો. વરસતા વરસાદ વચ્ચે પણ ખેલૈયાઓએ ઉત્સાહપૂર્વક પર્ફોમ કરીને ‘અડગ મનના માનવી ને હિમાયલ પણ નથી નડતો' કહેવતને સાર્થક કરી બતાવી હતી.
મેગા ફાઇનલના અંતે કુલ ૮૦ ગ્રામ ગોલ્ડ (૮ તોલા સોનુ) બાઇક, એકટીવા, ૪૩ ઇંચ તથા ૩ર ઇંચના ટીવી, સાઉન્ડ બાર સહિતના લાખો રૂપિયાના ૧૬ ઇનામો જાહેર કરવામાં આવ્યા હતા. જે વિજેતાઓને અર્પણ કરવામાં આવશે.
અકિલા-લોહાણા મહાજન કિંગને રપ ગ્રામ ગોલ્ડ, અકિલા લોહાણા મહાજન કવીનને રપ ગ્રામ ગોલ્ડ, સેકન્ડ પ્રિન્સને બાઇક, સેકન્ડ પ્રિન્સેસને એકટીવા,થર્ડ રેન્ક મેળવનાર પ્રિન્સ અને પ્રિન્સેસને ૧૦-૧૦ ગ્રામ ગોલ્ડ ફોર્થ (ચોથો નંબર) વિજેતા પ્રિન્સ અને પ્રિન્સેસને પ-પ (પાંચ-પાંચ) ગ્રામ ગોલ્ડ તથા પાંચમા નંબરે વિજેતા થનાર પ્રિન્સ અને પ્રિન્સેસ બંનેને ૩ર ઇંચનું ટી.વી. મળવા પાત્ર થશે.
કીડઝ પ્રિન્સ તથા કીડઝ પ્રિન્સેસ તરીકે પ્રથમ નંબરે વિજેતા થનારને ૪૩ ઇંચનું ટીવી, બીજા નંબરે વિજેતા થનાર કીડઝ પ્રિન્સ કીડઝ પ્રિન્સેસને ૩ર ઇંચનું ટીવી તથા ત્રીજા નંબરે વિજેતા થનાર કીડઝ પ્રિન્સ-કીડઝ પ્રિન્સેસને સાઉન્ડ બાર આપવામાં આવશે. જાણકાર, અનુભવી અને તટસ્થ નિર્ણાયકો તરીકે વરસતા વરસાદમાં પણ પ્રો. (ડો.) કલાધરભાઇ આર્ય, મીરાબેન ઉપાધ્યાય અને હિનાબેન દાવડાએ પોતાની ઉત્કૃષ્ટ સેવા આપી હતી.
વરસતા વરસાદ વચ્ચે પણ સુપ્રસિધ્ધ એસ.ડી. ગઢવી ઓર્કેસ્ટ્રાના સંચાલક શ્રી સોૈરભ ગઢવી અને ટીમ વિખ્યાત ગાયક કલાકારો જયદાન ગઢવી, ગાથા પોટા, ધૈર્ય રાજપરા, પ્રિયા કેવીન પરમાર, એસ્કોર્ટ સિકયુરીટીવીના ઓનરશ્રી કૌશિકભાઇ ચાવડા અને તેની સમગ્ર ટીમ, ઇલેકટ્રીક તથા મંડપ કોન્ટ્રાકટર અને બ્રોડકાસ્ટીંગ-કેમેરા ટીમ શ્રી નિખિલભાઇ, શ્રી પરેશભાઇ, શ્રી અબુભાઇ, શ્રી પ્રશાંતભાઇ, શ્રી વિશાલભાઇ, શ્રી હિમાંશુભાઇ વિગેરેએ તથા રાજકોટ લોહાણા મહાજનના સમગ્ર ટ્રસ્ટી મંડળે ચીવટ પૂર્વક દરેક ક્ષેત્રે કાબિલેદાદ કામગીરી કરી હતી.
ફાઇનલ વિજેતાઓએ પસંદ કરવામાં પણ રાજકોટ લોહાણા મહાજને પારદર્શિતા અને તટસ્થતાનું નમૂના રૂપ ઉદાહરણ પુરૂ પાડયું હતું. નિર્ણાયકો દ્વારા સિલેકટ થયેલા ટોપ ફાઇવ પ્રિન્સ-પ્રિન્સેસ તથા ટોપ થ્રી કીડઝ પ્રિન્સ અને કીડઝ પ્રિન્સેસ વચ્ચે ઓડીયન્સમાંથી નાના બાળકોને બોલાવી તેની આંખે કપડું બાંધી તે બાળકના હાથે ચીઠ્ઠી ખેંચાવીને ફાઇનલ વિજેતાઓ જાહેર કરવામાં આવ્યા હતા.
માતાજીની આરાધના સાથે ખેલૈયાઓને મેગા ફાઇનલમાં પ્રોત્સાહિત કરવા માટે રાજકોટ લોહાણા મહાજનના પ્રમુખશ્રી રાજુભાઇ પોબારૂ, શ્રીમતિ સ્નેહાબેન રાજુભાઇ પોબારૂ, મહાજનના કારોબારી પ્રમુખ ડો. નિશાંતભાઇ ચોટાઇ, ડો. શ્રીમતિ નિશિતાબેન નિશાંતભાઇ ચોટાઇ, અકિલાના એકઝીકયુટીવ એડીટર અને વેબ એડીશનના તંત્રી શ્રી નિમિષભાઇ ગણાત્રા, શ્રીમતિ કિરણબેન નિમિષભાઇ ગણાત્રા, અગ્રણી બિલ્ડરશ્રી હિરેનભાઇ સુબા, વાઘાણી શેર્સના શ્રી પરેશભાઇ વાધાણી, રાજકોટ લોહાણા મહાજનના ટ્રસ્ટીઓ સહિતના મહાનુભાવો હાજર રહ્યા હતા. સમગ્ર રાસોત્સવને ‘અકિલા લાઇવ'ના માધ્યમથી રોજેરોજ વિશ્વના લાખો લોકોએ ઘરબેઠા પણ માણ્યો હતો.
અકિલા પરિવારના મોભી, જ્ઞાતિશ્રેષ્ઠી શ્રી કિરીટભાઇ ગણાત્રાના માર્ગદર્શન હેઠળ રાજકોટ લોહાણા મહાજનના પ્રમુખશ્રી રાજુભાઇ પોબારૂ, કારોબારી, પ્રમુખ ડો. નિશાંતભાઇ ચોટાઇ સહિતના સમગ્ર ટ્રસ્ટી મંડળ- ટીમ દ્વારા ‘અકિલા-લોહાણા મહાજન રાસોત્સવ-ર૦ર૪'નું ભવ્યાતિભવ્ય-યાદગાર આયોજન સફળતાપૂર્વક પાર પાડવામાં આવ્યું તે બદલ રાજકોટ લોહાણા મહાજનની સમગ્ર ટીમ ઉપર ચારેકોરથી અભિનંદનની વર્ષા થઇ રહી છે.
સમગ્ર રાસોત્સવને અકિલાના એકઝીકયુટીવ એડીટર અને વેબ એડીશનના તંત્રીશ્રી નિમિષભાઇ ગણાત્રાનો સતત સાથ, સહકાર, હૂંફ પ્રાપ્ત થયા હતા.
હજ્જારો ખેલૈયાઓની આતુરતાનો અંત લાવનાર ‘અકિલા લોહાણા મહાજન રાસોત્સવ-૨૦૨૪'ને સફળ બનાવવા માટે રાજકોટ લોહાણા મહાજનના પ્રમુખ શ્રી રાજુભાઇ પોબારૂ, કારોબારી પ્રમુખ ડો.નિશાંતભાઇ ચોટાઇ, મહાજન ઉપપ્રમુખ શ્રીમતિ રૂપલબેન રાજદેવ, મંત્રી શ્રીમતી રીટાબેન કોટક, ખજાનચી શ્રી ધવલભાઇ કારીયા, રાસોત્સવના પ્રોજેકટ ચેરમેનશ્રી હિરેનભાઇ ખખ્ખર, લોહાણા મહાજનના ટ્રસ્ટીઓશ્રી હરીશભાઇ લાખાણી, શ્રી જીતુભાઇ ચંદારાણા, શ્રી કિશોરભાઇ કોટક, એડવોકેટ શ્યામલભાઇ સોનપાલ, ડો.પરાગભાઇ દેવાણી, એડવોકેટ તુષારભાઇ ગોકાણી, શ્રી શૈલેષભાઇ પાબારી, શ્રી દિનેશભાઇ બાવરીયા, એડવોકેટ મનિષભાઇ ખખ્ખર, ડો.જનકભાઇ ઠક્કર, શ્રી મુકેશભાઇ પાબારી, ડો.ભાવેશભાઇ સચદે, ડો.ચેતનભાઇ હિન્ડોચા, શ્રી ધવલભાઇ ખખ્ખર, શ્રીમતિ રીટાબેન કુંડલીયા, શ્રીમતિ અલ્પાબેન બરછા, શ્રીમતિ અલ્કાબેન પુજારા, શ્રીમતિ નિકીતાબેન નથવાણી, ડો.કૃપાબેન ઠક્કર, શ્રીમતિ ભાવિનીબેન ખખ્ખર, શ્રીમતિ સીમાબેન રાજદેવ, વિખ્યાત નવરંગ ગ્રુપ રાજકોટના શ્રી પરેશભાઇ ચગ, અજયભાઇ ખખ્ખર, લોહાણા મહાજન વાડી એડમિનિસ્ટ્રેટર હિતેનભાઇ દક્ષિણિ- પારેખ સહિતના અગ્રણીઓ ભારે જહેમત ઉઠાવી હતી. (૯.૧ર)
(3:55 PM IST)










