<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 14th October 2024

કાલે જિલ્લા પંચાયતની સામાન્‍ય સભાઃ મોદીને અભિનંદનઃ શહીદને શ્રધ્‍ધાંજલી-સહાયનો ઠરાવ

રાજકોટ તા. ૧૪ :.. જિલ્લા પંચાયતની સામાન્‍ય સભા કાલે તા. ૧પ મંગળવારે સવારે ૧૧-૩૦ વાગ્‍યે પ્રમુખ શ્રીમતી પ્રવીણાબેન રંગાણીની અધ્‍યક્ષતામાં અને ડી. ડી. ઓ. ડો. નવનાથ ગવ્‍હાણેની હાજરીમાં મળનાર છે. જેમાં બે સભ્‍યોએ રજૂ કરેલ. પ્રશ્નોની ચર્ચા ઉપરાંત કેટલાક ઠરાવો થશે.

કોંગીના મનસુખ સાકરિયા અને વિનુભાઇ મેણિયાએ ગ્રાન્‍ટ સહિતના વિવિધ મુદ્‌્‌ે સામાન્‍ય સભામાં પ્રશ્નો પૂછયા છે. અધિકાંશ પ્રશ્નો વિકાસ કામોને લગતા છે. બાકીના ભાજપના ૩૦ સહિત કુલ ૩૪ સભ્‍યોએ કોઇ પ્રશ્નો પૂછયા નથી. નવી કોર્ટ બિલ્‍ડીંગમાં પંચાયતની વહીવટી કચેરીના સ્‍થળાંતર પછી ત્‍યાં પ્રથમ વખત સામાન્‍ય સભા મળી રહી છે.

નરેન્‍દ્રભાઇ મોદીના મુખ્‍યમંત્રી અને વડાપ્રધાન બંને મળી કાર્યકાળના ૨૩ વર્ષ પુરા થયા છે તેથી તેમને વિકાસકર્તા શાસક તરીકે બિરદાવો ઠરાવ કરવામાં આવશે જામકંડોરણાના અગિ્નવીર યુવાન શહીદ થયા છે તેમને શ્રધ્‍ધાંજલી અર્પવા અને પંચાયતના અગાઉના ઠરાવ મુજબ રૂા. ૧ લાખની સહાય તેમના પરિવારને ચૂકવવા અંગે ઠરાવ થશે. કેન્‍દ્રીય જળસંચય સી.આર. પાટીલના જળસંચય અભિયાન અંગે સામાન્‍ય સભાને માહિતગાર કરી કાર્યમાં સૂર પૂરાવવા અનુરોધ કરવામાં આવશે.

(4:09 PM IST)